Posted in Junagadh

મતદાતા ચેતના અભીયાન અંતર્ગત વર્કશોપ – જુનાગઢ

આજરોજ જુનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડીત દીનદયાલ ભવન” ખાતે મતદાતા ચેતના અભીયાન અંતર્ગત વર્કશોપ પ્રદેશ મંત્રીશ્રી ઝવેરીભાઇ ઠકરાર ની અધ્યક્ષતામાં યોજાયો જેમાં મતદાતા ચેતના અભિયાનના સંયોજક, સહ સંયોજક અને લીગલ ટીમ, જિલ્લા ટીમ, મંડલ, મોરચા, પ્રમુખ મહામંત્રી, જીલ્લા પ્રદેશ હોદ્દેદારો, અને અપેક્ષિત સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યાં જેમાં હાજરી આપી મતદાતા ચેતના અભિયાન કાર્યક્રમ અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Keshod

યુવા ભાજપ મિત્ર મંડળ કેશોદ દ્વારા મા.પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલ સાહેબના સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂર્ણ થતા કેશોદ સોની સમાજ ખાતે મહારક્તદાન કેમ્પ તેમજ સર્વ રોગ નિદાનનું આયોજન કરવામાં જેમાં ૨૫૮-જેટલા રક્તદાતાઓ એ રકતદાન કેમ્પમાં જોડાયા હતા.એ વેળાએ મા.પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલ સાહેબની રક્તતુલા કરવામાં આવી હતી જેમાં હાજરી આપી આયોજકોને બિરદાવ્યા બાદ દર્દીનારાયણની સેવા અર્થે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું.

Posted in JDCC Bank, Junagadh

ધી.જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કની ૬૪ મી સાધારણ સભા

આજ તા:૧૯/૦૮/૨૦૨૩ ને શનિવાર ના રોજ ધી.જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કની ૬૪ મી અને શ્રી સાવજ જુનાગઢ જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી.ની ૧૪ મી વાર્ષિક સાધારણ સભા ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રમુખ શ્રી C.R.Paatil સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં જુનાગઢ, ગીર સોમનાથ જીલ્લાના પશુપાલક ભાઇઓ -બહેનો ને હાજર રહ્યાં હતાં,સાધારણ સભા માં પશુપાલક ભાઈઓ બહેનોને વધુમાં વધુ કેમ મદદરૂપ થવા અંગેના નિર્ણયો કરવામાં આવ્યા.

Posted in Junagadh

માર્કેટિંગ યાર્ડ જુનાગઢ વેપારી મહામંડળ દ્વારા મારા અઘ્યક્ષ સ્થાને મહાનુભાવોના અભિવાદન સમારોહ

આજરોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જુનાગઢ વેપારી મહામંડળ દ્વારા મારા અઘ્યક્ષ સ્થાને મહાનુભાવોના અભિવાદન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમ માં મારું બહુમાન કરવામાં આવ્યું એ બદલ હું એ.પી.એમ.સી વેપારી મહામંડળનો આભાર વ્યક્ત કરું છું.

Posted in Junagadh

આજરોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ જુનાગઢ ખાતે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક મળી જેમા માર્કેટીંગ યાર્ડમાં આવતા ખેડૂતો અને વેપારીઓના પ્રશ્નો અને વધુ મા વધુ સવલતો ઉપલબ્ધ કરવા જરૂરી નિર્ણયો કરવામાં આવ્યાં જેમાં હાજર રહેલ.

Posted in Junagadh

જુનાગઢ ખાતે જીલ્લા કિશાન મોરચાની કારોબારી બેઠક

આજરોજ ભારતીય જનતા પાર્ટી જીલ્લા કાર્યાલય “પંડીત દીનદયાલ ભવન” જુનાગઢ ખાતે જીલ્લા કિશાન મોરચાની કારોબારી બેઠક મળી જેમાં હાજર રહી પાર્ટી દ્વારા સૂચવેલા કાર્યક્રમો અંગે જરૂરી બ્રિફિંગ કરી આવનારા દિવસોમાં યોજાનાર કાર્યક્રમો અંગે જરૂરી સુચનો કર્યા.

Posted in Junagadh

ત્રીમૂર્તિ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પીટલ ખાતે

૭૭માં સ્વાતંત્ર્ય પર્વની પ્રજાજનોને શુભકામનોઓ પાઠવી.

આજરોજ ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જૂનાગઢની ત્રીમૂર્તિ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પીટલ ખાતે દેશની આન બાન અને શાન સમા ત્રિરંગાને લહેરાવી રાષ્ટ્રગાન સાથે ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની પ્રજાજનોને શુભકામનોઓ પાઠવી.

Posted in Junagadh

૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી

આજરોજ ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જૂનાગઢના બીલખા રોડ પરના પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે ધ્વજવંદન સાથે કરવામાં આવેલ, આતકે ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની પ્રજાજનોને શુભકામનોઓ પાઠવી જે કાર્યક્રમમાં શહેર-જિલ્લાના નાગરિકો સહભાગી થયા હતા.

Posted in Keshod

14 ઓગસ્ટ “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” પ્રસંગે કેશોદ ખાતે મશાલ અને તિરંગા સાથે મૌન રેલી

આજે 14 ઓગસ્ટ “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” પ્રસંગે વિભાજનમાં હિંસાનો ભોગ બનનાર અને વિસ્થાપનનું દર્દ ભોગવનાર લોકોને શ્રધ્ધા સુમન અર્પણ કરવા કેશોદ ખાતે મશાલ અને તિરંગા સાથે મૌન રેલીનું કેશોદ નગર પાલિકા અને સંગઠન ધ્વારા આયોજન કરવામાં આવ્યું . જેમા કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ,જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા સાથે કાઉન્સિલર અને પાર્ટીના હોદ્દેદારો અને સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Posted in Junagadh

મારી માટી મારો દેશ અને હર ઘર તિરંગા અભિયાન મારી ઓફિસ k.c.c. “ક્રિષ્ના આર્કેડ” ખાતે

મારી માટી મારો દેશ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાતના 1 કરોડથી પણ વધુ ઘરો પર લહેરાશે ત્રિરંગો, 13 થી 15 ઓગસ્ટ, 2023 દરમિયાન યોજાનારા આ અભિયાન અંતર્ગત આજરોજ મારી ઓફિસ k.c.c. “ક્રિષ્ના આર્કેડ” ખાતે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર કાર્યકરો, આગેવાનો અને orbit classes ના વિદ્યાર્થીઓની ઉપસ્થિતીમાં રાષ્ટ્રભાવના સંકલ્પ સાથે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્ર ભાવના વ્યકત કરી.

#HarGharTiranga

#AjadiKaAmritMahotsav