આજરોજ જૂનાગઢ જીલ્લા કાર્યાલય દિનદયાલ ભવન ખાતે નવ નિર્મિત સ્વામી વિવેકાનંદ પુસ્તકાલય (લાઇબ્રેરી)ના લોકાર્પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબનાં હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો,જેમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો જેની લાક્ષણિક યાદ રૂપી તસવીરો.
Category: Junagadh
જૂનાગઢ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – જૂનાગઢ ના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓની બેઠક મળેલ જેમાં ઉપસ્થિત રહેલ.
આજરોજ જૂનાગઢ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – જૂનાગઢ ના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓની બેઠક મળેલ જેમાં ઉપસ્થિત રહેલ.
જન આશીર્વાદ યાત્રા લઈને ગુજરાત સરકાર નાં નવનિયુક્ત કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જૂનાગઢ આવી પહોંચ્યા હતાં.
આજરોજ તા. ૦૮/૧૦/૨૦૨૧ નાં રોજ જન આશીર્વાદ યાત્રા લઈને ગુજરાત સરકાર નાં નવનિયુક્ત કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જૂનાગઢ આવી પહોંચ્યા હતાં,પ્રથમ ભવનાથ તળેટી ખાતે ભવનાથ મહાદેવ તથા અંબાજી મંદિર ખાતે પુજન અર્ચન કરીને દોલતપરા થી જન આશિર્વાદ યાત્રા નો પ્રારંભ કરાયો હતો,બાદમાં યાત્રા જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ ખાતે આવી પહોંચી હતી,આ યાત્રા લઈ પધારેલ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ નું સ્વવાગત કરવાનો અવસર પ્રાપ્ત થયો બાદમાં કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ખેડૂત લક્ષી માર્ગદર્શન અંગેના સ્ટોલ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું,બાદમાં યાર્ડનાં સભા ખંડ ખાતે વેપારી મિત્રો અને સિંગદાણા એસોસિએશન નાં વેપારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારેલા રાજ્ય સમાજ કલ્યાણ મંત્રી શ્રી રાઘવજીભાઈ મકવાણા (આર.સી.મકવાણા)સાથે જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી.
આજરોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારેલા રાજ્ય સમાજ કલ્યાણ મંત્રી શ્રી રાઘવજીભાઈ મકવાણા (આર.સી.મકવાણા)સાથે જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી જેમાં જુનાગઢ જીલ્લા તેમજ મહાનગર ના હોદ્દેદારો સાથે વિવિધ મોરચા તેમજ મંડળના હોદ્દેદારો સાથે વિવિધ જ્ઞાતિ સમાજના આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કરી વરસાદને લઈને અસરગ્રસ્ત વિસ્તારોનાં આગેવાનો સાથે બેઠક યોજી પડતી મુશ્કેલીઓના ઉપાયો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી જેમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો.
જૂનાગઢ જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાને લઈ પધારેલા રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી રાઘવજીભાઇ મકવાણા (આર.સી.મકવાણા) સાથે પ્રાચીન બીલનાથ મંદિર ખાતે દાદાના દર્શન સાથે પૂજન અર્ચન કરી.
આજરોજ જૂનાગઢ જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાને લઈ પધારેલા રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી રાઘવજીભાઇ મકવાણા (આર.સી.મકવાણા) સાથે પ્રાચીન બીલનાથ મંદિર ખાતે બીલનાથ દાદાના દર્શન સાથે પૂજન અર્ચન કરી સાંતો નાં આશીર્વાદ લેવાનો અવસર પ્રાપ્ત થયો, મારી સાથે જીલ્લા પ્રભારી ધવલભાઇ દવે, મહાનગર નાં પ્રમુખ પુનીત શર્મા સાથે રહ્યા હતા.
જૂનાગઢ જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાને લઈ પધારેલા રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી રાઘવજીભાઇ મકવાણા (આર.સી.મકવાણા) સાથે જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી
આજરોજ જૂનાગઢ જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાને લઈ પધારેલા રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી રાઘવજીભાઇ મકવાણા (આર.સી.મકવાણા) સાથે જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી
ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબજી જીલ્લા કાર્યાલય દીનદયાલ ભવન ખાતે પધાર્યા હતા.
આજરોજ તા.૨૯.૯.૨૦૨૧ નાં રોજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબજી આજે ભારતીય જનતા પાર્ટીના જીલ્લા કાર્યાલય દીનદયાલ ભવન ખાતે પધાર્યા હતા, એ વેળાએ એમનું સ્વાગત કરવાનો અવશર પ્રાપ્ત થયો, સી.આર.પાટીલ સાહેબજી સાહેબે કાર્યાલય ની મુલાકાત કરી કાર્યાલય ખાતે થતી કામગીરીથી અભિભૂત થયા હતા.
દોમડીયા વાડી ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ,અને જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ ની ૬૨.મી સાધારણ સભા મળી.
આજ તા. ૨૮.૦૯.૨૦૨૧ ના રોજ દોમડીયા વાડી ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ,અને જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ ની ૬૨.મી સાધારણ સભા મળી જેમાં સંઘના ડિરેક્ટર ઓ તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઉપસ્થિત રહી સાધારણ મા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું, આ તકે જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ ના કાર્યો ને બિરદાવ્યા હતા, જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા મળેલી સાધારણ સભામાં ખેડૂતો ને વધુમાં વધુ લાભ મળે એ હેતુસર ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા જેમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો.
જુનાગઢ તાલુકાનાં વડાલ ગામના ખેડૂત ખાતેદાર અકસ્માતમાં અવસાન થતાં ખાતેદાર ના વારસદારોને રૂપિયા – ૧૫૦૦૦૦/- ના ચેકો અપૅણ કરવામાં આવેલ.
જુનાગઢ તાલુકાનાં વડાલ ગામના ખેડૂત ખાતેદાર સ્વ.પ્રફુલભાઈ વેલજીભાઇ દોમડીયા તથા મજેવડી ગામના ખેડૂત ખાતેદાર સ્વ.નીતિનભાઈ ગોકળભાઇ ઢોલરીયા અને કેરાળા ગામના ખેડૂત ખાતેદાર સ્વ.રણછોડભાઇ બાબુભાઇ સરવૈયા નું અકસ્માતમાં અવસાન થતાં આજ રોજ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જુનાગઢ ની પોલીસી મુજબ આજ રોજ ખેડૂત ખાતેદાર ના વારસદારોને માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન શ્રી કીરીટભાઇ પટેલ તથા ડીરેકટર શ્રી પ્રવિણભાઈ પટોળીયા તથા ડીરેકટર શ્રી ગોપાલભાઈ દેસાઈ ના વરદ હસ્તે રૂપિયા – ૧૫૦૦૦૦/- ના ચેકો અપૅણ કરવામાં આવેલ.
ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબજી આજે સોમનાથ દાદાના દર્શન અર્થે પધારતા કેશોદ એરપોર્ટ ખાતે સ્વાગત.
આજરોજ તા.૨૮.૯.૨૦૨૧ નાં રોજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબજી આજે સોમનાથ દાદાના દર્શન અર્થે પધારતા કેશોદ એરપોર્ટ ખાતે એમનું ઉમળકા ભેર સ્વાગત કરવાનો અવસર પ્રાપ્ત થયો,જેમાં જીલ્લા ભાજપની ટીમના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.














































































