Posted in Junagadh

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તાલુકા પંચાયત અને નગરપાલિકા ના પ્રમુખ/ઉપપ્રમુખો ની બેઠક મળેલ.

આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તાલુકા પંચાયત અને નગરપાલિકા ના પ્રમુખ/ઉપપ્રમુખો ની બેઠક જિલ્લા ના સંગઠન પ્રભારી શ્રી રમેશભાઈ રૂપાપરા ની અધ્યક્ષતા માં મળેલ. જેમાં ઉપસ્થિત રહી જરૂરી સુચન કરેલ.

Posted in Junagadh

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લા બૃહદ સંકલન સમિતિની બેઠક મળેલ.

આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લા બૃહદ સંકલન સમિતિની બેઠક જિલ્લા ના સંગઠન પ્રભારી શ્રી રમેશભાઈ રૂપાપરા ની અધ્યક્ષતા માં મળેલ. જેમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે સન્માન કાર્યક્રમ યોજાયો .

આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે ભારતીય જનતાપાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અનુસૂચિત જાતિના ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચશ્રીઓના સન્માન કાર્યક્રમ યોજાયો જેમાં હાજરી આપી,સંગઠનને વધુ મજબૂત બનાવવા જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh

ખેડૂત અકસ્માત વીમા પોલિસી અંતર્ગત અકસ્માતે મુત્યુ પામેલ સાંખડાવદર ગામના ખેડૂતના પરિવાર જનોને અકસ્માત વીમા સહાય.

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ માં નોંધાયેલ ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા પોલિસી અંતર્ગત અકસ્માતે મુત્યુ પામેલ જૂનાગઢ તાલુકાના સાંખડાવદર ગામના ખેડૂત ભીમાણી હરસુખભાઈ નાથાભાઈના પરિવાર જનોને અકસ્માત વીમા સહાય અંતર્ગત રૂ.એક લાખનો ચેક આપવામાં આવ્યો.

Posted in Junagadh

વિશ્વ કેન્સર દિવસ નિમિતે જૂનાગઢ તાલુકાના વડાલ ખાતે હિમાલયા કેન્સર હોસ્પિટલ ખાતે ફ્રી હેલ્થ ચેકપનું આયોજન.

આજરોજ વિશ્વ કેન્સર દિવસ નિમિતે જૂનાગઢ તાલુકાના વડાલ ખાતે હિમાલયા કેન્સર હોસ્પિટલ ખાતે જનજાગૃતિ લાવવા અને રોગની આસપાસના કલંકને દૂર કરવા ફ્રી હેલ્થ ચેકપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હાજરી આપી હોસ્પિટલ માં સારવાર લઈ રહેલા દર્દી નારાયણને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત રહ્યો.

Posted in Junagadh

વિસાવદર તાલુકાના નાની પિંડાખાઇ ગ્રામના સરપંચશ્રી તેમજ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત.

આજરોજ વિસાવદર તાલુકાના નાની પિંડાખાઇ ગ્રામ પંચાયતના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુકત સરપંચશ્રી, તેમજ ગામના આગેવાનો સાથે જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Junagadh

જૂનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ તાલુકાના ખડિયા ગામના દલિત સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત.

આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ તાલુકાના ખડિયા ગામ ના દલિત સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Junagadh

વિસાવદર તાલુકાના પિરવડ,ગામના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

આજરોજ વિસાવદર તાલુકાના પિરવડ, ગામના આગેવાનો સાથે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Junagadh

સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ “શાકભાજી અને ફળફળાદી” વિભાગ ખાતે રૂબરૂ મુલાકાત કરી.

આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ “શાકભાજી અને ફળફળાદી” વિભાગ ખાતે રૂબરૂ મુલાકાત કરી,યાર્ડ ખાતે શાકભાજી લઈ આવનાર ખેડૂતોને જરૂરી સુવિધા મળી રહે, એ સાથે યાર્ડમાં આગામી સમયમાં કરવામાં આવનાર વિકાસ કાર્યને લઇ માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh

જૂનાગઢ ખાતે પ્રજાસત્તાક દિનની જિલ્‍લા કક્ષાની ઉજવણી કરવામાં આવી.

આજરોજ જૂનાગઢ ખાતે ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્‍લા કક્ષાની ઉજવણી અંતર્ગત બિલખા રોડ સ્‍થિત પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે વાહનવ્યહાર, નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે ધ્વજવંદન ત્યાર બાદ પરેડનું નિરિક્ષણ અને પ્રાસંગિક ઉદબોધન સાથે કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં આવ્યું જે વેળાએ ઊપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.