Posted in Junagadh

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાથે હાજર રહી પુષ્ટિ સંસ્કારધામ ખાતે

આજરોજ વડાલ સ્થિત પુષ્ટિ સંસ્કારધામ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાથે હાજર રહી પુષ્ટિ સંસ્કારધામ ખાતે કાર્યરત પુરુષોત્તમ લાલજી ગૌશાળા ની મુલાકાત કરી ગૌશાળા ખાતે ચાલતી ગૌસેવા સાથે ગૌ સંવર્ધનની પ્રવૃત્તિઓને નિહાળી ગૌ સંવર્ધન અર્થે જરૂરી સૂચનો કરેલ.

+10

Posted in Junagadh

ડેટા મેનેજમેન્ટ કાર્યક્ર્મ અંતર્ગત વર્કશોપ – જૂનાગઢ

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જીલ્લા કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે પાર્ટીના ડેટા મેનેજમેન્ટ કાર્યક્ર્મ અંતર્ગત વર્કશોપ (કાર્યશાળા)નું આયોજન કરવામાં આવ્યું જેમાં ડેટા મેનેજમેન્ટ પ્રદેશ કન્વીનર મહેશભાઈ મોદી,સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ જયભાઈ શાહ સાથે જિલ્લા/મહાનગરના અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે ઉપસ્થીત રહેલ જેમાં ડેટા મેનેજમેન્ટ કાર્યક્ર્મ અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh

૧૩-જૂનાગઢ લોકસભાની ચૂંટણી અંતર્ગત બેઠક

આજરોજ કેન્દ્રીય રાજ્ય વાણિજ્ય મંત્રી. ડો.ભાગવત કરાડની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે આગામી ૧૩-જૂનાગઢ લોકસભાની ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ જેમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલીકાના હોદ્દેદારો અને કાર્યકરો સાથે હાજરી આપી.

Posted in Junagadh

શ્રી ડો. ભાગવત કરાડ જી ની અધ્યક્ષતામાં આગામી જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દિન દયાલ ભવન” ખાતે કેન્દ્રીય રાજ્ય વાણિજ્ય મંત્રી શ્રી ડો. ભાગવત કરાડ જી ની અધ્યક્ષતામાં આગામી જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ જેમાં હાજરી આપી.

Posted in Junagadh

શ્રી ડો. ભાગવત કરાડ જી ની અધ્યક્ષતામાં આગામી જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત બેઠક

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દિન દયાલ ભવન” ખાતે કેન્દ્રીય રાજ્ય વાણિજ્ય મંત્રી શ્રી ડો. ભાગવત કરાડ જી ની અધ્યક્ષતામાં આગામી જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ જેમાં હાજરી આપી.

Posted in Junagadh

જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર

આજરોજ જૂનાગઢ તાલુકાના બીલખા ગામે બુદ્ધનાથ ફાર્મ ખાતે ગુજરાત રાજ્ય પશુપાલન ખાતું, ગાંધીનગર તથા પશુપાલન શાખા, જીલ્લા પંચાયત જુનાગઢ દ્રારા જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયાના અઘ્યક્ષ સ્થાને યોજવામાં આવી, જેમાં બીલખા સહિત આસપાસના વિસ્તારના પશુપાલકોએ શિબિરનો લાભ લીધો હતો.આ શિબિરમાં પશુ તજજ્ઞો દ્વારા પશુપાલન વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ હતું,જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા સાથે ઉપસ્થિત રહી જરુરી માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh

“પંડીત દીનદયાલ ભવન” ખાતે જીલ્લા હોદેદારો ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય “પંડીત દીનદયાલ ભવન” ખાતે જીલ્લા હોદેદારો, મંડલ પ્રમુખો, નગરપાલીકાના પ્રમુખો, જીલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ અને મોરચાના પ્રમુખની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ જેમાં હાજરી આપી, આગામી કાર્યક્રમોના આયોજન અંગે જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપેલ.

+5

Posted in Junagadh

ગૌ સેવાના લાભાર્થે યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ.જ્ઞાનયજ્ઞમાં હાજરી આપી

જૂનાગઢ તાલુકાના ચોકલી ગામ ખાતે શ્રી પુરુષોત્તમ લાલજી ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા ગૌ સેવાના લાભાર્થે યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ.જ્ઞાનયજ્ઞમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા સાથે હાજરી આપી,વ્યાસપીઠ પર બિરાજીત શાસ્ત્રી સ્વામીશ્રી ના મુખેથી ભાગવત સપ્તાહ નું રસપાન કરવાનો અવસર મળ્યો.

Posted in Junagadh

કલેકટર કચેરી ખાતે ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની બેઠક યોજાઇ

આજરોજ જીલ્લા કલેકટર કચેરી ખાતે ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની બેઠક યોજાઇ જેમાં ખેડૂતોને દર વર્ષે પાક ધિરાણ માટે વધુ મદદ કરી શકે એ હેતુસર પાક ધિરાણ અંગેના ના દર નક્કી કરવાની સાથે સહકારી મંડળીઓને આધુનિકરણ તરફ કોમ્પ્યુટરરાઈઝ કરવા કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે એ બાબતે જીલ્લા અધિ. કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી જેમાં હાજરી આપી, બેઠક માં ખેડૂત હીતલક્ષી ચર્ચા વિચારણાઓ કરવામાં આવી.

Posted in Junagadh

શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર આયોજીત “વાર્ષીક એન્યુલ ફંકશન 2023” માં સહભાગી થવાનો અવસર મળ્યો.

આજરોજ જૂનાગઢ ટાઉનહોલ ખાતે શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર જૂનાગઢ દ્વારા આયોજીત “વાર્ષીક એન્યુલ ફંકશન 2023” માં બ્રહ્માનંદધામ ચાપરડા ના મહંત શ્રી મુક્તાનંદજી બાપુ, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા સાથે હાજરી આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં સહભાગી થવાનો અવસર મળ્યો.