Posted in Junagadh

કલેકટર કચેરી ખાતે ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની બેઠક યોજાઇ

આજરોજ જીલ્લા કલેકટર કચેરી ખાતે ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની બેઠક યોજાઇ જેમાં ખેડૂતોને દર વર્ષે પાક ધિરાણ માટે વધુ મદદ કરી શકે એ હેતુસર પાક ધિરાણ અંગેના ના દર નક્કી કરવાની સાથે સહકારી મંડળીઓને આધુનિકરણ તરફ કોમ્પ્યુટરરાઈઝ કરવા કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે એ બાબતે જીલ્લા અધિ. કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી જેમાં હાજરી આપી, બેઠક માં ખેડૂત હીતલક્ષી ચર્ચા વિચારણાઓ કરવામાં આવી.

Posted in Junagadh

શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર આયોજીત “વાર્ષીક એન્યુલ ફંકશન 2023” માં સહભાગી થવાનો અવસર મળ્યો.

આજરોજ જૂનાગઢ ટાઉનહોલ ખાતે શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર જૂનાગઢ દ્વારા આયોજીત “વાર્ષીક એન્યુલ ફંકશન 2023” માં બ્રહ્માનંદધામ ચાપરડા ના મહંત શ્રી મુક્તાનંદજી બાપુ, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા સાથે હાજરી આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં સહભાગી થવાનો અવસર મળ્યો.

Posted in Junagadh

ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાયેલ

આજ રોજ જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાયેલ જેમાં હાજરી આપી, આગામી દિવસોમાં ખેડૂતોને બેંક કેમ વધુ ઉપયોગી થઇ શકે સાથે બેંક વધું પ્રગતિ કરે તેવા ઠરાવો પસાર કરવામાં આવ્યા.

Posted in Junagadh

આજ બિલખા ખાતે હર્ષદભાઈ રીબડીયાની સાથે રહી લોક સંપર્ક કરેલ

આજ બિલખા ખાતે ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ રીબડીયાની સાથે રહી લોક સંપર્ક કરેલ જેમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો બહોળી સંખ્યમાં જોડાયા હતા. સૌએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખી પ્રચંડ જન સમર્થન આપ્યું હતું.

Posted in Junagadh

આજરોજ બીલખા ખાતે ભાજપ ની જાહેર સભા યોજાઈ હતી,

આજરોજ બીલખા ખાતે ભાજપ ની જાહેર સભા યોજાઈ હતી, આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રાથી પ્રેરાઈને વિવિધ સમાજના ૪૦ થી વધુ આગેવાનો એ કેસરિયો ધારણ કર્યો હતો. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોએ વિજય નો વિશ્વાસ વ્યક્ત કરેલ.

Posted in Junagadh

વિજાપુર થી સાંખડાવદર સુઘી ડુંગરપુર જીલ્લા પંચાયત સીટ – બાઇક રેલી

આજ રોજ જૂનાગઢ તાલુકાના વિજાપુર થી સાંખડાવદર સુઘી ડુંગરપુર જીલ્લા પંચાયત સીટ ના સદસ્ય અને આગેવાનો દ્વારા બાઇક રેલી નું આયોજન થયેલ જેમાં યુવાનોને પ્રોત્સાહન આપવા રેલી માં જોડાયેલ.

Posted in Junagadh

વડાલ જીલ્લા પંચાયત સીટના સદસ્યો, આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક.

આજરોજ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ૮૭ – વિસાવદર વિધાનસભા ચૂંટણી અંતર્ગત વડાલ જીલ્લા પંચાયત સીટના સદસ્યો, આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી ચૂંટણી વ્યવસ્થાના સુચારુ આયોજન અંગે જરૂરી સૂચનો કર્યા.

Posted in Junagadh

ડુંગરપુર ખાતે ગામના અગેવાનો સાથે ઉત્સાહી માહોલ માં બેઠક કરેલી.

આજ તા.૨૮ નવેમ્બરના રોજ ૮૭- વિસાવદર વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ના સમર્થનમાં જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ખાતે શ્રી જવાહર ભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં ગામના અગેવાનો સાથે ઉત્સાહી માહોલ માં બેઠક કરેલી, આ તકે ભાજપે કરેલ કામો જણાવી બહુમતી થી ભાજપ ને જીતાડવાની અપીલ કરેલી. સભામાં હાજર રહેલ સૌકોઈ આગેવાનો અને ગામ જનોએ જીત નો વિશ્વાસ વ્યક્ત કરેલ.

Posted in Junagadh

વિસાવદર વિધાનસભા ચૂંટણી અંતર્ગત આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક.

આજરોજ અમૃત ઇન્સ્ટિટ્યૂટ ખાતે ૮૭ – વિસાવદર વિધાનસભા ચૂંટણી અંતર્ગત ડુંગરપુર અને ખડીયા જીલ્લા પંચાયત સીટના સદસ્યો, આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી ચૂંટણી વ્યવસ્થાના સુચારુ આયોજન અંગે જરૂરી સૂચનો કરેલ.

Posted in Junagadh

વડાલ ખાતે સરદાર સાહેબ ના સ્ટેચ્યુ ને પુષ્પમાળા પહેરાવી ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યા

વડાલ ખાતે સરદાર સાહેબ ના સ્ટેચ્યુ ને પુષ્પમાળા પહેરાવી ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યા. ઉપસ્થિત સર્વે એ ભાજપ ના ઉમેદવાર હર્ષદભાઈ રિબડીયા ને વડાલ ગામ માંથી અભૂતપૂર્વ લીડ આપવાનું વચન આપેલ.