Posted in Junagadh

૩૦ મે થી ૩૦ જૂન સુધી જનસંપર્ક અભિયાન તેમજ આયોજન અંતર્ગત બેઠક

આજરોજ અમૃત ઇન્સ્ટિટયૂટ ખાતે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ તાલુકાના અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે બેઠક મળી જેમાં ગુજરાત પ્રદેશ દ્વારા અપાયેલ આગામી ૩૦ મે થી ૩૦ જૂન સુધી યોજાનારા જનસંપર્ક અભિયાન તેમજ વિવિધ કાર્યક્રમના આયોજન અંતર્ગત બેઠક યોજાઇ જેમાં હાજરી આપી આગામી તમામ કર્યકમોના આયોજન અંતર્ગત માર્ગદર્શન આપ્યું.

+8

Posted in Junagadh

“પંડીત દીનદયાલ ભવન” ખાતે બેઠક મળેલ જેમાં હાજરી આપી

આજરોજ જૂનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડીત દીનદયાલ ભવન” ખાતે જીલ્લા ટીમ,મંડલ પ્રમુખ,તાલુકા પંચાયત-જીલ્લા પંચાયત,નગરપાલિકા પ્રમુખ,મોરચાના પ્રમુખો, ધારાસભ્યો,પૂર્વ ધારાસભ્યની ઉપસ્થિતિમાં બેઠક મળેલ જેમાં હાજરી આપી, આઇ.ટી. સોશીયલ મીડીયા અંતર્ગત અધૂરી કામગીરી સત્વરે પૂર્ણ કરવાની સાથે પાર્ટી દ્વારા સૂચવવામાં આવેલ આગામી કાર્યક્રમ અંતર્ગત જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપેલ.

+8

Posted in Junagadh

‘મન કી બાત’ કાર્યક્રમ અંતર્ગત યોજાયો,

આજરોજ વંથલી તાલુકાના નરેડી ખાતે યુવા મોરચાના કારોબારી સભ્ય જયદીપ બરવાડીયાના નિવાસ સ્થાને માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનો ૧૦૦ મી ‘મન કી બાત’ કાર્યક્રમ અંતર્ગત યોજાયો,જેમાં પ્રધામંત્રીશ્રી દ્વારા દેશવાસીઓને ‘મન કી બાત’ ના માધ્યમથી ઐતિહાસિક સંબોધન કરેલ જે સાંભળવાનો અવસર મળેલ.

+5

Posted in Junagadh

જીલ્લા મોરચા પ્રમુખ પ્રભારી સાથે બેઠક યોજાઇ

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દીનદયાલ ભવન” ખાતે જીલ્લા મોરચા પ્રમુખ પ્રભારી સાથે બેઠક યોજાઇ જેમાં હાજરી આપી આગામી મન કી બાતના ૧૦૦ મા એપિસોડ સંદર્ભે જિલ્લાના તમામ બુથો પર પ્રદેશનાં સૂચન મુજબ કાર્યક્રમનાં આયોજન અંગે માહિતી આપી.

+2

Posted in Junagadh

‘બૂથ સશક્તિકરણ અભિયાન 2023’ અને સોશિયલ મીડિયા વર્કશોપ કાર્યશાળા

‘બૂથ સશક્તિકરણ અભિયાન 2023’ અને સોશિયલ મીડિયા વર્કશોપ કાર્યશાળા કૃષિ યુનિવર્સિટી ઓડિટોરિયમ હોલ જૂનાગઢ ખાતે પ્રદેશ પ્રમૂખ શ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા અને મહાનગર સ્તરની ટીમનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો જેમાં અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે હાજરી આપી,સોશીયલ મીડીયા અંગે જરૂરી માર્ગદર્શન મેળવેલ.

+14

Posted in Junagadh

સાવજ ડેરી ખાતે શ્રી સી.આર.પાટીલ સાહેબ, રતનાકરજીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું

આજરોજ શ્રી સાવજ જૂનાગઢ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (સાવજ ડેરી) ખાતે નવનિર્મિત ઓફિસનું પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રતનાકરજીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું જે વેળાએ સાથે રહી હાજરી આપી.

+3

Posted in Junagadh

માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે ચેરમેન – વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ

આજરોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે ચેરમેન – વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ જેમાં બિનહરીફ રીતે ચેરમેન તરીકે કેવલભાઈ ચોવટીયા અને વાઈસ ચેરમેન માટે પ્રવીણભાઈ સોજીત્રાની વરણી કરવામાં આવી. જેમાં હાજર રહી મીઠું મોઢું કરાવી માર્કેટિંગ યાર્ડ ઉતરોતર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવી.

+9

Posted in Junagadh

જુનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે

આજરોજ જુનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે જુનાગઢ તાલુકાના અપેક્ષિત કાર્યકરો અને હોદ્દેદારો સાથે બેઠક મળી જેમાં હાજર રહીને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબના આગામી પ્રવાસ કાર્યક્રમના આયોજન તેમજ સોશીયલ મીડીયા ડ્રાઇવ અંતર્ગતના અધૂરું કામ ઝડપથી પુર્ણ કરવા જરૂરી સૂચનો કર્યા.

+9

Posted in Junagadh

સોશિયલ મીડિયા ડ્રાઈવ અંતર્ગત કારોબારી સભ્યો ની બેઠક યોજાઈ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડિત દીનદયાલ ભવન ખાતે સોશિયલ મીડિયા ડ્રાઈવ અંતર્ગત જીલ્લા મોરાચાઓ ના હોદ્દેદારો અને કારોબારી સભ્યો ની બેઠક યોજાઈ. જેમાં બાકી રહેલ કાર્યકર્તાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ-ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ તેમજ સરલ એપ ઇન્સ્ટોલેશન કરાવી પાર્ટી દ્વારા સૂચવેલા આગામી કાર્યક્રમ વિશે જરૂરી માર્ગદર્શન આપેલ.

+6

Posted in Junagadh

ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૨-મી જન્મ જયંતી નિમિત્તે બાબાસાહેબના તૈલી ચિત્રને પુષ્પ અર્પણ

જ ૧૪- એપ્રીલના રોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય “પંડિત દિન દયાલ ભવન” ખાતે બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૨-મી જન્મ જયંતી નિમિત્તે બાબાસાહેબના તૈલી ચિત્રને પુષ્પ અર્પણ, ફૂલહાર કરી ઉજવણી કરવામાં આવી જેમાં હાજરી આપી.

+2