આજરોજ વિસાવદર તાલુકા ના મોટા હડમતીયા (કૃષ્ણપરા) ગામે શ્રી લેઉવા પટેલ સમાજ ભવન ના ભૂમિપૂજન અને સરદાર સાહેબની પ્રતિમાના અનાવરણ પ્રસંગે જેતપુર – જામકંડોરણા નાં ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયા સાથે ઉપસ્થિત રહી દાતાશ્રીઓનું સન્માન કરી સમસ્ત ગ્રામજનો ને શુભેચ્છા પાઠવી…
આજે કેશોદ ખાતે માનનીય કેન્દ્રીય જળશકિત મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં “કેચ ધ રેઇન” કાર્યક્રમનુ આયોજન થયેલ. “કેચ ધ રેઇન” યોજના હેઠળ વરસાદી પાણીને જમીનમાં કેવી રીતે ઉતારી શકાય અને એમાટે બોરની ડિઝાઇન, એનો ખર્ચો અને બોરથી થતા ફાયદા અંગે શ્રી સી. આર. પાટીલ સાહેબે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતુ.
આ કાર્યક્રમ મા જિલ્લા ના આગેવાનો અને વિશાળ સંખ્યા મા પ્રજાજનો ઉપસ્થિત રહેલ.
આજરોજ પોરબંદર લોકસભા ના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય રોજગાર અને ખેલ મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા સાહેબ એ 85 માણાવદર વિધાનસભા ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠક કરી તેઓ સાથે આત્મીયતા થી ચર્ચાઓ કરેલ. આ તકે તેમની સાથે ઉપસ્થિત રહેલ.
આજ રોજ નવી દિલ્હી ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબ ની ઉપસ્થિતિ મા આયોજીત M-PACS (મલ્ટીપર્પઝ મંડળીઓ), ડેરી અને ફીશરીઝ કો.ઓપરેટીવ સોસાયટી ઓના યોજાય રહેલ કોન્ફરન્સ અને એક્ઝીબીશન મા જૂનાગઢ જિલ્લા ના ખેડુતભાઇઓ સાથે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયેલ.
આજરોજ જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ ની ટીમ અને મંડલ ના આગેવાનો ની એક બેઠક મળેલ. જેમાં જિલ્લા ના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ એ વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ. આ બેઠકમાં જિલ્લા ધારાસભ્ય શ્રીઓ અને આગેવાનો સાથે ઉપસ્થિત રહી આગામી કાર્યક્રમો અંગે જરૂરી માર્ગદર્શન આપેલ.
તાલાલા ગીર અને સોરઠ પંથકના ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર…
આજરોજ અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ કો. ઓપરેટિંવ બેંક ના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિ અને માર્ગદર્શન માં તાલાલા સુગર મિલ અને ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની વચ્ચે એગ્રીમેન્ટ થયેલ…
આવનારા દિવસોમાં ફરી વખત તાલાલા સ્થિત સુગર ફેકટરી ચાલુ થશે અને ખેડૂતોને તેનો લાભ મળશે…
આ તકે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ના ચેરમેન તરીકે ઉપસ્થિતિ રહેલ…
તાલાલા સ્થિત સુગર ફેકટરી ને પુનર્જીવિત કરવા બદલ જૂનાગઢ જીલ્લા સહકારી બેંક અને તમામ ખેડૂત ભાઈઓ વતી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા જૂનાગઢ, ગીર સોમનાથ લોકસભા નાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા નો ખૂબ ખૂબ આભાર માનુ છું…
આજરોજ સમગ્ર જૂનાગઢ નગર ની ગૌશાળા ઓ ના લાભાર્થે આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના ધાર્મિક કાર્યક્રમ માં ઉપસ્થિત રહી મહંત શ્રી મહેશગિરી બાપુ અને સંતો ના આશીર્વાદ પ્રાપ્ત કરેલ.
દિલ્હી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષશ્રી અને ભારત સરકારના કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબ સાથે તેમના નિવાસ સ્થાને હળવી ક્ષણો માં ચર્ચાઓ કરેલી.
આજરોજ દિલ્હી ખાતે સૌરાષ્ટ્ર નાઆગેવાનો સાથે પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા અને જુનાગઢ લોકસભા ના સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા ની શુભેચ્છા મુલાકાત કરેલ.