તાલાલા ગીર અને સોરઠ પંથકના ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર…
આજરોજ અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ કો. ઓપરેટિંવ બેંક ના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિ અને માર્ગદર્શન માં તાલાલા સુગર મિલ અને ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની વચ્ચે એગ્રીમેન્ટ થયેલ…
આવનારા દિવસોમાં ફરી વખત તાલાલા સ્થિત સુગર ફેકટરી ચાલુ થશે અને ખેડૂતોને તેનો લાભ મળશે…
આ તકે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ના ચેરમેન તરીકે ઉપસ્થિતિ રહેલ…
તાલાલા સ્થિત સુગર ફેકટરી ને પુનર્જીવિત કરવા બદલ જૂનાગઢ જીલ્લા સહકારી બેંક અને તમામ ખેડૂત ભાઈઓ વતી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા જૂનાગઢ, ગીર સોમનાથ લોકસભા નાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા નો ખૂબ ખૂબ આભાર માનુ છું…




