આજરોજ જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ ની ટીમ અને મંડલ ના આગેવાનો ની એક બેઠક મળેલ. જેમાં જિલ્લા ના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ એ વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ. આ બેઠકમાં જિલ્લા ધારાસભ્ય શ્રીઓ અને આગેવાનો સાથે ઉપસ્થિત રહી આગામી કાર્યક્રમો અંગે જરૂરી માર્ગદર્શન આપેલ.
તાલાલા ગીર અને સોરઠ પંથકના ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર…
આજરોજ અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ કો. ઓપરેટિંવ બેંક ના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિ અને માર્ગદર્શન માં તાલાલા સુગર મિલ અને ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની વચ્ચે એગ્રીમેન્ટ થયેલ…
આવનારા દિવસોમાં ફરી વખત તાલાલા સ્થિત સુગર ફેકટરી ચાલુ થશે અને ખેડૂતોને તેનો લાભ મળશે…
આ તકે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ના ચેરમેન તરીકે ઉપસ્થિતિ રહેલ…
તાલાલા સ્થિત સુગર ફેકટરી ને પુનર્જીવિત કરવા બદલ જૂનાગઢ જીલ્લા સહકારી બેંક અને તમામ ખેડૂત ભાઈઓ વતી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા જૂનાગઢ, ગીર સોમનાથ લોકસભા નાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા નો ખૂબ ખૂબ આભાર માનુ છું…
આજરોજ સમગ્ર જૂનાગઢ નગર ની ગૌશાળા ઓ ના લાભાર્થે આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના ધાર્મિક કાર્યક્રમ માં ઉપસ્થિત રહી મહંત શ્રી મહેશગિરી બાપુ અને સંતો ના આશીર્વાદ પ્રાપ્ત કરેલ.
દિલ્હી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષશ્રી અને ભારત સરકારના કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબ સાથે તેમના નિવાસ સ્થાને હળવી ક્ષણો માં ચર્ચાઓ કરેલી.
આજરોજ દિલ્હી ખાતે સૌરાષ્ટ્ર નાઆગેવાનો સાથે પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા અને જુનાગઢ લોકસભા ના સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા ની શુભેચ્છા મુલાકાત કરેલ.
આજરોજ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત સરકાર દ્વારા ચાલતી ટેકાના ભાવની મગફળીની ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ જુનાગઢ તાલુકાના ખેડૂત ભાઈઓ સાથે પરામર્સ કરી અને સવલતો જળવાઈ રહે તે માટે જરૂરી સૂચન કરેલ.
“जल संरक्षण भावी पीढ़ियों के सुरक्षित भविष्य के लिए सबसे अच्छा उपहार है!”
आज मेवासा गांव में जनभागीदारी से रिचार्ज बोरवेल का उद्घाटन किया गया और भारत सरकार के जल शक्ति मंत्री श्री सी.आर. पाटिल साहब के मार्गदर्शन में जूनागढ़ जिले में जल संरक्षण की दिशा में कार्य शुरू किया गया।