આજ રોજ જૂનાગઢ તાલુકાના વિજાપુર થી સાંખડાવદર સુઘી ડુંગરપુર જીલ્લા પંચાયત સીટ ના સદસ્ય અને આગેવાનો દ્વારા બાઇક રેલી નું આયોજન થયેલ જેમાં યુવાનોને પ્રોત્સાહન આપવા રેલી માં જોડાયેલ.




આજ તા.૨૮ નવેમ્બરના રોજ ૮૭- વિસાવદર વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ના સમર્થનમાં જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ખાતે શ્રી જવાહર ભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં ગામના અગેવાનો સાથે ઉત્સાહી માહોલ માં બેઠક કરેલી, આ તકે ભાજપે કરેલ કામો જણાવી બહુમતી થી ભાજપ ને જીતાડવાની અપીલ કરેલી. સભામાં હાજર રહેલ સૌકોઈ આગેવાનો અને ગામ જનોએ જીત નો વિશ્વાસ વ્યક્ત કરેલ.















આજરોજ માળીયા હાટીના ખાતે શ્રી અમિતભાઇ શાહ સાહેબ ની ઉપસ્થિતીમાં “વિજય સંકલ્પ સંમેલન” યોજાયેલ. જેમાં અમિતભાઈ ને સાફો પહેરાવી તેમનું અને વિશાળ સંખ્યા માં ઉપસ્થિત સૌ લોકો નું શાબ્દિક સ્વાગત કરેલ.












વડાલ ખાતે સરદાર સાહેબ ના સ્ટેચ્યુ ને પુષ્પમાળા પહેરાવી ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યા. ઉપસ્થિત સર્વે એ ભાજપ ના ઉમેદવાર હર્ષદભાઈ રિબડીયા ને વડાલ ગામ માંથી અભૂતપૂર્વ લીડ આપવાનું વચન આપેલ.







૮૬- જૂનાગઢ વિધાનસભા ચૂંટણી અંતર્ગત જૂનાગઢ બેઠક ના ઉમેદવાર સંજયભાઈ કોરડીયા ના સમર્થન માં જૂનાગઢ ખાતે સિંગદાણા એસોસિએશન વેપારી મંડળ,શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢના વેપારી ભાઈઓ સાથે યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી શ્રી કૈલાસ વિજય વર્ગીય સાથે હાજરી આપી,૮૬-જૂનાગઢ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી તરફી બહુમતીથી મતદાન કરવા અપીલ કરી જેમાં તમામ વેપારીઓએ સમર્થન આપ્યું હતું.














Share