આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે પ્રસિધ્ધ લોકસાહિત્ય કાર શ્રી રાજભા ગઢવી સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમનું બહુમાન કરેલ.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા દુ:ખદ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે, બીલખા અને આજુબાજુ ના ગામ લોકો દ્વારા આયોજિત શોક સભા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ અને દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.





આજરોજ વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે “ગાંવ ચલો અભિયાન” અંતર્ગત રાત્રી રોકાણ કરી ગ્રામજનો સાથે ખાટલા બેઠક નું આયોજન થયેલ જેમાં ઉપસ્થિત રહી લોકો સાથે વાર્તાલાપ કરેલ.





આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી કાર્યક્રમોને અનુલક્ષિને બેઠક મળેલ, જેમા જિલ્લા સંગઠન પ્રભારીશ્રી દિલીપભાઇ પટેલ, જિલ્લા પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રીઓ અને પાર્ટીના આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.





આજરોજ સ્વ. ડો. ભરતસીંહ જશાભાઇ બારડ ના “જન્મોત્સવ” નિમિત્તે ડો. ભરતભાઇ બારડ શૈક્ષણીક સંકુલ-સુત્રાપાડા ખાતે, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના સહયોગ થી આયોજીત “સર્વરોગ નિદાન કેમ્પ” અને “મેગા બ્લડ ડોનેશન કેમ્પ” મા આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.





87 વિસાવદર વિધાનસભા ના સક્રિય સદસ્ય નું સંમેલન ખડીયા ખાતે આવેલ અમૃત ઇન્સ્ટિટ્યૂટ ખાતે મળેલ જેમા આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.





ડો. બાબાસાહેબ આંબેડકરજી ના જન્મોત્સવ નિમિત્તે જૂનાગઢ તાલુકા ના ડુંગરપુર અને પાતાપુર ગામે આંબેડકરજી ની પ્રતિમાને વંદન કરી ફુલહાર કરેલ અને આ પ્રસંગે યોજાયેલ રેલીમાં હાજરી આપેલ.





આજરોજ વિસાવદર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિવિધ વિકાસકામોના ઉદઘાટન અને ખાતમુહર્ત કાર્યક્રમ પ્રસંગે પધારેલ હોઇ ત્યારે આગેવાનો સાથે ઉપસ્થિત રહી સભાને સંબોધીત કરેલ.






આજે ચાપરડા ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબએ પરમ પુજ્ય શ્રી મુક્તાનંદ બાપુ ની શુભેચ્છા મુલાકાત કરી આશિર્વાદ પ્રાપ્ત કરેલ ત્યારે આ અવસરે આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.




