






























આજરોજ જૂનાગઢ સર્કીટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કિરીટભાઇ પટેલ ની અધ્યક્ષતામા બેઠક મળેલ જે બેઠકમાં જિલ્લા હોદેદારો,તાલુકા/જીલ્લા/નગરપાલિકાના હોદ્દેદારો અને ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય જિલ્લા કારોબારી સભ્યો જીલ્લા મોરચા/મંડલના હોદ્દેદારો સાથે અપેક્ષિત સંગઠનના કાર્યકરો બેઠકમાં ઉપસ્થિત રહેલ.બેઠકમાં પાર્ટી દ્વારા સોંપવામાં આવેલ કાર્યક્રમો સત્વરે પૂર્ણ કરવાની સાથે આગામી કાર્યક્રમોની સુચારુ આયોજન અંગે માર્ગદર્શન આપેલ.





આજરોજ “જનસંપર્ક” થી “જન સમર્થન” કાર્યક્રમ અંતર્ગત ૮૭. વિસાવદર વિધાનસભા વિસ્તારના ડુંગરપુર બુથ નંબર-૩ ખાતે ઘર ઘર સંપર્ક અભિયાન દરમિયાન ઘરે ઘરે સ્ટીકર લગાવવામાં આવ્યા સાથે સરકારશ્રીની કલ્યાણકારી વિવિધ લક્ષી યોજનાઓ ની માહિતી સભર પુસ્તિકાનુ વિતરણની સાથે 90 90 90 20 24 નંબર પર મિસ કોલ કરાવી આવેલા લિંકમાં માહિતી ભરી સેવા કાર્યમાં સહભાગી થયો.





કો. ઓપરેટિવ બેન્ક ઓફ ઇન્ડિયાના બિનહરીફ ચેરમેન બનવા બદલ માન. શ્રી અજયભાઈ પટેલ સાહેબ ને આજરોજ રૂબરૂ મળીને અભિનંદન પાઠવેલ.

“ઘર ઘર સંપર્ક અભિયાન” અંતર્ગત આજરોજ ૮૭-વિસાવદર વિધાનસભા વિસ્તારના ડુંગરપુર – બુથ નંબર – 3 માં “મારું કામ મારી ફરજ અંતર્ગત” ઘરે ઘરે જઈ લોક સંપર્કની સાથે ગામના સિનિયર આગેવાનો સાથે મુલાકાત કરી સરકાર શ્રી ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ની માહિતી યુકત પત્રિકાનું વિતરણ કરેલ એ વેળાએ સ્થાનિક લોકોએ દેશ ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીજી ને સમર્થન આપ્યું હતું.




