ભેસાણ તાલુકાના પરબવાવડી ખાતે સ્વ. બાલુભાઈ ઉસદડ પરિવાર દ્રારા શરૂ કરવામાં આવેલ લક્ષ્મી પેટ્રોલિયમ ના શુભારંભ પ્રસંગે પરબધામ ના મહંતશ્રી કરશનદાસબાપુ સાથે ઉપસ્થિત રહી નવા સોપાન ની શુભકામના પાઠવી…





આજરોજ માર્કેટિંગ યાર્ડ – જૂનાગઢ ખાતે ખડિયા ગામ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.






સહકારી ક્ષેત્રે ને મહત્વ આપવા માટે વર્ષ 2025 ને આંતરરાષ્ટ્રીય સહાકારીતા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહેલ છે. આ ના અનુસંધાને જિલ્લા સહકારી બેન્ક દ્વારા આયોજીત “સહકાર થી સમૃદ્ધિ” કાર્યક્રમ માં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ.




જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા દુ:ખદ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે, બીલખા અને આજુબાજુ ના ગામ લોકો દ્વારા આયોજિત શોક સભા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ અને દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.





આજરોજ વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે “ગાંવ ચલો અભિયાન” અંતર્ગત રાત્રી રોકાણ કરી ગ્રામજનો સાથે ખાટલા બેઠક નું આયોજન થયેલ જેમાં ઉપસ્થિત રહી લોકો સાથે વાર્તાલાપ કરેલ.





આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી કાર્યક્રમોને અનુલક્ષિને બેઠક મળેલ, જેમા જિલ્લા સંગઠન પ્રભારીશ્રી દિલીપભાઇ પટેલ, જિલ્લા પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રીઓ અને પાર્ટીના આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.




