Posted in Uncategorized

પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં “DIGICONNECT” કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો જેમાં જિલ્લા કાર્યાલય “પંડિત દિન દયાલ ભવન” ખાતે જૂનાગઢ જિલ્લા તેમજ મહાનગરના હોદ્દેદાર કાર્યકરો સાથે હાજરી આપી યાદગાર ક્ષણોના સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

Posted in Uncategorized

ઝવેરી પંચના ઓબીસી રિપોર્ટનો કેબિનેટમાં સ્વીકાર થતાં રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી સમુદાય માટે મોટી જાહેરાત કરી ૨૭% અનામત જાહેર થતા જુનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દીનદયાલ ભવન” ખાતે સંગઠનના હોદેદારો આગેવાનોને કાર્યકરો સાથે હાજરી આપી ફટાકડા ફોડી મીઠા મોઢા કરીને ઉજવણી કરવામાં આવી.

Posted in Uncategorized

જૂનાગઢ તાલુકાના જામકા ખાતે ગોપી ગૌ સંવર્ધન ટ્રસ્ટનાં ઉપક્રમે યોજાયેલ વૈદિક ગર્ભસંસ્કાર દ્રારા ઉત્તમ સંતતિ નિર્માણ કાર્યક્રમ અંતર્ગત “વૈદિક પરંપરાથી ઉત્તમ ગર્ભ નિર્માણ” સેમીનારનું આયોજન કરાયું જેમાં હાજરી આપી સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો.

Posted in Keshod

“મતદાતા ચેતના અભિયાન” અંતર્ગત કેશોદ શહેર અને તાલુકા ભાજપ

આજ રોજ “મતદાતા ચેતના અભિયાન” અંતર્ગત કેશોદ શહેર અને તાલુકાનો વર્કશોપ યોજાયો, જેમાં જૂનાગઢ જીલ્લા પ્રભારી દિલીપભાઈ પટેલ સાથે હાજરી આપી જેમાં હોદેદારો, આગેવાનો તેમજ તમામ અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં મતદાતા ચેતના અભિયાન કાર્યક્રમ અંતર્ગત કરવાની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપેલ.

+9

B

Posted in Mangarol

મતદાતા ચેતના અભિયાન માંગરોળ ખાતે શહેર/તાલુકા ભાજપ

આજરોજ મતદાતા ચેતના અભિયાન અંતર્ગત બજરંગ વાડી માંગરોળ ખાતે શહેર/તાલુકા કક્ષાનો વર્કશોપ યોજાયો, જેમાં જીલ્લા પ્રભારી દિલીપભાઈ પટેલ સાથે હાજરી આપી જેમાં શહેર/તાલુકા મંડલમાં આવતા તમામ બુથમા રહેતાં બુથ પ્રમુખશ્રીઓ, પ્રભારીશ્રીઓ, દરેક બુથના BLA-2, શક્તિ કેન્દ્રના સંયોજકો અને પ્રભારીશ્રીઓ, નગરપાલિકા/તાલુકા પંચાયત/જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, મંડલ ના હોદેદારો, આગેવાનો તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તા ઊપસ્થિત રહ્યા જેમાં મતદાતા ચેતના અભિયાન કાર્યક્રમ અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Uncategorized

ગૃહ મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.

આજરોજ ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર ના યશસ્વી ગૃહ મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.

May be an image of 2 people and people smiling

B

Posted in Junagadh

મતદાતા ચેતના અભીયાન અંતર્ગત વર્કશોપ – જુનાગઢ

આજરોજ જુનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડીત દીનદયાલ ભવન” ખાતે મતદાતા ચેતના અભીયાન અંતર્ગત વર્કશોપ પ્રદેશ મંત્રીશ્રી ઝવેરીભાઇ ઠકરાર ની અધ્યક્ષતામાં યોજાયો જેમાં મતદાતા ચેતના અભિયાનના સંયોજક, સહ સંયોજક અને લીગલ ટીમ, જિલ્લા ટીમ, મંડલ, મોરચા, પ્રમુખ મહામંત્રી, જીલ્લા પ્રદેશ હોદ્દેદારો, અને અપેક્ષિત સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યાં જેમાં હાજરી આપી મતદાતા ચેતના અભિયાન કાર્યક્રમ અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Keshod

યુવા ભાજપ મિત્ર મંડળ કેશોદ દ્વારા મા.પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલ સાહેબના સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂર્ણ થતા કેશોદ સોની સમાજ ખાતે મહારક્તદાન કેમ્પ તેમજ સર્વ રોગ નિદાનનું આયોજન કરવામાં જેમાં ૨૫૮-જેટલા રક્તદાતાઓ એ રકતદાન કેમ્પમાં જોડાયા હતા.એ વેળાએ મા.પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલ સાહેબની રક્તતુલા કરવામાં આવી હતી જેમાં હાજરી આપી આયોજકોને બિરદાવ્યા બાદ દર્દીનારાયણની સેવા અર્થે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું.

Posted in JDCC Bank, Junagadh

ધી.જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કની ૬૪ મી સાધારણ સભા

આજ તા:૧૯/૦૮/૨૦૨૩ ને શનિવાર ના રોજ ધી.જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કની ૬૪ મી અને શ્રી સાવજ જુનાગઢ જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી.ની ૧૪ મી વાર્ષિક સાધારણ સભા ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રમુખ શ્રી C.R.Paatil સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં જુનાગઢ, ગીર સોમનાથ જીલ્લાના પશુપાલક ભાઇઓ -બહેનો ને હાજર રહ્યાં હતાં,સાધારણ સભા માં પશુપાલક ભાઈઓ બહેનોને વધુમાં વધુ કેમ મદદરૂપ થવા અંગેના નિર્ણયો કરવામાં આવ્યા.

Posted in Junagadh

માર્કેટિંગ યાર્ડ જુનાગઢ વેપારી મહામંડળ દ્વારા મારા અઘ્યક્ષ સ્થાને મહાનુભાવોના અભિવાદન સમારોહ

આજરોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જુનાગઢ વેપારી મહામંડળ દ્વારા મારા અઘ્યક્ષ સ્થાને મહાનુભાવોના અભિવાદન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમ માં મારું બહુમાન કરવામાં આવ્યું એ બદલ હું એ.પી.એમ.સી વેપારી મહામંડળનો આભાર વ્યક્ત કરું છું.