આજરોજ જુનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય. “પંડીત દીનદયાલ ભવન” ખાતે જીલ્લા લીગલ સેલની બેઠક મળી જેમાં પાર્ટી દ્વારા સોંપવામાં આવેલ કાર્યક્રમો અંગેની કામગીરી સાથે વિવિધ સંગઠાત્મક કાર્યક્રમો અંગે જરૂરી માર્ગદર્શન આપેલ.





આજરોજ જૂનાગઢ સર્કીટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કિરીટભાઇ પટેલ ની અધ્યક્ષતામા બેઠક મળેલ જે બેઠકમાં જિલ્લા હોદેદારો,તાલુકા/જીલ્લા/નગરપાલિકાના હોદ્દેદારો અને ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય જિલ્લા કારોબારી સભ્યો જીલ્લા મોરચા/મંડલના હોદ્દેદારો સાથે અપેક્ષિત સંગઠનના કાર્યકરો બેઠકમાં ઉપસ્થિત રહેલ.બેઠકમાં પાર્ટી દ્વારા સોંપવામાં આવેલ કાર્યક્રમો સત્વરે પૂર્ણ કરવાની સાથે આગામી કાર્યક્રમોની સુચારુ આયોજન અંગે માર્ગદર્શન આપેલ.





આજરોજ “જનસંપર્ક” થી “જન સમર્થન” કાર્યક્રમ અંતર્ગત ૮૭. વિસાવદર વિધાનસભા વિસ્તારના ડુંગરપુર બુથ નંબર-૩ ખાતે ઘર ઘર સંપર્ક અભિયાન દરમિયાન ઘરે ઘરે સ્ટીકર લગાવવામાં આવ્યા સાથે સરકારશ્રીની કલ્યાણકારી વિવિધ લક્ષી યોજનાઓ ની માહિતી સભર પુસ્તિકાનુ વિતરણની સાથે 90 90 90 20 24 નંબર પર મિસ કોલ કરાવી આવેલા લિંકમાં માહિતી ભરી સેવા કાર્યમાં સહભાગી થયો.





“ઘર ઘર સંપર્ક અભિયાન” અંતર્ગત આજરોજ ૮૭-વિસાવદર વિધાનસભા વિસ્તારના ડુંગરપુર – બુથ નંબર – 3 માં “મારું કામ મારી ફરજ અંતર્ગત” ઘરે ઘરે જઈ લોક સંપર્કની સાથે ગામના સિનિયર આગેવાનો સાથે મુલાકાત કરી સરકાર શ્રી ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ની માહિતી યુકત પત્રિકાનું વિતરણ કરેલ એ વેળાએ સ્થાનિક લોકોએ દેશ ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીજી ને સમર્થન આપ્યું હતું.





આજે 87-વિસાવદર વિધાનસભા વિસ્તારના ડુંગરપુર બુથ નંબર-૩ ખાતે #ઘર_ઘર_સંપર્ક_અભિયાન અંતર્ગત ગામના સરપંચ અને પૂર્વ સરપંચ સાથે મુલાકાત કરી સરકારશ્રીની લોક ઉપયોગી કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતી પુસ્તિકાઓનું વિતરણ કરી સરકારશ્રીની યોજનાઓનો છેવાડાના માનવી સુધી લાભ મળે તેવા પ્રયાસ કરેલ.





#9YearsOfModiGovernment …. માભારતીના સેવક અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારની સફળતાનાં “૯” વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજરોજ વિશેષ જન સંપર્ક અભિયાન અંતર્ગત ૮૭.વિસાવદર વિધાનસભાના ડુંગરપુર બુથ નંબર-૩ ના પ્રમુખ અલ્પેશ હરિભાઈ પરમારના નિવાસ સ્થાને સૌ કાર્યકર્તા સાથે ભોજન કર્યું.




