Posted in Junagadh

મનન અભાણી ના શુભ વિવાહ લગ્ન પ્રસંગે હાજરી આપી આશીર્વાદ પાઠવ્યા.

આજરોજ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર ના યુવા મોરચાના અધ્યક્ષ મનન અભાણી ના શુભ વિવાહ લગ્ન પ્રસંગે યોજાયેલ સત્કાર સમારોહમાં હાજરી આપી આશીર્વાદ પાઠવ્યા.

Posted in Junagadh

#9YearsOfModiGovernment કાર્યકર્તા સાથે ભોજન કર્યું.

#9YearsOfModiGovernment …. માભારતીના સેવક અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારની સફળતાનાં “૯” વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજરોજ વિશેષ જન સંપર્ક અભિયાન અંતર્ગત ૮૭.વિસાવદર વિધાનસભાના ડુંગરપુર બુથ નંબર-૩ ના પ્રમુખ અલ્પેશ હરિભાઈ પરમારના નિવાસ સ્થાને સૌ કાર્યકર્તા સાથે ભોજન કર્યું.

+2

Posted in Junagadh

શ્રી શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિતે પુષ્પાંજલિ

“જહાં હુએ બલિદાન મુખર્જી વો કાશ્મીર હમારા હૈ” નો નારો જેના બલિદાન થકી પ્રચલિત થયો એમના આંદોલન ને કારણે આજે કાશ્મીર હિન્દુસ્તાન નો અભિન્ન અંગ રહ્યું છે તેવા જનસંઘ ના સ્થાપક શ્રી શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિતે આજરોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી એમને શત શત વંદન કર્યા.

Posted in Junagadh

ડુંગરપુર બુથ નંબર-3 ખાતે ઘરે ઘરે જઈ જન સંપર્ક કરી સ્ટીકર લગાડી

“જન સંપર્ક”થી “જન સમર્થન”

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સુશાસનના “૯” વર્ષ પૂર્ણ થવાના અવસરે જુનાગઢ જિલ્લા નાં ૮૭.વિસાવદર વિધાનસભા વિસ્તારના ડુંગરપુર બુથ નંબર-3 ખાતે ઘરે ઘરે જઈ જન સંપર્ક કરી સ્ટીકર લગાડી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓની માહિતીસભર પત્રિકાઓનું વિતરણ કરી, 9090902024 ઉપર સૌકોઇએ મિસકોલ કરી મોદીજી ને સમર્થન આપેલ.

+7

Posted in Junagadh

9090902024 ઉપર સૌકોઇએ મિસકોલ કરી મોદીજી ને સમર્થન આપેલ

“ઘર ઘર સંપર્ક અભિયાન” અંતર્ગત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સુશાસનના “૯” વર્ષ પૂર્ણ થવાના અવસરે જુનાગઢ જિલ્લા નાં ૮૭-વિસાવદર વિધાનસભા વિસ્તારના ડુંગરપુર ગામે બુથ નંબર-3 ખાતે આવેલ શીવ મંદિરે દર્શન કરી “મારું કામ મારી ફરજ” સમજી બુથ સમિતિ અને પેઇજ સમિતિના પ્રમુખો સાથે સંપર્ક કરી કાર્યક્રમની શરુઆત કરી, 9090902024 ઉપર સૌકોઇએ મિસકોલ કરી મોદીજી ને સમર્થન આપેલ, whatsapp ગ્રુપ માં સભ્યો ઉમેરી વોટ્સએપ ગ્રુપ નું કાર્ય પૂર્ણ કરાવેલ.

+5

Posted in Junagadh

કેન્દ્ર સરકારને “9” વર્ષ પૂર્ણ થતા જનસંપર્ક અભિયાન કાર્યક્રમ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને “9” વર્ષ પૂર્ણ થતા જનસંપર્ક અભિયાન કાર્યક્રમ અંતર્ગત આજરોજ 13-જૂનાગઢ લોકસભા વિસ્તારનું વિશાળ “મહાસંમેલન” આસોપાલવ રિસોર્ટ, વેરાવળ (ગીર સોમનાથ) ખાતે પૂર્વ મંત્રી શ્રી આર.સી.ફળદુ, જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્યોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયું.જેમાં સરકારશ્રીની “9”વર્ષની લોક ઉપયોગી યોજનાઓ,સિદ્ધિઓને યાદ કરી હતી. એ સમેલંનમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ હોદ્દેદારો બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

+7

Posted in Junagadh

૯ વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ, ઘર-ઘર સંપર્ક અભિયાન …

૯ વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ, ઘર-ઘર સંપર્ક અભિયાન …

આજરોજ “અલ્પકાલીન વિસ્તારક યોજનાં” અંતર્ગત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતેથી વર્ચ્યુલ બેઠક યોજાઇ જે બેઠક અંતર્ગત જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જીલ્લા કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત 87 વિસાવદર વિધાનસભા ની કાર્યશાળા યોજાઈ જેમાં અપેક્ષિત સંગઠનના કાર્યકર્તાઓ હોદ્દેદારો અને વિસ્તારકો ઉપસ્થિત રહ્યા હતા,જે કાર્ય શાળામાં હાજર રહી જરૂરી માર્ગદર્શન મેળવી વિસ્તારકોને કિટનું વિતરણ કર્યું.

+6

Posted in Junagadh

આજરોજ જુનાગઢ વંથલી હાઇવે રોડ પર ભારતીય જનતા પાર્ટીના ડો.સેલના કનવિનર ડો. નીરવ સાતાસિયા સાહેબ, ડો.ઉદય જલું અને એમની ટીમ દ્વારા નવ નિર્મિત “સમન્વય” હોસ્પિટલ, ધ અલ્ટિમેટ કેરના પ્રારંભે હાજરી આપી શુભકામનાઓ પાઠવી.

+2

Posted in Junagadh

અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત અપેક્ષીત કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં બેઠક

આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટીના જીલ્લા કાર્યાલય ખાતે આગામી તા.૨૫ થી ૨૭, સુધી થનાર અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત અપેક્ષીત કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં બેઠક મળી જેમાં હાજરી આપી આગામી કાર્યક્ર્મોના સુચારુ આયોજન અર્થે માહિતગાર કર્યા.

+5

Posted in Junagadh

“ભવનાથ મહાદેવ” નું પૂજન અર્ચન કરી ગાંધીનગર જવા પ્રસ્થાન કરેલ.

બિપરજોય ચક્રવાત અંતર્ગત ગુજરાત રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ સતત પાંચ દિવસ જુનાગઢ જિલ્લામાં રહીને વહીવટી તંત્રને કાર્યકર્તાઓને સાથે રાખી અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી સતત માર્ગદર્શન આપવા બદલ એમનો આભાર વ્યક્ત કરું છું. સાથે આજે તેઓએ ભવનાથ સ્થિત “ભવનાથ મહાદેવ” નું પૂજન અર્ચન કરી ગાંધીનગર જવા પ્રસ્થાન કરેલ.

+2