શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જુનાગઢ દ્વારા વેક્સિનેશન તેમજ કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પ નું આયોજન કરાયુંજુનાગઢ માર્કેટિંગ યાર્ડ અને આરોગ્ય સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયો મેગા રસીકરણ અને રેપિડ ટેસ્ટ કેમ્પસરકાર શ્રી દ્વારા 18 વર્ષ થી ઉપરના લોકો માટે વેક્સિન આપવા નું સરું કર્યું છે ત્યારે જુનાગઢ માર્કેટીંગ યાર્ડ ના ઉત્સાહી ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા 18 વર્ષ થી ઉપરના સર્વે જ્ઞાતિ ના લોકો માટે કેમ્પનું આયોજન કરાયું જેનું દીપ પ્રાગટ્ય પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માર્કેટીંગ યાર્ડના ચેરમેન કિરીટભાઈ પટેલ તેમજ ખેડૂત પ્રતિનિધિઓ તેમજ વેપારી પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.રસીકરણ કેમ્પ માં સરકારશ્રીના નિયમ અનુસાર સોશીયલ ડિસ્ટન્સના પાલન કરાયું હતું તમામ કાર્યક્રમ નું સંચાલન માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી પી એસ ગજેરાએ કર્યું હતું . રસીકરણ કેમ્પ ની શરૂઆત કરાયા બાદ ચેરમેન કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે સરકારશ્રીની નેમ અનુસાર કોઈ પણ વ્યક્તિ વેક્સિનેશન થી બાકાત ન રહી જાય તે માટે કાળજી લઈને દરેક લોકો વેક્સિનેશન કરાવે તેમ ઉપસ્થિત રહેલા તમામ વેપારી મિત્રોને અનુરોધ કરવામાં આવ્યો હતો.
Category: Junagadh
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશોદ, માંગરોળ અને માણાવદર ના નવયુવાનો સાથે બેઠક કરેલ.
આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશોદ, માંગરોળ અને માણાવદર ના નવયુવાનો સાથે બેઠક કરેલ. ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવાનો જબરો ઉત્સાહ આ યુવાનો માં જોવા મળેલ. આ યુવાનોજ ભાજપ ની સાચી મુડી છે અને ભવિષ્ય પણ તેજ છે. જિલ્લા ના નવયુવાનો સાથે બેઠક નો આ બીજો દિવસ હતો.
જૂનાગઢ ખેતીવાડી બજાર સમિતિ – જૂનાગઢ ના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓની બેઠક મળેલ.
આજરોજ જૂનાગઢ ખેતીવાડી બજાર સમિતિ – જૂનાગઢ ના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓની બેઠક મળેલ જેમાં ઉપસ્થિત રહેલ .
જીલ્લા ભાજપના નવનિયુક્ત મોરચા ના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીઓ સાથે પરિચય બેઠક કરી.
આજે જૂનાગઢ જીલ્લા ભાજપના નવનિયુક્ત મોરચા ના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીઓ સાથે પરિચય બેઠક કરી આગામી સમયમાં જિલ્લા ભાજપ ના તમામ મોરચાને વધુ મજબૂત કરવા અને પ્રદેશ માંથી આવતા કાર્યક્રમો સફળ રીતે કરી દરેક મંડલ ના મોરચા ને મજબૂત કરવા માટે ની ચર્ચા કરી
જૂનાગઢ જીલ્લા ભાજપના નવનિયુક્ત મોરચા ના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રી ઓ સાથે શુભેચ્છા મુલાકાત.
આજે જૂનાગઢ જીલ્લા ભાજપના નવનિયુક્ત મોરચા ના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રી ઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
ડુંગરપુર ગામે “સેવાહી સંગઠન” અંતર્ગત જૂનાગઢ તાલુકા ભાજપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ માં ઉપસ્થિત રક્તદાતાઓને સન્માનિત કર્યા.
આજરોજ ડુંગરપુર ગામે “સેવાહી સંગઠન” અંતર્ગત જૂનાગઢ તાલુકા ભાજપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ માં ઉપસ્થિત રહી રક્તદાતાઓને સન્માનિત કર્યા.
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકા ભાજપ ના મુખ્ય હોદ્દેદારો અને આગેવાનો સાથે આગામી કાર્યક્રમો ના અનુસંધાને બેઠક મળેલ.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકા ભાજપ ના મુખ્ય હોદ્દેદારો અને આગેવાનો સાથે આગામી કાર્યક્રમો ના અનુસંધાને બેઠક મળેલ જેમાં જિલ્લા સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ખાસ ઉપસ્થિત રહેલ.
જુનાગઢ તાલુકાનાં ઈશાપુર ગામના ખેડૂત ખાતેદાર તથા મજેવડી ગામના ખેડૂત ખાતેદારનું અકસ્માતમાં અવસાન થતાં શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અકસ્માત વીમા યોજના અંતર્ગત રૂપિયા ૧,૫૦,૦૦૦/- ના ચેક અપૅણ કરવામાં આવેલ.
જુનાગઢ તાલુકાનાં ઈશાપુર ગામના ખેડૂત ખાતેદાર વિપુલભાઈ કડવાભાઈ ડોબરીયા તથા મજેવડી ગામના ખેડૂત ખાતેદાર લલીતભાઈ કાનાભાઈ પબાણી નું અકસ્માતમાં અવસાન થતાં શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અકસ્માત વીમા યોજના અંતર્ગત આજ રોજ તેમના વારસદાર રીટાબેન વિપુલભાઈ ડોબરીયા તથા જેન્તીભાઈ કાનાભાઈ પબાણી ને રૂપિયા:૧,૫૦,૦૦૦/- ના ચેક અપૅણ કરવામાં આવેલ.
કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લામાં પીએચસી સેન્ટર ની મુલાકાત લીધેલ.
આજરોજ કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા ની ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લામાં મેંદપરા , સાંખડાવદર , બગડું , સાસણ , અમરાપુર , કેવદ્રા , મેખડી વિવિધ પીએચસી સેન્ટર ની મુલાકાત લીધેલ.
Visited the Covid-dedicated center at Village:Sakhadavadar Taluko
Visited the Covid-dedicated center at Village:Sakhadavadar Taluko:Junagdh along with Dr.Akash Korat & his team and inspected the arrangements as well as appreciated the frontline Man Dr.Yashwant Patoliya & his team Members.










































































