Posted in Junagadh

સમગ્ર જૂનાગઢ નગર ની ગૌશાળા ઓ ના લાભાર્થે આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ઉપસ્થિત રહેલ

આજરોજ સમગ્ર જૂનાગઢ નગર ની ગૌશાળા ઓ ના લાભાર્થે આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના ધાર્મિક કાર્યક્રમ માં ઉપસ્થિત રહી મહંત શ્રી મહેશગિરી બાપુ અને સંતો ના આશીર્વાદ પ્રાપ્ત કરેલ.

Posted in Junagadh

જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત સરકાર દ્વારા ચાલતી ટેકાના ભાવની મગફળીની ખરીદ કેન્દ્રની મુલાકાત લીધેલ.

આજરોજ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત સરકાર દ્વારા ચાલતી ટેકાના ભાવની મગફળીની ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ જુનાગઢ તાલુકાના ખેડૂત ભાઈઓ સાથે પરામર્સ કરી અને સવલતો જળવાઈ રહે તે માટે જરૂરી સૂચન કરેલ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંગઠનપર્વ -2024 અંતર્ગત કાર્યશાળા નુ આયોજન કરેલ

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંગઠનપર્વ -2024 અંતર્ગત કાર્યશાળા નુ આયોજન પ્રદેશ ચુંટણી અધિકારીશ્રી ઉદયભાઇ કાનગડ, જિલ્લા ચુંટણી અધીકારી શ્રી પ્રશાંતભાઇ કોરાટ, ચુંટણી સહાયક શ્રી સુરેન્દ્રસિંહ વાળા જિલ્લા સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઇ પટેલ અને આગેવાનો ની ઉપસ્થિતી મા યોજાયેલ . આ કાર્યશાળામા અપેક્ષિત આગેવાનો અને કાર્યકર્તાઓ ને ઉત્કૃષ્ટ કામગીરી બદલ આભિનંદન આપેલ. અને જરુરી સુચન કરેલ.

Posted in Junagadh

જુનાગઢ તાલુકાના ખડિયા ગામે શ્રી રાજુભાઈ ડાંગરના સુપુત્ર ચિ.ભરતના શુભ લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહેલ

આજરોજ જુનાગઢ તાલુકાના ખડિયા ગામે શ્રી રાજુભાઈ ડાંગરના સુપુત્ર ચિ.ભરતના શુભ લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહીને પ્રસન્ન લગ્ન જીવનની શુભકામના પાઠવેલ.

Posted in Junagadh

જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ ની જિલ્લા ના સંયોજકો ની બેઠક માં ઉપસ્થિત રહેલ.

આજરોજ જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ ની જિલ્લા ના સંયોજકો ની બેઠક માં ઉપસ્થિત રહી જરૂરી સૂચના આપેલ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંગઠન પર્વ 2024 ની બેઠક મળેલ

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંગઠન પર્વ 2024 અંતર્ગત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રશાંતભાઈ કોરાટ ની ઉપસ્થિતિ મા બેઠક મળેલ. જેમા ઉપસ્થિત રહી હાલ ચાલી રહેલ સંગઠન પર્વ ની કામગીરી ની સમિક્ષા કરેલ અને આગામી સમયનુ આયોજન કરવામાં આવેલ હતું .

Posted in Junagadh

જિલ્લા ભાજપ કાર્યાલય જુનાગઢ ખાતે સંગઠન પર્વ 2024 કાર્ય શાળાનું આયોજન કરવામાં આવ્યું.

આજ રોજ તારીખ 7/11/2024 ના રોજ જિલ્લા ભાજપ કાર્યાલય જુનાગઢ ખાતે સંગઠન પર્વ 2024 કાર્ય શાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ગુજરાત પ્રદેશ ચૂંટણી સહ અધિકારી શ્રી ધવલભાઈ દવે , પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રશાંતભાઈ કોરાટ ,જુનાગઢ જિલ્લાના સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ ની હાજરીમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ હતું .

Posted in Junagadh

જૂનાગઢ ખાતે નૂતન વર્ષના શુભ અવસરે શુભેચ્છા મુલાકાત પાઠવી હતી.

આજે જૂનાગઢ ખાતે નૂતન વર્ષના શુભ અવસરે જૂનાગઢ જિલ્લા ના આગેવાનો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે મુલાકાત કરીને તેમને નવાં વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

Posted in Junagadh

માર્કેટિંગ યાર્ડ માંડવડ ખાતે શ્રમિક ભાઈઓને મીઠાઈ વિતરણ કરી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું…

આજરોજ માર્કેટિંગ યાર્ડ માંડવડ ખાતે ભારત દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે કામદાર શ્રમિક ભાઈઓને મીઠાઈ વિતરણ કરી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું…

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના વિજાપુર સ્થિત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ ભાઈઓ – બહેનો ને ભોજન કરાવી

જૂનાગઢ તાલુકાના વિજાપુર સ્થિત આવેલ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર દિવ્યાંગ ભાઈઓ – બહેનો ને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે ભોજન કરાવી, કેક કાપી ઉજવણી કરવામાં આવેલ…