આજરોજ ધી.જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક લી. સરદારગઢ પેટા બ્રાંચ ખાતે મુલાકાત લઈ બેંકના ખાતેદારોને મળતી જરૂરી સુવિધાની સાથે બેન્ક બિલ્ડિંગ ઇન્ફાસ્ટકચર ને રીનોવેટ કરવા જરૂરી માર્ગદર્શન આપેલ.







આજરોજ ધી.જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક લી. સરદારગઢ પેટા બ્રાંચ ખાતે મુલાકાત લઈ બેંકના ખાતેદારોને મળતી જરૂરી સુવિધાની સાથે બેન્ક બિલ્ડિંગ ઇન્ફાસ્ટકચર ને રીનોવેટ કરવા જરૂરી માર્ગદર્શન આપેલ.







આજરોજ જૂનાગઢ જીલ્લા પંચાયત કચેરી ખાતે ૬૮ કિલોવોટ સોલાર રૂફ્ટોપનું લોકાર્પણ માન.રાજ્ય પંચાયત શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, ગુજરાત સરકાર મંત્રી શ્રી બ્રિજેશ મેરજાનાં હસ્તે કરવામાં આવ્યું જેમાં હાજરી આપી.











આજરોજ જુનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ પરબતભાઈ નાઘેરા એ શુભેચ્છા મુલાકાત લીધી હતી, એ વેળાએ ગીર કેસરી ની પ્રતિકૃતિ આપીને મારું સન્માન કર્યું એ બદલ એમનો આભાર વ્યક્ત કરું છું.

જૂનાગઢ તાલુકાના બીલખા ખાતે જન જનની આરોગ્ય સુખાકારી કાજે શરૂ થયેલા અભિયાનને લઈને સરકારી હોસ્પિટલ બિલખા ખાતે બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરાયું જેમાં વિવિધ રોગના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા લોકો ને તપાસવામાં આવ્યા સાથે જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી તે વેળાએ હાજરી આપી સરકારશ્રીના આ આયોજન ને આગળ ધપાવ્યું હતું.













આજ તા.૨૧ એપ્રિલના રોજ જૂનાગઢ તાલુકાના બાદલપુર ખાતે સ્વ. ધીરુભાઈ નારણભાઈ કુંભાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથાજ્ઞાનયજ્ઞમાં ખોડલધામ નાં ટ્રસ્ટી દિનેશભાઈ કુંભાણી પરિવારના નિમંત્રણને માન આપી સાંસદ રાજેશભાઈ ચુડાસમા સાથે હાજર રહી વક્તા શ્રી જીગ્નેશદાદા (રાધે રાધે) ના મુખેથી કથાનું રસપાન કરવાનો લાહ્વો મળ્યો એ વેળાએ એમને રાધે કૃષ્ણ ની મૂર્તિ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.














આજ ૭ એપ્રીલના રોજ ચૈત્રી નવરાત્રીના છઠ્ઠા નોરતે ગીરીવર ગીરનાર પર્વત પર બિરાજમાન જગત જનની માં અંબા ના દર્શન કરવાં નો અમૂલ્ય અવસર પ્રાપ્ત થાયો.






આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે પાર્ટીના ૪૨ માં સ્થાપના દીન નિમિતે ભાજપ નો ધ્વજ લહેરાવી સ્થાપના દિનની ઉજવણી કરી સ્થાપના દિન નિમિત્તે દરેક સાથી કાર્યકર્તાઓને ખુબ ખુબ શુભેચ્છા.
વંદે માતરમ્.
ભારત માતાકી જય.






આજરોજ મારી કર્મ ભૂમિ જૂનાગઢ તાલુકાના પાતાપૂર ગામ ખાતે પાતાપુર ગ્રામ પંચાયત દ્વારા, ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક ના ચેરમેન બનવા બદલ પાતાપુર ગામ પંચાયત તેમજ ગામના સર્વે વડીલો અગ્રણીઓ, આગેવાનો અને માતાઓ બહેનો અને બાળકો દ્વારા મારું અદકેરું સન્માન કરવામાં આવ્યું તે બદલ હું સર્વે નો ઋણી રહીશ.











આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે જીલ્લા હોદ્દેદારો અને મંડલ પ્રમુખ શ્રીઓની બેઠક મળી જેમાં આગામી 5-એપ્રિલના રોજ યોજાનાર “સક્રિય સભ્ય સંમેલન”ના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી જેમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપેલ.









આજરોજ જૂનાગઢ તાલુકાના ચોરવાડી ગામ ખાતે “શ્રી લેઉવા પટેલ સમાજ યુવા સંગઠન” દ્વારા સમાજ ભવનના જીર્ણોધાર અંતર્ગત યોજાયેલ સત્કાર સમારોહમાં હાજરી આપી સમાજ નિર્માણના કાર્યમાં યોગદાન આપી સહભાગી થયો જે વેળાએ મારું સન્માન કરવામાં આવ્યું, જે બદલ એમનો આભાર વ્યક્ત કરું છું.








