Posted in Junagadh

જીલ્લા પંચાયત કચેરી ખાતે નાં કોન્ફરન્સ હોલ ખાતે ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી ની અધ્યક્ષતામાં મિટીંગ યોજાઇ હતી.

આજરોજ તા.૧૪.૦૯.૨૦૨૧ નાં રોજ જીલ્લા પંચાયત કચેરી ખાતે નાં કોન્ફરન્સ હોલ ખાતે ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી ની અધ્યક્ષતામાં મિટીંગ યોજાઇ હતી.જેમાં સાંસદ રાજેશ ચુડાસમાં,પુર્વકેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જવાહર ભાઈ ચાવડા,જીલ્લા પંચાયત નાં પ્રમુખ શાંતાબેન ખટારીયા,જીલ્લા સહકારી બેંકના એમડી.દિનેશભાઈ ખટારીયા,જૂનાગઢ જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ નગરપાલિકા,પ્રમુખશ્રીઓ તેમજ પાર્ટીના સંગઠન નાં કાર્યકરો જીલ્લા ભાજપ નાં હોદ્દેદારો અને ચુંટાયેલા સભ્યો સાથે બેઠક યોજી હતી,જેમાં લોકહિત નાં પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી,આ બેઠક માં ઉપસ્થિત રહેવાનો લાભ મળ્યો..

Posted in Bhesan

ભેસાણ તાલુકાના છોડવડી ગામ ખાતે ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજીનાં કાર્યક્રમ માં હાજરી આપી સરકારી યોજના નો લાભ છેવાડાના દરેક વ્યક્તિ સુધી પહોંચે એ અર્થે માર્ગદર્શન આપ્યું હતું.

આજરોજ તા.૧૪.૦૯.૨૦૨૧ નાં રોજ ભેસાણ તાલુકાના છોડવડી ગામ ખાતે ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજીનાં હસ્તે “નલ સે જલ” કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જીલ્લાના ભેસાણ તાલુકાની “વાસ્મો ” પુરસ્કૃત પાંચ ગામોની રૂ.૫૦૨.૭૮ લાખના ખર્ચે સાકાર થતી યોજના નું ખાતમુહૂર્ત. કાર્યક્રમ માં હાજરી આપી સરકારી યોજના નો લાભ છેવાડાના દરેક વ્યક્તિ સુધી પહોંચે એ અર્થે માર્ગદર્શન આપ્યું હતું

Posted in Bhesan

ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ગુજરાત સરકાર ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી જૂનાગઢ જિલ્લામા ઉમળકા ભેર સ્વાગત કર્યું હતું.

આજરોજ ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ગુજરાત સરકાર ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી જૂનાગઢ પધારી,જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે ભારતીય જનતા પાર્ટી મધ્યસ્થ કાર્યાલય નું એમના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું.જેમાં સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સાથે ઉપસ્થિત રહેલ. આ અવસરે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો દ્વારા બાઇક રેલી યોજી માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી નું ઉમળકા ભેર સ્વાગત કર્યું હતું.

Posted in Visavadar

વિસાવદર ખાતે લોકો માટે આશીર્વાદ રૂપ સરકાર માન્ય “પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર” નો શુભારંભ કરાવેલ.

આજરોજ વિસાવદર ખાતે લોકો માટે આશીર્વાદ રૂપ સરકાર માન્ય “પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર” નો શુભારંભ કરાવેલ.

Posted in Junagadh, Other City

જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી. દ્વારા જિલ્લામાં ભગવાન સોમનાથ દાદાના સાંનિધ્યે યોજાયેલા કાર્યક્રમ મા પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી સી આર.પાટીલ સાહેબ નાં અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આજરોજ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં ભગવાન સોમનાથ દાદાના સાંનિધ્યે યોજાયેલા કાર્યક્રમ મા પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી સી આર.પાટીલ સાહેબ નાં અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં હાજરી આપી પ્રગતીશીલ ખેડૂતોને સન્માનીત કરવાના કાર્યક્રમ મા સહભાગી થયેલ.

Posted in Junagadh

જૂનાગઢ જીલ્લા કાર્યાલય દિનદયાલ ભવન ખાતે નવ નિર્મિત સ્વામી વિવેકાનંદ પુસ્તકાલય (લાઇબ્રેરી)ના લોકાર્પણ પ્રસંગે પધારતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબનો ભવ્ય સન્માન.

આજરોજ જૂનાગઢ જીલ્લા કાર્યાલય દિનદયાલ ભવન ખાતે નવ નિર્મિત સ્વામી વિવેકાનંદ પુસ્તકાલય (લાઇબ્રેરી)ના લોકાર્પણ પ્રસંગે પધારતા હોય ત્યારે જૂનાગઢ શહેર અને જિલ્લાના પટેલ સમાજ દ્વારા શિવમ પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબનો ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો,જેમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.

Posted in Junagadh

જન આશીર્વાદ યાત્રા લઈને ગુજરાત સરકાર નાં નવનિયુક્ત કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જૂનાગઢ આવી પહોંચ્યા હતાં.

આજરોજ તા. ૦૮/૧૦/૨૦૨૧ નાં રોજ જન આશીર્વાદ યાત્રા લઈને ગુજરાત સરકાર નાં નવનિયુક્ત કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જૂનાગઢ આવી પહોંચ્યા હતાં,પ્રથમ ભવનાથ તળેટી ખાતે ભવનાથ મહાદેવ તથા અંબાજી મંદિર ખાતે પુજન અર્ચન કરીને દોલતપરા થી જન આશિર્વાદ યાત્રા નો પ્રારંભ કરાયો હતો,બાદમાં યાત્રા જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ ખાતે આવી પહોંચી હતી,આ યાત્રા લઈ પધારેલ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ નું સ્વવાગત કરવાનો અવસર પ્રાપ્ત થયો બાદમાં કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ખેડૂત લક્ષી માર્ગદર્શન અંગેના સ્ટોલ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું,બાદમાં યાર્ડનાં સભા ખંડ ખાતે વેપારી મિત્રો અને સિંગદાણા એસોસિએશન નાં વેપારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

Posted in Junagadh

જૂનાગઢ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – જૂનાગઢ ના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓની બેઠક મળેલ જેમાં ઉપસ્થિત રહેલ.

આજરોજ જૂનાગઢ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – જૂનાગઢ ના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓની બેઠક મળેલ જેમાં ઉપસ્થિત રહેલ.

Posted in Junagadh

જૂનાગઢ જીલ્લા કાર્યાલય દિનદયાલ ભવન ખાતે નવ નિર્મિત સ્વામી વિવેકાનંદ પુસ્તકાલય (લાઇબ્રેરી)નું લોકાર્પણ.

આજરોજ જૂનાગઢ જીલ્લા કાર્યાલય દિનદયાલ ભવન ખાતે નવ નિર્મિત સ્વામી વિવેકાનંદ પુસ્તકાલય (લાઇબ્રેરી)ના લોકાર્પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબનાં હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો,જેમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો જેની લાક્ષણિક યાદ રૂપી તસવીરો.

Posted in Manavadar

ગાંધી જયંતી નાં દિવસે માણાવદર ખાતે સેવા અર્થે લોકસેવા કાર્યાલય નાં લોકાર્પણ કાર્યક્રમ.

આજરોજ ગાંધી જયંતી નાં દિવસે વંથલી , માણાવદર અને મેંદરડા ખાતે સેવા અર્થે લોકસેવા કાર્યાલય નાં લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત માણાવદરના ધારા સભ્ય જવાહરભાઈ ચાવડાનાં હસ્તે. પ્રથમ માણાવદર ખાતે લોકસેવા કાર્યાલય નાં કરાયેલ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો,આ લોકસેવા કાર્યાલય દ્વારા નાગરિકોને સરકારની વિકાસલક્ષી યોજનાઓથી લઈને વિવિધ સહાયની તમામ માહિતી પ્રાપ્ત થશે.