Posted in Junagadh

જુનાગઢ જિલ્લા તેમજ તાલુકાના હોદ્દેદારો,ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે જુનાગઢ જિલ્લા તેમજ તાલુકાના હોદ્દેદારો,ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Junagadh

મોદી સાહેબ જૂનાગઢ ની પવિત્ર ધરા પર પધારી રહ્યાં છે, આયોજન અર્થે ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું.

આગામી તા.૧૯ ઓક્ટોબરના રોજ વૈશ્વિક નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જૂનાગઢ ની પવિત્ર ધરા પર પધારી રહ્યાં છે, તે અંતર્ગત ” માર્કેટિંગ યાર્ડ, માંડાવડ ” ખાતે વિસાવદર શહેર/તાલુકા ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદેદારોની બેઠક યોજાઈ જેમાં ઉપસ્થિત રહી આયોજન અર્થે ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું.

Posted in Junagadh

મારું અદકેરું સન્માન કરી શુભેચ્છા પાઠવી એ બદલ એમનો આભાર વ્યક્ત કરું છું.

આજરોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે ફરીથી મારી નિમણૂક થતા વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યકર્તાઓ અને આગેવાનો એ મારું અદકેરું સન્માન કરી શુભેચ્છા પાઠવી એ બદલ એમનો આભાર વ્યક્ત કરું છું.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે આજે ફરીથી મારી વરણી થતા કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવી

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે આજે ફરીથી મારી વરણી થતા જુનાગઢ જિલ્લા પ્રભારી ધવલભાઇ દવે, જુનાગઢના લોકલાડીલા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મંત્રી શ્રી દેવાભાઈ માલમ તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી ડો. જય કુમાર ત્રિવેદી સાથે જુનાગઢ મહાનગરના પ્રમુખશ્રી પુનિતભાઈ શર્મા સાથે મહાનગર જુનાગઢ ના મંત્રીશ્રીઓ તેમજ કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવી એ વેળાએ એમનો આભાર વ્યક્ત કરું છું.

Posted in Junagadh

જૂનાગઢ જીલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે સતત બીજીવાર મને જવાબદારી સોંપવા બદલ આભારી છુ.

આજ તા.૧૬-ઓક્ટોબર ના રોજ “જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી.” ના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂટણી યોજાઈ. જેમાં મારા પર વિશ્વાસ મૂકી જૂનાગઢ જીલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે સતત બીજીવાર મને જવાબદારી સોંપવા બદલ માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશના આગેવાનો તેમજ બેંકના તમામ ડિરેક્ટરશ્રીઓ અને ભાજપના શીર્ષ નેતૃત્વ નો ખુબ ખુબ આભારી છુ.

Posted in Junagadh

શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગામી જૂનાગઢના પ્રવાસ કાર્યક્રમના આયોજન બેઠક

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય “પંડીત દીનદયાલ ભવન” ખાતે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગામી જૂનાગઢના પ્રવાસ કાર્યક્રમના આયોજન અર્થે જુનાગઢ જીલ્લા/મહાનગર, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના આગેવાનો પૂર્વ ધારાસભ્યો, સિનિયર આગેવાનો, કાર્યકરોની બેઠક મળી જે બેઠકમાં પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, જુનાગઢ જીલ્લા ના સંગઠન પ્રભારી ધવલભાઈ દવે, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાથે હાજરી આપી, વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ અંતર્ગત સુચારુ આયોજન અર્થે જરૂરી માર્ગદર્શન આપ્યું.

Posted in Junagadh

૮૮-કેશોદ વિધાનસભાની સંગઠન બેઠક

આજરોજ ૮૮-કેશોદ વિધાનસભાની સંગઠન બેઠક શ્રી પાનદેવ લેઉઆ પટેલ સમાજ કેશોદ ખાતે પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા,કેશોદ વિધાનસભાના સીટનાં ઇન્ચાર્જ વિજય કોરાટની ઉપસ્થિતીમાં યોજાઇ, જેમાં સીનીયર આગેવાનો, અપેક્ષીત કાર્યકર્તાઓ તેમજ પાર્ટીનાં તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જે બેઠકમાં હાજરી આપી,આગામી ગુજરાત ગૌરવ યાત્રાના રૂટના આયોજન સાથે વિધાનસભા ચૂંટણી અંતર્ગત સંગઠનને વધુ મજબુત બનાવવા જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh

૮૯-માંગરોળ વિધાનસભાની સંગઠન બેઠક

આજરોજ ૮૯-માંગરોળ વિધાનસભાની સંગઠન બેઠક પટેલ સમાજ માળીયા હાટીના ખાતે પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબની ઉપસ્થિતીમાં મળી,જેમાં પાર્ટીના અપેક્ષીત કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, આ બેઠકમાં હાજરી આપી આગામી આવનારી “ગુજરાત ગૌરવ યાત્રા” ના આયોજન સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જૂનાગઢના પ્રવાસ કાર્યક્રમનાં સુચારુ આયોજન સાથે વિધાનસભા ચૂંટણી અંતર્ગત સંગઠાત્મક કાર્ય અંગે જરૂરી સુચનો કરેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના બિલખા ખાતે સમુહ લગ્નોત્સવ માં ઉપસ્થિત રહી નવ દંપતીને આશીર્વાદ આપેલ.

આજરોજ જૂનાગઢ તાલુકાના નવાગામ શ્રી નુરસતાગોર ધામ (બિલખા) ખાતે શ્રી ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્રારા આયોજીત સમુહ લગ્નોત્સવ માં સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સાથે ઉપસ્થિત રહી પ્રભૂતામાં પગલા પાડતા નવ દંપતીને આશીર્વાદ આપેલ.

Posted in Junagadh

રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી શિવપ્રકાશજી ના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ તાલુકા ગ્રામ્ય મંડલની ટિફિન બેઠક મળી.

આજ તા.7મી મે નારોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડિત દિનદયાલ ભવન ખાતે રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી શિવપ્રકાશજી ના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ તાલુકા ગ્રામ્ય મંડલની ટિફિન બેઠક મળી, જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, મંત્રી શ્રી દેવાભાઈ માલમ સહિત જૂનાગઢ તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.