વડાલ ખાતે સરદાર સાહેબ ના સ્ટેચ્યુ ને પુષ્પમાળા પહેરાવી ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યા. ઉપસ્થિત સર્વે એ ભાજપ ના ઉમેદવાર હર્ષદભાઈ રિબડીયા ને વડાલ ગામ માંથી અભૂતપૂર્વ લીડ આપવાનું વચન આપેલ.







વડાલ ખાતે સરદાર સાહેબ ના સ્ટેચ્યુ ને પુષ્પમાળા પહેરાવી ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યા. ઉપસ્થિત સર્વે એ ભાજપ ના ઉમેદવાર હર્ષદભાઈ રિબડીયા ને વડાલ ગામ માંથી અભૂતપૂર્વ લીડ આપવાનું વચન આપેલ.







૮૬- જૂનાગઢ વિધાનસભા ચૂંટણી અંતર્ગત જૂનાગઢ બેઠક ના ઉમેદવાર સંજયભાઈ કોરડીયા ના સમર્થન માં જૂનાગઢ ખાતે સિંગદાણા એસોસિએશન વેપારી મંડળ,શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢના વેપારી ભાઈઓ સાથે યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી શ્રી કૈલાસ વિજય વર્ગીય સાથે હાજરી આપી,૮૬-જૂનાગઢ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી તરફી બહુમતીથી મતદાન કરવા અપીલ કરી જેમાં તમામ વેપારીઓએ સમર્થન આપ્યું હતું.














Share
આજ તા ૧૮ નવેમ્બરના રોજ ભેસાણ ખાતે ભારત સરકારના મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી વિભાગના રાજ્યમંત્રી અને ગુજરાતનું ઘરેણું એવા લોકલાડીલા નેતા માનનીય શ્રી પરષોત્તમ રૂપાલા સાહેબે ૮૭ – વિસાવદર વિધાનસભા મત વિસ્તારના ભેસાણ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદભાઈ રીબડીયા નું ચૂંટણી કાર્યાલયનો શુભ પ્રારંભ કરાવ્યો, જેમાં હાજરી આપી.

























આજરોજ જૂનાગઢ જિલ્લાની ૮૫- માણાવદર વિધાનસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જવાહરભાઈ ચાવડાના સમર્થનમાં યોજાનાર જાહેર જનસભામાં પધારતા ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું માણાવદર હેલીપેડ ખાતે સ્વાગત કર્યું.







આજ તા ૧૮ નવેમ્બર ના રોજ જૂનાગઢ જિલ્લાની ૮૫- માણાવદર વિધાનસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જવાહરભાઈ ચાવડાના સમર્થનમાં યોજાયેલી જાહેર જનસભામાં ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ઉસ્થીત રહી જાહેરસભામાં હાજરી આપી જેમાં વિશાળ સંખ્યામાં જન સમુદાય સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉસ્થીત રહ્યા જેમાં જવાહરભાઈને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે જનાધાર જોવા મળ્યો.












આજરોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય “દીનદયાલ ભવન” ખાતે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને નિરીક્ષકો દ્વારા હાથ ધરાયેલ પ્રક્રિયા માટેના જરૂરી સૂચનો સાથે આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી.















પેજ સમિતિનાં પ્રમુખશ્રીઓ અને સભ્યશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના પરિવાર છે. ત્યારે આજરોજ નૂતન વર્ષના પ્રથમ દિવસે ૮૭- વિસાવદર વિધાનસભા બુથ નંબર-૨૦ જૂનાગઢ તાલુકાના બામણગામ ખાતે બામણગામ-૧ પેઇજ નંબર -૧૫.ના પ્રમુખ અનિલભાઈ માળવીયાના નિવાસસ્થાને જઈ મીઠું મોઢું કરી દિવાળીપર્વ અને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી.
















આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિસાવદર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત ૩૫ થી વધુ હોદેદારો સાથે વિશાળ સંખ્યામાં કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીની વિકાસયાત્રાને પ્રેરાઈને કેસરિયો ધારણ કર્યો, એ વેળાએ હાજરી આપી કાર્યકર્તાઓને ભાજપમાં પ્રવેશ કરાવ્યો.



















આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય “પંડીત દીનદયાલ ભવન” ખાતે જૂનાગઢ જિલ્લા ભાજપના હોદ્દદારો સાથે બેઠક મળી, જેમાં આગામી કાર્યક્રમોના આયોજન અર્થે જરૂરી માર્ગદર્શન આપ્યું.











આજરોજ જૂનાગઢ તાલુકાના ખડિયા ખાતે આવેલા દલિત સમાજ માં જિલ્લા પંચાયતની ગ્રાન્ટ માંથી રૂ. પાંચ લાખના ખર્ચે તૈયાર થનાર “રેન બસેરા” બિલ્ડિંગનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત કરાયું, સાથે સુલભ શૌચાલય માટે રૂ. 3 લાખ ની ફાળવણી કરી એ વેળાએ હાજરી આપી, વિકાસ કાર્યને વેગવંતુ બનાવવામાં સહભાગી થયો.

















