આજરોજ કેશોદ ખાતે ૮૮- કેશોદ વિધાનસભા ચૂંટણી અંતર્ગત કેશોદ નગરપાલિકાના સદસ્યો, આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી ચૂંટણી વ્યવસ્થાના સુચારુ આયોજન અંગે જરૂરી સૂચનો કરેલ.





આજરોજ બીલખા ખાતે ભાજપ ની જાહેર સભા યોજાઈ હતી, આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રાથી પ્રેરાઈને વિવિધ સમાજના ૪૦ થી વધુ આગેવાનો એ કેસરિયો ધારણ કર્યો હતો. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોએ વિજય નો વિશ્વાસ વ્યક્ત કરેલ.
























આજ તા.૨૮ નવેમ્બરના રોજ ૮૭- વિસાવદર વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ના સમર્થનમાં જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ખાતે શ્રી જવાહર ભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં ગામના અગેવાનો સાથે ઉત્સાહી માહોલ માં બેઠક કરેલી, આ તકે ભાજપે કરેલ કામો જણાવી બહુમતી થી ભાજપ ને જીતાડવાની અપીલ કરેલી. સભામાં હાજર રહેલ સૌકોઈ આગેવાનો અને ગામ જનોએ જીત નો વિશ્વાસ વ્યક્ત કરેલ.















આજરોજ માળીયા હાટીના ખાતે શ્રી અમિતભાઇ શાહ સાહેબ ની ઉપસ્થિતીમાં “વિજય સંકલ્પ સંમેલન” યોજાયેલ. જેમાં અમિતભાઈ ને સાફો પહેરાવી તેમનું અને વિશાળ સંખ્યા માં ઉપસ્થિત સૌ લોકો નું શાબ્દિક સ્વાગત કરેલ.











