Posted in Junagadh

જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવનની મુલાકાત કરી

બિપરજોય વાવાઝોડાને પગલે આજરોજ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા)એ જિલ્લા વહીવટી તંત્રની સાથે રહી જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવનની મુલાકાત કરી સંભવિત બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત તાલુકા સેન્ટર પર કોલ કરી સરપંચો, કર્મચારીઓ સાથે વાત કરી પરિસ્થિતિનો ચિતાર મેળવી જરૂરી વ્યવસ્થા અંગે સૂચનો કર્યા હતા, એ વેળાએ આપત્તિ સમયે ફૂડ પેકેટ તૈયાર કરી સેવા આપનાર સેવાભાવી સંસ્થાઓને બિરદાવી હતી.

+4

Posted in Junagadh

સાવજ ડેરી) ખાતે રાજ્ય સરકારના મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલે મુલાકાત કરી,

આજરોજ શ્રી સાવજ જૂનાગઢ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (સાવજ ડેરી) ખાતે રાજ્ય સરકારના મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલે મુલાકાત કરી, વાવાઝોડા દરમ્યાન દૂધના પુરવઠાનો પૂરતો સ્ટોક રાખવા અંગે સૂચનો કરી, ડેરી ખાતે ચાલતા પ્લાન્ટ નિહાળી તૈયાર થતી પ્રોડક્ટ અંગે જાણકારી મેળવી પ્રભાવીત થયા હતા.

+5

Posted in Maliya

માળીયા હાટીના ખાતે તાલુકા પંચાયત ભવનની આજરોજ મુલાકાત કરી

બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) જોડે રહી માળીયા હાટીના ખાતે તાલુકા પંચાયત ભવનની આજરોજ મુલાકાત કરી સંભવિત બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત તાલુકા સેન્ટર ઉપર ફરજ બજાવતા કર્મચારીઓ સાથે વાતકરી પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી વ્યવસ્થા અંગે સંલગ્ન ડિપાર્ટમેન્ટ ને જરૂરી સૂચનો કર્યા હતા,

Posted in Mangarol

NDRF ની ટીમ ને મળીને પરિસ્થિતિનો તાગ મેળવી જરુરી સૂચન કરેલ.

સંભવીત બિપરજોય વાવાઝોડાને ઘ્યાને લઈ આજરોજ માંગરોળ “બંદર” ખાતે રાજ્ય મંત્રી શ્રી જગદીશ પાંચાલ (વિશ્ર્વકર્મા) ની ઉપસ્થિતિમાં માંગરોળ દરીયા કિનારે “જેટી” અને “દીવા દાંડી” ખાતે ઓલ ઇન્ડિયા માછીમાર સમાજના પ્રમુખશ્રી વેલજીભાઈ મસાણી, ધારાસભ્યો સાથે હાજર રહી સ્થળ મુલાકાત કરી દરિયા કિનારે તેનાદ કરેલ NDRF ની ટીમ ને મળીને પરિસ્થિતિનો તાગ મેળવી જરુરી સૂચન કરેલ.

+9

Boost this post to reach up to 2011 more people if you spend ₹577.

Boost post

Posted in Junagadh

બોરદેવી માતાજીના દર્શન કરીને આવેલું સંકટ દૂર થાય તેવી પ્રાર્થના કરી ધન્યતા અનુભવી.

સંભવિત “બિપરજોય” ચક્રવાત પહોંચીવળવા મુખ્ય મંત્રી શ્રીની સૂચના અન્વયે જુનાગઢ જિલ્લા મા પ્રભાવિત સ્થળોની મુલાકાત દરમિયાન રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે હાજર રહી, ગીરવર ગિરનારની ગોદમાં બિરાજિત બોરદેવી માતાજીના દર્શન કરીને આવેલું સંકટ દૂર થાય તેવી પ્રાર્થના કરી ધન્યતા અનુભવી.

+6

Posted in Uncategorized

વાવાઝોડાનું સંકટ દૂર થાય એવી ભગવાન ના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાથના કરી.

બિપરજોય વાવાઝોડાને પગલે આજરોજ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) જોડે રહી માધવપુર ઘેડ “બીચ” ખાતે પરિસ્થિતીનો તાગ મેળવી, ભગવાન શ્રી માધવરાયજીના દર્શન કરી આવનારા વાવાઝોડાનું સંકટ દૂર થાય એવી ભગવાન ના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાથના કરી.

+6

Posted in Mangarol

માંગરોળ બંદર ખાતે ઓલ ઇન્ડિયા ખારવા સમાજના પ્રમુખ આગેવાનો સાથે બેઠક કરી.

બિપરજોય વાવાઝોડાના પગલે આજરોજ રાજ્ય સરકારના મંત્રી શ્રી જગદીશ પાંચાલ ( વિશ્ર્વકર્મા) સાથે હાજર રહી માંગરોળ બંદર ખાતે ઓલ ઇન્ડિયા ખારવા સમાજના પ્રમુખ અને પાર્ટીના આગેવાન વેલજીભાઈ મસાણી અને માછીમાર એસોસિએશનના આગેવાનો સાથે બેઠક કરી સંભવીત ચક્રવાતથી થનાર નુકસાનીને નિવારવા સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ.

+2

Posted in Mangarol

માંગરોળ દરીયા કિનારે “જેટી” ની જીલ્લા વહીવટી તંત્ર, સ્થાનીક આગેવાનો સ્થળે

સંભવીત બિપરજોય વાવાઝોડાને ઘ્યાને લઈ આજરોજ માંગરોળ બંદર ખાતે રાજ્ય મંત્રી શ્રી જગદીશ પાંચાલ (વિશ્ર્વકર્મા) ની ઉપસ્થિતિમાં માંગરોળ દરીયા કિનારે “જેટી” ની જીલ્લા વહીવટી તંત્ર, સ્થાનીક આગેવાનો, ઓલ ઇન્ડિયા માછીમાર સમાજના પ્રમુખશ્રી વેલજીભાઈ મસાણી, ધારાસભ્યો તેમજ માછીમારો સાથે મુલાકાત લીધી સંભવિત બિપરજોય વાવાઝોડાથી પરિસ્થિતિ ખરાબ ન બને અંગેના આગોતરાં આયોજન કરીને સલામતી અંગેના ભાગરૂપે તમામ બોટોને સલામત સ્થળે ખસેડી જરૂરિયાતવાળા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતરિત કરી જરુરી માર્ગદર્શન આપ્યું.

+10

Posted in Chorvad

જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે હાજર રહી, ચોરવાડ વિસ્તારમાંથી સ્થળાંતરિત કરેલા રહેવાસીઓ સાથે પૂછપરછ કરી

બિપરજોય ચક્રવાત પહોંચીવળવા મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અન્વયે જુનાગઢ જિલ્લા મા પ્રભાવિત સ્થળોની મુલાકાત દરમિયાન રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે હાજર રહી, ચોરવાડ સ્થિત બંદર પ્રાથમિક શાળા ખાતે પ્રભાવિત વિસ્તારમાંથી સ્થળાંતરિત કરેલા રહેવાસીઓ સાથે પૂછપરછ કરી તકેદારીના ભાગરૂપે માર્ગદર્શન આપી, દધેશ્વર મહાદેવનું પૂજન અર્ચન અને દર્શન કરીને ગુજરાત પર વાવાઝોડા રૂપી આવેલું સંકટ દૂર થાય તેવી પ્રાર્થના કરી.

+11

Posted in Maliya

માળીયા હાટીના તાલુકાનાં સુખપુર પ્રાથમિક શાળા ખાતે રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે હાજર

જૂનાગઢ જીલ્લા માં સંભવીત “બિપરજોય” ચક્રવાત પહોંચી વળવા પ્રભાવિત સ્થળોની મુલાકાત દરમિયાન માળીયા હાટીના તાલુકાનાં સુખપુર પ્રાથમિક શાળા ખાતે રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે હાજર રહી સ્થાનીક આગેવાનો, પાર્ટીનાં કાર્યકરો, સરપંચો,અને આગેવાનો સાથે જરૂરી પૂછપરછ કરી આવનારી પરીસ્થીતી ને પ્હોંચી વળવા માર્ગદર્શન આપેલ.

+3