બીલખા ખાતે આવેલ રાવતેશ્વર આશ્રમ ખાતે કોરોના માં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓની શાંતિ માટે ચાલતા ગાયત્રી યજ્ઞ માં આજરોજ કૃષિ રાજ્યમંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાજી, સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સાથે હાજરી આપીને યજ્ઞમાં આહુતિ આપી દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરી હતી.








