વડાલ ખાતે શ્રી હિમાલયા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાલમાં દક્ષિણ સૌરાષ્ટ્રની પ્રથમ કેન્સર હોસ્પીટલ શરૂ કરીને દર્દીઓ અને સગાઓ માટે રહેવા જમવાની નિઃશુલ્ક સુવિધા આપવાની પ્રતિબદ્ધતા બદલ અભિનંદન આપ્યા હતા. ભારત આયુષ્માન પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અને મા અમૃતમ્-વાત્સલ્ય યોજનાને સંયોજિત કરી રાજ્યના 70 લાખ પરિવારોને પ્રાથમિક તબક્કાએ આરોગ્ય કવચથી રક્ષિત કરવાની દિશામા સરકાર આગળ વધી રહી છે.
માનનીય મુખ્યમંત્રીશ્રી વિજય ભાઇ રૂપાણી ની વિશેષ ઉપસ્થિતિ માં વડાલ – જૂનાગઢ ખાતે હિમાલય કેન્સર અને રિસર્ચ હોસ્પિટલ ને ખુલ્લા મૂકવા ના પ્રસંગ માં હાજરી આપી હતી.