જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે યુવા મોરચાની બેઠક યોજાઇપ્રદેશયુવા મોરચાના ઉપપ્રમુખ હર્દિકસિંહ ડોડીયા અને જીલ્લા અધ્યક્ષ કિરીટભાઈ પટેલ જીલ્લા યુવા મોરચા નાં પ્રમુખ અશોક રાઠોડ જીલ્લા મહા મંત્રીઓ ઊપસ્થિત રહ્યા.બેઠક માં આગામી દિવસોમાં યોજાવાના કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ તમામને શુભેચ્છાઓ.
યોગ એ માત્ર વ્યાયામ જ નથી પરંતુ તે ભાવનાત્મક, આધ્યાત્મિક અને શારીરિક સુસજ્જતા મેળવવાનો એક માર્ગ પણ છે.આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ચાલો આપણે યોગને આપણા રોજીંદા જીવનનો એક મહત્ત્વનો હિસ્સો બનાવીએ!આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ તમામને શુભેચ્છાઓ.
આગામી કાર્યક્રમો ના અનુસંધાને જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકાના નવનિયુક્ત હોદ્દેદારોની બેઠક યોજાઇ હતી.
આજરોજ આગામી કાર્યક્રમો ના અનુસંધાને જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકાના નવનિયુક્ત હોદ્દેદારોની બેઠક યોજાઇ હતી. બેઠકમાં તાલુકાના પ્રભારી શ્રી નરેન્દ્રભાઈ કોટીલા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જીલ્લા ભારતીય જનતા પાર્ટીના જીલ્લા યુવા મોરચાની પ્રથમ બેઠક યોજાઈ હતી.
આજરોજ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના જીલ્લા યુવા મોરચાની પ્રથમ બેઠક યોજાઈ હતી. જીલ્લાના નવ નિયુક્ત તમામ હોદેદારોને શુભેચ્છા પાઠવી હતી. આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી હતી.
જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે મીડિયા વિભાગની બેઠક યોજવામાં આવી હતી.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે મીડિયા વિભાગ ની બેઠક યોજવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ અને મીડિયા સહ ઇન્ચાર્જ સુરેશભાઈ મંગુકિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વિસાવદર પંથકમાં લોકસેવા નો પર્યાય બની ગયેલ પરમ પૂજ્ય સંત શ્રી મુકતાનંદજીબાપુ ના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યાં.
આજરોજ વિસાવદર પંથકમાં લોકસેવા નો પર્યાય બની ગયેલ પરમ પૂજ્ય સંત શ્રી મુકતાનંદજીબાપુ ના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યાં.
બીલખા ખાતે બ્રહ્મલીન શ્રી.ગોપાલાનંદ બાપુ ની પ્રતિમાનું લોકાર્પણ- અનાવરણ કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આજરોજ બીલખા ખાતે બ્રહ્મલીન શ્રી.ગોપાલાનંદ બાપુ ની પ્રતિમાનું લોકાર્પણ- અનાવરણ પ્રસંગે કૃષિ રાજ્યમંત્રી પરશોત્તમભાઈ રૂપાલાજી, સાંસદ રાજેશભાઇ ચુડાસમા સાથે ચાપરડા ખાતે આવેલ મુક્તાનંદ બાપુના આશ્રમખાતે પુજ્યબાપુ ના આશિર્વાદ મેળવી વિસાવદર પંથકમાં કોરોના તેમજ તાઉ-તે વાવાઝોડા ને લઈ થયેલ નુકશાન અને બીલખા ખાતે આવેલા રેલવે સ્ટેશન ચોક ખાતે બ્રહ્મલીન શ્રી.ગોપાલાનંદ બાપુ ની પ્રતિમા ના કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી..
બીલખા ખાતે બ્રહ્મલીન શ્રી.ગોપાલાનંદ બાપુ ની પ્રતિમાનું અનાવરણ પ્રસંગે સાધુ સંતો સાથે ઉપસ્થિત રહેલ.
આજરોજ બીલખા ખાતે બ્રહ્મલીન શ્રી.ગોપાલાનંદ બાપુ ની પ્રતિમાનું અનાવરણ પ્રસંગે પૂજય મુકતાનંદબાપુ, કૃષિ રાજ્યમંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાજી, સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય રત્નાબાપા ઠૂંમ્મર . સહિત સાધુ સંતો ના હસ્તે બ્રહ્મલીન શ્રી.ગોપાલાનંદ બાપુ ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ત્યારે સાધુ સંતો સાથે ઉપસ્થિત રહેલ.
બીલખા ખાતે આવેલ રાવતેશ્વર આશ્રમ ખાતે કોરોના માં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરી હતી.
બીલખા ખાતે આવેલ રાવતેશ્વર આશ્રમ ખાતે કોરોના માં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓની શાંતિ માટે ચાલતા ગાયત્રી યજ્ઞ માં આજરોજ કૃષિ રાજ્યમંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાજી, સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સાથે હાજરી આપીને યજ્ઞમાં આહુતિ આપી દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરી હતી.
બીલખા સ્થીત રહેતા જૂના પીઢ જનસંઘી અને પૂર્વ ધારાસભ્ય શ્રી રત્નાબાપા ઠૂંમ્મર ના નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી અને એમના ખબર અંતર પૂછ્યા હતા.
બીલખા સ્થીત રહેતા જૂના પીઢ જનસંઘી અને પૂર્વ ધારાસભ્ય શ્રી રત્નાબાપા ઠૂંમ્મર ના નિવાસ સ્થાને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાજી, સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સાથે જઈ મુલાકાત લીધી હતી અને એમના ખબર અંતર પૂછ્યા હતા.



































































