Posted in Bhesan

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જુનાગઢ રાજકોટ અને અમરેલી જિલ્લાને જોડતા રસ્તાના ખાત મુહુર્ત પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી.અમિત શાહજીના હસ્તે કરાયું ઈ.લોકાર્પણ.

*જૂનાગઢથી ભેંસાણ અને પરબધામ સુધીના રસ્તા ને ૪૨ કરોડના ખર્ચે પહોળો કરાશે.* ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભેસાણ ખાતે ૪૧ કરોડ થી વધુ ના ખર્ચે જુનાગઢ રાજકોટ અને અમરેલી જિલ્લાને જોડતા રસ્તાના ખાત મુહુર્ત પ્રસંગે હાજરી આપી, *કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી.અમિત શાહજીના હસ્તે કરાયું ઈ.લોકાર્પણ.* ૪૧ કરોડથી વધુ રકમના ખર્ચે રોડને પહોળો કરાશે. જેમાં જુનાગઢ થી પરબ સુધીમાં ૧૪.જેટલા ગામો ના. ૪૧૫૩૭.લોકોને લાભ મળશે.

Posted in Junagadh

જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ” *દિન દયાલ ભવન* ” ખાતે કિસાન મોરચાની પ્રથમ કારોબારી મળી હતી.સાથે આગામી કાર્યક્રમો અંગે જરૂરી સુચના સાથે માર્ગદર્શન આપ્યું હતું.

આજરોજ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ” *દિન દયાલ ભવન* ” ખાતે કિસાન મોરચાની પ્રથમ કારોબારી મળી હતી. *જિલ્લા કિસાન મોરચાની રચના બાદ પ્રથમ કિસાન મોરચાની કારોબારી મળી હતી.* આ કારોબારીમાં પ્રદેશ ગુજરાત કિસાન મોરચાના મહામંત્રી, સૌરાષ્ટ્રઝોન પ્રભારી કિસાન મોરચાના પ્રમુખ,સહિત કિસાન મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં હાજરી આપી. કિસાન મોરચાના ની કામગીરી અંગે વાકેફ કર્યા હતા. સાથે આગામી કાર્યક્રમો અંગે જરૂરી સુચના સાથે માર્ગદર્શન આપ્યું હતું.

Posted in Bhesan

ભેસાણ તાલુકાના ખંભાળીયા ખાતે રાજ્ય સરકાર દ્વારા “પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ સૌના વિકાસના” *સાત પગલાં ખેડૂતના* કાર્યક્રમ અંતર્ગત ” *કિસાન સન્માન દિવસ* ” કાર્યક્રમ યોજવામા આવેલ.

આજરોજ જૂનાગઢ જીલ્લાના ભેસાણ તાલુકાના ખંભાળીયા ખાતે રાજ્ય સરકાર દ્વારા “પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ સૌના વિકાસના” *સાત પગલાં ખેડૂતના* કાર્યક્રમ અંતર્ગત ” *કિસાન સન્માન દિવસ* ” કાર્યક્રમ યોજવામા આવેલ..જે કાર્યક્રમ માં હાજરી આપી.સરકારશ્રીની સાત પગલાં ખેડૂતના અંતરગત સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ના લાભાર્થી ખેડૂતોને પ્રોત્સાહિત કરવા નો લાભ લીધો.અને કિસાન સૂર્યોદય યોજના અંતરગત ભેસાણ તાલુકાના ખંભાળીયા માંડવા બામણગઢ,ના ખેડૂતોને આજથી દિવસે વીજળી આપવાની શરૂઆત અંગેના કાર્યક્રમ માં હાજર રહેવાનો મોકો મળ્યો.

Posted in Visavadar

સર્વને અન્ન, સર્વને પોષણ”વિસાવદર ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અન્નોત્સવ કાર્યક્રમ માં હાજરી આપી.

સર્વને અન્ન, સર્વને પોષણ” આજે ૩જી ઓગસ્ટના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ના ગુજરાતના લાભાર્થીઓ સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી ના સંવાદ સાથે સરકારી હાઇસ્કુલ વિસાવદર ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અન્નોત્સવ કાર્યક્રમ માં હાજરી આપી.લાભાર્થીને અનાજની કીટ અર્પણ કરવાની સાથે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજના ની માહિતી આપી.

Posted in Visavadar

વિસાવદર ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અન્નોત્સવ કાર્યક્રમ દરમ્યાન હાજરી આપી.જરૂરી માહિતી સાથે આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આજરોજ વિસાવદર ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અન્નોત્સવ કાર્યક્રમ દરમ્યાન હાજરી આપ્યા બાદ વિસાવદર ખાતે કાર્યરત ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે હાજરી આપી કાર્યાલય ખાતે હાજર રહી. જીલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી, શિક્ષણ સમિતિ ચેરમેન વિરેન્દ્રભાઈ સાવલીયા, વિસાવદર તાલુકા પંચાયત પ્રમુખ નિતીનભાઈ કપુરીયા, ઉપપ્રમુખ અશ્વિનભાઈ સુધારા,વિસાવદર નગર પાલીકા પ્રમુખ કૌશિકભાઈ વાઘેલા, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ડોબરીયા સાથે મુલાકાત કરી.જરૂરી માહિતી સાથે આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Posted in Junagadh

ચોરવાડી ખાતે મનરેગા યોજના અંતર્ગત કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો,સરકારશ્રીના ગ્રીન જુનાગઢ ક્લીન જુનાગઢ અભિગમને આગળ ધપાવ્યો.

આજરોજ ચોરવાડી ખાતે મનરેગા યોજના અંતર્ગત કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો, જેમાં હાજરી આપી, સરકારશ્રીના ગ્રીન જુનાગઢ ક્લીન જુનાગઢ અભિગમને આગળ ધપાવ્યો, આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ ખટારિયા, ડીડીઓ સહિત જિલ્લા વિકાસ અધિકારી હાજર રહ્યા હતા.આજના વૃક્ષારોપણ કાર્યક્રમમાં વૃક્ષોના વાવેતરની સાથે વૃક્ષોના જતનનો પણ સંકલ્પ લીધો હતો.