જુનાગઢ જીલ્લા કાર્યાલય *”દિનદયાલ ભવન”* ખાતે જીલ્લા યુવા મોરચા ની બેઠક યોજાઈ.
આજરોજ તા.૧૧. સપ્ટેમ્બર ના રોજ જીલ્લા કાર્યાલય *”દિનદયાલ ભવન”* ખાતે જીલ્લા યુવા મોરચા ની બેઠક યોજાઈ, જેમાં સહભાગી બની આગામી ૧૭.સપ્ટેમ્બર ના રોજ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ની વર્ષગાંઠ નિમિતે આગામી કાર્યક્રમોના આયોજન સાથે આવનારા દિવસોમાં કરવાના કાર્યક્રમો વિશે માર્ગદર્શન આપ્યું.
Press Coverage
વિસાવદર તાલુકાના સરસઇ ગામ ખાતે ધ્રાફડ નદીના પુલનું ખાતમુહૂર્ત કરાયું જે કાર્યક્ર્મ
ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા તા.૦૯/૦૯/૨૦૨૧ને ગુરૂવારના રોજ વિસાવદર તાલુકાના સરસઇ ગામ ખાતે પાંચકરોડ ત્રેવીસ લાખના ખર્ચે નિર્માણ પામનાર ધ્રાફડ નદીના પુલનું ખાતમુહૂર્ત કરાયું જે કાર્યક્ર્મ માં ઊપસ્થિત રહેવાનો મોકો મળ્યો
વિસાવદરના પ્રાથમિક શાળાના નવ નિર્માણ પામેલ શાળા બિલ્ડીંગના ઉદ્દઘાટન કાર્યક્રમમાં.
આજરોજ ગુજરાતના,રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા તા.૦૯/૦૯/૨૦૨૧ને ગુરૂવારના રોજ વિસાવદરના હનુમાનપરા ખાતે હનુમાન પરા પ્રાથમિક શાળા ના નવ નિર્માણ પામેલ શાળા બિલ્ડીંગના ઉદ્દઘાટન કાર્યક્રમમાં ઊપસ્થિત રહી લોકાર્પણ કરેલ એ કાર્યક્રમ માં હાજરી આપવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો.
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યમાં આવેલ વડેશ્વર મહાદેવ ના દર્શન કર્યા સાથે જળાભિષેક કરી જન કલ્યાણ અર્થે પ્રાર્થના કરી હતી…
આજરોજ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય વિસ્તાર માં આવેલ વડેશ્વર મહાદેવ ના દર્શન કર્યા સાથે મંદિર ખાતે સેવાપૂજા કરતા શ્રી.જીવાભગત ના આમંત્રણને માન આપી આજે રાયડી વડલેશ્વર દાદાના મંદિરે દર્શન કરી વડલેશ્વર મહાદેવને જળાભિષેક કરી જન કલ્યાણ અર્થે પ્રાર્થના કરી હતી…
પ્રેસ કવરેજ
પ્રદેશ ભાજપ કારોબારી માં હાજરી આપવા જતા વડોદરા શહેર અને જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ
આજરોજ પ્રદેશ ભાજપ કારોબારી માં હાજરી આપવા જતા વડોદરા શહેર અને જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ સાથે વડોદરા માં શુભેચ્છા મુલાકાત કરેલ
ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠકનો શુભારંભ થયો
માન. રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહજી અને માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીજીની તેમજ ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના પ્રમુખ આદરણીય શ્રી સી આર પાટીલજી, પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવજી તેમજ ડેપ્યુટી સી એમ શ્રી નીતિનભાઈ પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠકનો શુભારંભ થયો
શ્રાવણ માસના ચોથા સોમવારે જવાહર રોડ પર આવેલા સુવર્ણ શિખર બદ્ધ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે દર્શન કરવાનો લ્હાવો લીધો
શ્રાવણ માસના ચોથા સોમવારે જવાહર રોડ પર આવેલા સુવર્ણ શિખર બદ્ધ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે મંદિરના મહંત સ્વામી શ્રી શાસ્ત્રી પ્રેમ સ્વરૂપ દાસજીનના નિમંત્રણ ને સહર્ષ સ્વીકારી મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના સ્વ હસ્તે પ્રસ્થાપીત કરાયેલ બળિયા દેવ, રાધારમણ દેવ, રણછોડરાય ત્રિકમરાય તેમજ મૂર્તિ સ્વરૂપ બિરાજતાં સંકલ્પ સિદ્ધ સિદ્ધેશ્વર મહાદેવ,ના દર્શન કરવાનો લ્હાવો લીધો સાથે મંદિરના કોઠારી સ્વામી શ્રી.પ્રેમ સ્વરૂપ દાસજીના આશીર્વાદ મેળવ્યા.


































