Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા લેઉઆ પટેલ સમાજ ના તેજસ્વી વિદ્યાર્થીઓ,નિવૃત્ત કર્મચારી અને વિશિષ્ટ પ્રતિભાને સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો.

આજરોજ તા.૧૯.૦૯.૨૦૨૧ નાં રોજ જૂનાગઢ જિલ્લા લેઉઆ પટેલ સમાજ ના તેજસ્વી વિદ્યાર્થીઓ,નિવૃત્ત કર્મચારી અને વિશિષ્ટ પ્રતિભાને સન્માન કરવાનો કાર્યક્રમ, શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળ જૂનાગઢ દ્વારા કોલેજ રોડ સ્થિત ગીરનાર પબ્લિક સ્કૂલ ખાતે યોજાયો.. જેમાં હાજરી આપી તેજસ્વી વિદ્યાર્થીઓ ને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો.

Posted in Junagadh

કૃષિ યુનિવર્સિટીના સરદારપટેલ હોલ ખાતે ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ અને જિલ્લા યુવા ભાજપ દ્વારા સંયુક્ત આયોજન કરાયું

આજરોજ કૃષિ યુનિવર્સિટીના સરદારપટેલ હોલ ખાતે ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ અને જિલ્લા યુવા ભાજપ દ્વારા સંયુક્ત આયોજન કરાયું એકાર્યક્રમ માં જવાનો અવસર પ્રાપ્ત થયો,આ બ્લડ ડોનેશન કેમ્પ માં સહકારી શેત્રના આગેવાનો એ રક્તદાન કરી સહભાગી બન્યા હતા સાથે જીલ્લા યુવા મોરચા નાં કાર્યકરો એ મોટી સંખ્યામાં રક્તદાન કરી પોતાનું યોગદાન આપ્યું હતું.જેમાં હાજરી આપી રક્ત દાતાઓને સન્માન પત્ર આપી પ્રોત્સાહિત ક્યા હતા.

Posted in Junagadh

કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિમિટેડ ની ૬૨.મી સાધારણ સભા મળી.

આજ તા. ૧૯.૦૯.૨૦૨૧ ના રોજ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિમિટેડ ની ૬૨.મી સાધારણ સભા મળી જેમાં બેંકના ડિરેક્ટર ઓ તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, આ સાથે જૂનાગઢ જિલ્લાના પ્રભારી ધવલભાઇ દવે પણ હાજર રહ્યા હતા અને સાધારણ મા પોતાનું ઉદ્બોધન કરી ને બેંક ના કાર્યો ને બિરદાવ્યા હતા, ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિમિટેડ દ્વારા મળેલી સાધારણ સભામાં ખેડૂતો ને વધુમાં વધુ લાભ મળે એ હેતુસર ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા જેમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના ડુંગરપુર સીટ નાં જામકા ગામ ખાતે ધડુક વાડી ખાતે શક્તિ કેન્દ્ર ની બેઠક મળી.જેમાં સ્થાનિક લોકોના પ્રશ્નો અંગે માહિતી મેળવી સત્વરે નિરાકરણ લાવવા ખાત્રી આપી.

આજ રોજ જૂનાગઢ તાલુકાના ડુંગરપુર સીટ નાં જામકા ગામ ખાતે ધડુક વાડી ખાતે શક્તિ કેન્દ્ર ની બેઠક મળી .જેમાં હાજરી આપી સેમરાળા સાખડાવદર બાદલપુર ગામના સ્થાનિક લોકોના પ્રશ્નો અંગે માહિતી મેળવી સત્વરે નિરાકરણ લાવવા ખાત્રી આપી, સાથે સરકારશ્રીની કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડનાં લોકો સુધી પહોંચે એ હેતુ સર માહિતી આપી, સાથે ભારતીય જનતા પાર્ટીની નીતી રિતી મુજબ બાકીની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા સહીત મંડલ કક્ષાએ કરવાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા જરૂરી સૂચનો કર્યા.

Posted in Keshod

પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી નાં જન્મદિવસ નિમીતે જૂનાગઢ જીલ્લા યુવા મોરચા દ્વારા કેશોદ ખાતે પાનદેવ સમાજ વાડીમાં “નમોમેળો”નું આયોજન કરવામાં આવ્યું.

આજરોજ આદરણીય પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી નાં જન્મદિવસ નિમીતે જૂનાગઢ જીલ્લા યુવા મોરચા દ્વારા કેશોદ ખાતે પાનદેવ સમાજ વાડીમાં “નમોમેળો”નું આયોજન કરવામાં આવ્યું જેમાં સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓની માહિતીસભર પ્રદર્શની સાથે સચોટ માર્ગદર્શન હેતુ ત્રી દિવસીય આયોજન કરવામાં આવ્યું છે, એ અવસરે હાજરી આપી.કાર્યકરો ને પ્રોત્સાહિત કર્યા.

Posted in Maliya

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે જિલ્લા કક્ષા નો કાર્યક્રમ માળીયા હા. મુકામે યોજાયો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે જિલ્લા કક્ષા નો કાર્યક્રમ માળીયા હા. મુકામે યોજાયો જેમાં સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું, સાથે ૩૦૦ જેટલા લાભાર્થીઓને વસ્ત્રદાન કરાયું હતું જેમાં હાજરી આપી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.

Posted in Maliya

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે માળીયા હા. મુકામે લોહાણા મહાજન વાડી ખાતે કાર્યક્રમ યોજાયો ઉજ્વલા યોજના o.૨,વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે જિલ્લા કક્ષા નો કાર્યક્રમ માળીયા હા. મુકામે લોહાણા મહાજન વાડી ખાતે યોજાયો જેમાં સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ નાં લાભાર્થી ને યોજના અંતર્ગત હુકમો પરિપત્રો સાથે ઉજ્વલા યોજના o.૨ અંતર્ગત ગેસ કનેક્શન આપવામાં આવ્યા સાથે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો જેમાં સાંસદ રાજેશ ચુડાસમા,જીલ્લા પ્રભારી ધવલભાઈ દવેજી સાથે હાજર રહેવાનો મોકો મળ્યો.

Posted in Uncategorized

જૂનાગઢ જિલ્લાના વડાલ ગામ ખાતેની કન્યાશાળામાં ધોરણ આઠ ની મંજૂરી અપાવીને સરકારશ્રીના કન્યા કેળવણી અભિગમને આગળ ધપાવી.

જૂનાગઢ જિલ્લાના વડાલ ખાતે આવેલી કન્યા શાળા મા ધોરણ ૮ ની મંજૂરી અર્થેની રજૂઆત જિલ્લા કાર્યાલય *”પંડિત દિન દયાલ ભવન”* ખાતે કન્યા શાળાના પ્રિન્સિપાલ અને વડાલ ના સરપંચ અરવિંદભાઈ ઘરડેશીયા દ્વારા મળતા, અમો દ્વારા સરકારશ્રીના શિક્ષણ વિભાગમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી વડાલ ગામ ખાતેની કન્યાશાળામાં ધોરણ આઠ ની મંજૂરી અપાવીને સરકારશ્રીના કન્યા કેળવણી અભિગમને આગળ ધપાવી કન્યાઓના આશીર્વાદ મેળવ્યા…