Posted in Keshod

“નમો કિસાન પંચાયત” કાર્યક્રમ કેશોદ તાલુકાના અજાબ ખાતે યોજાયો.

આજરોજ પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ, મંત્રીશ્રી દેવાભાઇ માલમ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા તેમજ પાર્ટીના હોદ્દેદારો કાર્યકરોની ઉપસ્થિતિમાં જૂનાગઢ જીલ્લા કિશાન મોરચા દ્વારા સરકારશ્રીના ખેડુત લક્ષી “નમો કિસાન પંચાયત” કાર્યક્રમ કેશોદ તાલુકાના અજાબ ખાતે યોજાયો આતકે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સહભાગી થયેલ.

Posted in Keshod

“નામો કિસાન પંચાયત” કાર્યક્રમમાં હાજરી આપી પ્રગતિશીલ ખેડૂતો ને સન્માનિત કર્યા.

જૂનાગઢ જિલ્લાના 88 – કેશોદ વિધાનસભા માં કિસાન મોર્ચા, ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ દ્વારા અજાબ ખાતે આયોજીત “નામો કિસાન પંચાયત” કાર્યક્રમમાં કેશોદ, માંગરોળ તાલુકાના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુક્ત સરપંચશ્રીઓ નું સન્માન કરાયું જેમાં હાજરી આપી પ્રગતિશીલ ખેડૂતો ને સન્માનિત કર્યા.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના માંગનાથ પીપળી ગામના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રામાં જોડાયા.

આજરોજ વિસાવદર તાલુકાના માંગનાથ પીપળી ગામના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના કાર્યકરો અને નવ નિયુક્ત કોંગી અને આમ આદમી પાર્ટીના સરપંચો અને કાર્યકરોએ તેમની પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રામાં જોડાઈ દેશના પનોતા પુત્ર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી દ્વારા થતી વિકાસ યાત્રામાં જોડાયા, આ કાર્યક્રમ માં હાજરી આપી તમામને કેસરિયો ખેસ પહેરાવી આવકાર્યા.

Posted in Junagadh

જિલ્લાના નાગલપુર ગામ ખાતે મૃતક ગ્રીષ્માના નિવાસસ્થાને ગ્રીષ્માને પુષ્પાંજલી અર્પણ કરી.

સુરત ખાતે ગ્રીષ્મા વેકરીયાની હત્યાના બનાવને લઈ આજરોજ જૂનાગઢ જિલ્લા ના નાગલપુર ગામ ખાતે મૃતક ગ્રીષ્માના નિવાસસ્થાને સાંસદ શ્રી રમેશભાઈ ધડુક સાથે હાજર રહી બહેન ગ્રીષ્માને પુષ્પાંજલી અર્પણ કરી ,ગ્રીષ્માં વેકરીયા ના પરિવાર સાથે મુલાકાત કરી, મૃતક ગ્રીષ્માના પરિવારને ન્યાય મળે એવી સાંત્વના આપી હતી.

Posted in Junagadh

જૂનાગઢ જોષીપુરા સ્થિત શ્રી લેઉઆ પટેલ કન્યા છાત્રાલય ખાતે સન્માન કાર્યક્રમ માં હાજરી આપી.

આજરોજ જૂનાગઢ જોષીપુરા સ્થિત શ્રી લેઉઆ પટેલ કન્યા છાત્રાલય ખાતે સહકારી ક્ષેત્રમાં નવનિયુક્ત નિમણુક પામેલ હોદ્દેદારો સાથે જૂનાગઢ મહાનગરના નવ નિયુક્ત મેયર, ડે.મેયર, સહિત હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું, જે કાર્યક્રમ માં હાજરી આપી સંસ્થા દ્વારા કરાયેલ સન્માન બદલ એમનો આભાર વ્યક્ત કરું છું.

Posted in Junagadh

જૂનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ તાલુકાના વડાલ સેવા સહકારી મંડળીના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ તાલુકાના વડાલ સેવા સહકારી મંડળીના નવા વરાયેલા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી,અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Junagadh

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લા બૃહદ સંકલન સમિતિની બેઠક મળેલ.

આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લા બૃહદ સંકલન સમિતિની બેઠક જિલ્લા ના સંગઠન પ્રભારી શ્રી રમેશભાઈ રૂપાપરા ની અધ્યક્ષતા માં મળેલ. જેમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તાલુકા પંચાયત અને નગરપાલિકા ના પ્રમુખ/ઉપપ્રમુખો ની બેઠક મળેલ.

આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તાલુકા પંચાયત અને નગરપાલિકા ના પ્રમુખ/ઉપપ્રમુખો ની બેઠક જિલ્લા ના સંગઠન પ્રભારી શ્રી રમેશભાઈ રૂપાપરા ની અધ્યક્ષતા માં મળેલ. જેમાં ઉપસ્થિત રહી જરૂરી સુચન કરેલ.

Posted in Junagadh

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લા પંચાયત ના સભ્યો ની બેઠક શ્રી રમેશભાઈ રૂપાપરાની અધ્યક્ષતા માં મળેલ.

આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લા પંચાયત ના સભ્યો ની બેઠક જિલ્લા ના સંગઠન પ્રભારી શ્રી રમેશભાઈ રૂપાપરા ની અધ્યક્ષતા માં મળેલ. જેમાં ઉપસ્થિત રહી જરૂરી સુચન કરેલ.

Posted in Junagadh

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે જુનાગઢ સીંગદાણા એસોસિએશન ના વેપારીઓએ શુભેચ્છા મુલાકાત.

આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે જુનાગઢ સીંગદાણા એસોસિએશન ના વેપારીઓએ શુભેચ્છા મુલાકાત કરી પોતાના પ્રશ્નો ની રજૂઆત કરતાં સત્વરે નિરાકરણ લાવવા પ્રયત્નો કરેલ.