Posted in Junagadh

લોક સંપર્ક માસ અભિયાન અંતર્ગત જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામ ખાતે લોક સંપર્ક કરવામાં આવ્યો.

આજરોજ લોક સંપર્ક માસ અભિયાન અંતર્ગત જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામ ખાતે લોક સંપર્ક કરવામાં આવ્યો, જેમાં સ્થાનીક લોકોના પ્રશ્નો સાંભળી સત્વરે ઉકેલ લાવવા સંલગ્ન અધિકારીઓને માહિતગાર કરી સુચન કરેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના રૂપાવટી ગામ ખાતે રામજી મંદિર પૂર્ણ:જીર્ણોદ્ધાર ધર્મ મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત રહી.

આજ તા.6 મેના રોજ જૂનાગઢ તાલુકાના રૂપાવટી ગામ ખાતે રામજી મંદિર જીણોદ્ધાર સમિતિ દ્વારા નૂતન રામજી મંદિર પૂર્ણ:જીર્ણોદ્ધાર ધર્મ મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત નિમંત્રણને માન આપી જેતપુર મતવિસ્તારના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયા સાથે ઉપસ્થિત રહી રામજીમંદિર ખાતે આરતી-દર્શન નો લાભ લીધો.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના મોટી મોણપરી ખાતે શ્રી પટેલ સમાજ ભવન નિર્માણ શિલાન્યાસ કાર્યક્રમમાં હાજર રહ્યો.

આજરોજ વિસાવદર તાલુકાના મોટી મોણપરી ખાતે શ્રી પટેલ સમાજ ભવન નિર્માણ શિલાન્યાસ તેમજ સમાજ રત્નોનું સન્માન “સંગઠન ઉત્સવ” કાર્યક્રમનાં આયોજનમાં નિમંત્રણ ને માન આપી હાજર રહ્યો,એ વેળાએ સમાજ ભવન નિર્માણ કાજે યથાયોગ્ય અનુદાન આપેલ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સહકારી સંઘની ચૂંટણીમાં શ્રી લક્ષમણભાઈ યાદવ તેમજ શ્રીજયેશભાઈ ગુંદણીયા ને બીન હરીફ ચુંટાવા બદલ પુષ્પ ગુચ્છ આપી અભીનંદન પાઠવેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સહકારી સંઘની ચૂંટણીમાં જુનાગઢ જીલ્લા ખરીદ વેચાણ સંઘમાં સતત ૭ મી વખત ચેરમેન પદે શ્રી લક્ષમણભાઈ યાદવ તેમજ સતત ૨ વખત વાઇસ ચેરમેન પદે શ્રીજયેશભાઈ ગુંદણીયા ને બીન હરીફ ચુંટાવા બદલ પુષ્પ ગુચ્છ આપી અભીનંદન પાઠવેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના બામણગામ ખાતે સમાજ ભવનનાં નવ નિર્માણ બિલ્ડીંગના ભૂમિપૂજનમા કાર્યક્રમ ઉપસ્થિત રહેલ.

આજરોજ જૂનાગઢ તાલુકાના બામણગામ ખાતે લેઉઆ પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજીત સમાજ ભવનનાં નવ નિર્માણ બિલ્ડીંગના ભૂમિપૂજન કાર્યક્રમ, સંગઠન મહોત્સવ સાથે સ્નેહ મિલન કાર્યક્રમનાં નિમંત્રણને માન આપી જેતપુર મત વિસ્તારના ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયા સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Other City

GSC અમદાવાદ બેન્કના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સોમનાથ ખાતે પધારતા એમનું પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કર્યું.

આજરોજ GSC અમદાવાદ બેન્કના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સોમનાથ ખાતે પધારતા એમનું પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કર્યું બાદમાં પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ દાદાને શીશ ઝુકાવી પૂજન અર્ચન કર્યું એ વેળાએ સાંસદશ્રી, પાર્ટીના પદાધિકારીઓ, ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના સીઇઓ અને બેંકના કર્મચારીઓ હાજર રહ્યા.

Posted in Other City

મારા જન્મદિવસ નિમિત્તે G.S.C.બેન્કના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ દ્વારા પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી એ બદલ એમનો આભારી રહીશ.

આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે G.S.C.બેન્કના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ અને એમના પરીવાર દ્વારા પુષ્પગુચ્છ આપી મને શુભેચ્છાઓ પાઠવી એ બદલ એમનો આભારી રહીશ.

Posted in Other City

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીનાં સ્થાપના દિવસ નિમિતે આયોજિત આરોગ્યનો સેવાયજ્ઞ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો લાહ્વો મળ્યો.

આજરોજ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીનાં સ્થાપના દિવસ નિમિતે ગીર સોમનાથ જીલ્લા શાખા વેરાવળ, ગુજરાત રાજ્ય શાખા નાં સંયુક્ત ઉપક્રમે ફિશરીઝ કોલેજ ખાતે આયોજિત આરોગ્યનો સેવાયજ્ઞ કાર્યક્રમમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાતના નવ નિયુક્ત ચેરમેનશ્રી અજયભાઈ પટેલ સાથે ઉપસ્થિત રહેવાનો લાહ્વો મળ્યો.

Posted in Junagadh

ધી.જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક લી. સરદારગઢ પેટા બ્રાંચ ખાતે મુલાકાત.

આજરોજ ધી.જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક લી. સરદારગઢ પેટા બ્રાંચ ખાતે મુલાકાત લઈ બેંકના ખાતેદારોને મળતી જરૂરી સુવિધાની સાથે બેન્ક બિલ્ડિંગ ઇન્ફાસ્ટકચર ને રીનોવેટ કરવા જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Manavadar

માણાવદર તાલુકાનાં થાનિયાણા ખાતે ટોળીયા પરિવાર દ્વારા યોજાયેલ શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન.

આજરોજ માણાવદર તાલુકાનાં થાનિયાણા ખાતે ટોળીયા પરિવાર દ્વારા યોજાયેલ શ્રીમદ્ ભાગવત કથાનાં આયોજન માં નિમંત્રણને માનઆપી વક્તા શ્રી કૌશિકભાઈ ભટ્ટનાં મુખે કથાનું રસપાન કરવાનો અવસર પ્રાપ્ત થયો એ વેળાએ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી.સી.આર પાટીલ સાહેબ, સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, ભરતભાઈ બોઘરા, સંગઠન પ્રભારી ધવલભાઈ દવેની પણ ઉપસ્થિતિ રહી હતી.