Posted in Junagadh

૮૮-કેશોદ વિધાનસભાની સંગઠન બેઠક

આજરોજ ૮૮-કેશોદ વિધાનસભાની સંગઠન બેઠક શ્રી પાનદેવ લેઉઆ પટેલ સમાજ કેશોદ ખાતે પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા,કેશોદ વિધાનસભાના સીટનાં ઇન્ચાર્જ વિજય કોરાટની ઉપસ્થિતીમાં યોજાઇ, જેમાં સીનીયર આગેવાનો, અપેક્ષીત કાર્યકર્તાઓ તેમજ પાર્ટીનાં તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જે બેઠકમાં હાજરી આપી,આગામી ગુજરાત ગૌરવ યાત્રાના રૂટના આયોજન સાથે વિધાનસભા ચૂંટણી અંતર્ગત સંગઠનને વધુ મજબુત બનાવવા જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh

૮૯-માંગરોળ વિધાનસભાની સંગઠન બેઠક

આજરોજ ૮૯-માંગરોળ વિધાનસભાની સંગઠન બેઠક પટેલ સમાજ માળીયા હાટીના ખાતે પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબની ઉપસ્થિતીમાં મળી,જેમાં પાર્ટીના અપેક્ષીત કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, આ બેઠકમાં હાજરી આપી આગામી આવનારી “ગુજરાત ગૌરવ યાત્રા” ના આયોજન સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જૂનાગઢના પ્રવાસ કાર્યક્રમનાં સુચારુ આયોજન સાથે વિધાનસભા ચૂંટણી અંતર્ગત સંગઠાત્મક કાર્ય અંગે જરૂરી સુચનો કરેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના બિલખા ખાતે સમુહ લગ્નોત્સવ માં ઉપસ્થિત રહી નવ દંપતીને આશીર્વાદ આપેલ.

આજરોજ જૂનાગઢ તાલુકાના નવાગામ શ્રી નુરસતાગોર ધામ (બિલખા) ખાતે શ્રી ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્રારા આયોજીત સમુહ લગ્નોત્સવ માં સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સાથે ઉપસ્થિત રહી પ્રભૂતામાં પગલા પાડતા નવ દંપતીને આશીર્વાદ આપેલ.

Posted in Junagadh

રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી શિવપ્રકાશજી ના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ તાલુકા ગ્રામ્ય મંડલની ટિફિન બેઠક મળી.

આજ તા.7મી મે નારોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડિત દિનદયાલ ભવન ખાતે રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી શિવપ્રકાશજી ના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ તાલુકા ગ્રામ્ય મંડલની ટિફિન બેઠક મળી, જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, મંત્રી શ્રી દેવાભાઈ માલમ સહિત જૂનાગઢ તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Posted in Junagadh

રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી શિવપ્રકાશજી ના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ તાલુકા ગ્રામ્ય મંડલની બેઠક મળી.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડિત દિનદયાલ ભવન ખાતે રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી શિવપ્રકાશજી ના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ તાલુકા ગ્રામ્ય મંડલની બેઠક મળી, જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, મંત્રી શ્રી દેવાભાઈ માલમ સહિત જૂનાગઢ તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા જેમાં આગામી વિધાનસભા ચૂંટણી અંતર્ગત માહિતગાર કર્યા હતા જેમાં ઊપસ્થિત રહ્યો.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી શિવપ્રકાશજી કાર્યરત સ્વામી વિવેકાનંદ પુસ્તકાલયની મુલાકાત લીધી.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડિત દિનદયાલ ભવન ખાતે પધારતા રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી શિવપ્રકાશજી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે કાર્યરત સ્વામી વિવેકાનંદ પુસ્તકાલયની મુલાકાત લીધી હતી અને પોતાનો પ્રતિભાવની નોંધ કરી હતી એવેળાએ સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા,મંત્રી શ્રી દેવાભાઈ માલમ ઉપસ્થિત રહ્યા હતા.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના મજેવડી ગામ ખાતે પેવર બ્લોકનાં કામનું ખાત મુહૂર્ત.

આજરોજ જૂનાગઢ તાલુકાના મજેવડી ગામ ખાતે પેવર બ્લોકનાં કામનું ખાત મુહૂર્ત કરી સરકારશ્રી દ્વારા કરાતી વિકાસયાત્રામાં જોડાઈ લોકહિતનાં કાર્યમાં સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો.

Posted in Junagadh

લોક સંપર્ક માસ અભિયાન અંતર્ગત જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામ ખાતે લોક સંપર્ક કરવામાં આવ્યો.

આજરોજ લોક સંપર્ક માસ અભિયાન અંતર્ગત જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામ ખાતે લોક સંપર્ક કરવામાં આવ્યો, જેમાં સ્થાનીક લોકોના પ્રશ્નો સાંભળી સત્વરે ઉકેલ લાવવા સંલગ્ન અધિકારીઓને માહિતગાર કરી સુચન કરેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના રૂપાવટી ગામ ખાતે રામજી મંદિર પૂર્ણ:જીર્ણોદ્ધાર ધર્મ મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત રહી.

આજ તા.6 મેના રોજ જૂનાગઢ તાલુકાના રૂપાવટી ગામ ખાતે રામજી મંદિર જીણોદ્ધાર સમિતિ દ્વારા નૂતન રામજી મંદિર પૂર્ણ:જીર્ણોદ્ધાર ધર્મ મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત નિમંત્રણને માન આપી જેતપુર મતવિસ્તારના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયા સાથે ઉપસ્થિત રહી રામજીમંદિર ખાતે આરતી-દર્શન નો લાભ લીધો.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના મોટી મોણપરી ખાતે શ્રી પટેલ સમાજ ભવન નિર્માણ શિલાન્યાસ કાર્યક્રમમાં હાજર રહ્યો.

આજરોજ વિસાવદર તાલુકાના મોટી મોણપરી ખાતે શ્રી પટેલ સમાજ ભવન નિર્માણ શિલાન્યાસ તેમજ સમાજ રત્નોનું સન્માન “સંગઠન ઉત્સવ” કાર્યક્રમનાં આયોજનમાં નિમંત્રણ ને માન આપી હાજર રહ્યો,એ વેળાએ સમાજ ભવન નિર્માણ કાજે યથાયોગ્ય અનુદાન આપેલ.