આજ તા.૧૩- માર્ચના રોજ જૂનાગઢ જિલ્લાનાં માણાવદર ખાતે ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની માણાવદર શાખા ખાતે બેંક વિઝિટ કરી, બેંકની કામગીરી વિશે કર્મચારીઓ સાથે બેંક ની કાર્ય પદ્ધતિ વિશે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા.





આજરોજ જુનાગઢ ના ડુંગરપુર ગામે પશુ- પક્ષી, પ્રાણી કલ્યાણ મંડળ ખાતે કેન્દ્રીય રાજ્ય નાણાં મંત્રી શ્રી ડો.ભાગવત કરાડ ના અધ્યક્ષ સ્થાને કેન્દ્ર અને ગુજરાત સરકારશ્રીના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં હાજર રહીને કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો, સાથે છેવાડાના અને મધ્યમ વર્ગના લોકોને કેવીરીતે લાભ મળે તેવી માહિતી આપી હતી. જેમાં હાજરી આપી સહભાગી થયો હતો.





આજરોજ ખડિયા નજીક આવેલ અમૃત ઇન્સ્ટિટ્યૂટ ખાતે કેન્દ્રીય ફાઇનાન્સ મિનિસ્ટર ડૉ. ભાગવત કરાડ સાહેબની ઉપસ્થિતિમાં યુવા મતદારો સાથે સીધો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં યુવાન ભાઈ બહેનોએ પોતાના પ્રતિભાવો જણાવ્યા હતા, આ યુવા મતદાર સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મતાધિકાર અને સરકારશ્રી દ્વારા યુવા વિદ્યાર્થીઓને મળતા લાભો અંગેની માહિતી અંગે આદાન પ્રદાન કરેલ.





આજરોજ જૂનાગઢ તાલુકાના જામકા ગામે “શ્રી ગોપી ગીર ગૌ સંવર્ધન ટ્રસ્ટ” ખાતે કેન્દ્રીય ફાઈનાન્સ મિનિસ્ટર શ્રી ડો. ભાગવત કરાડ સાહેબની ઉપસ્થિતિમાં ધી. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ના સહયોગથી પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં હાજરી આપી પ્રગતીશીલ ખેડૂતોનું સન્માન કરવાની સાથે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી કૃષિ લક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપેલ.
















આજરોજ ગીર સોમનાથ જિલ્લાના પ્રશ્નાવડા ખાતે આવેલ. સ્વ.શ્રી એમ જે ઝાલા સા. મંડળ સંચાલિત માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળા ખાતે શાળામાં અભ્યાસ કરી યશસ્વી સ્થાન પર કાર્યરત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ શાળાના વર્તમાન તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો, જેમાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનું બહુમાન કરવાનો અવસર પ્રાપ્ત થયો.




