આજરોજ વિશેષ જન સંપર્ક અભિયાન અંતર્ગત રાજકોટ શહેર ભાજપ કાર્યાલય “કમલમ” ખાતે યોજાયેલ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી જેમાં હાજરી આપી આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન મેળવ્યું.





આજરોજ જૂનાગઢ જીલ્લા ભા.જ.પ. કાર્યાલય ખાતે જુનાગઢ જિલ્લાની કારોબારી બેઠક પ્રભારી શ્રી ધવલભાઈ દવેની અધ્યક્ષતામાં મળેલ જેમાં પોરબંદરના સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, જિલ્લા સંગઠન પ્રભારી શ્રી ધવલભાઇ દવે, ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તેમજ પ્રદેશ કારોબારી સદસ્યો સાથે જીલ્લા પંચાયત તેમજ દૂધ સંઘનાં ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા અને જિલ્લા ના કારોબારી સભ્યો સાથે ઉપસ્થિત રહી પાર્ટીના સૂચવેલ આગામી કાર્યક્રમો અને સંગઠાત્મક ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપેલ.





આજરોજ અમૃત ઇન્સ્ટિટયૂટ ખાતે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ તાલુકાના અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે બેઠક મળી જેમાં ગુજરાત પ્રદેશ દ્વારા અપાયેલ આગામી ૩૦ મે થી ૩૦ જૂન સુધી યોજાનારા જનસંપર્ક અભિયાન તેમજ વિવિધ કાર્યક્રમના આયોજન અંતર્ગત બેઠક યોજાઇ જેમાં હાજરી આપી આગામી તમામ કર્યકમોના આયોજન અંતર્ગત માર્ગદર્શન આપ્યું.





આજરોજ જૂનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડીત દીનદયાલ ભવન” ખાતે જીલ્લા ટીમ,મંડલ પ્રમુખ,તાલુકા પંચાયત-જીલ્લા પંચાયત,નગરપાલિકા પ્રમુખ,મોરચાના પ્રમુખો, ધારાસભ્યો,પૂર્વ ધારાસભ્યની ઉપસ્થિતિમાં બેઠક મળેલ જેમાં હાજરી આપી, આઇ.ટી. સોશીયલ મીડીયા અંતર્ગત અધૂરી કામગીરી સત્વરે પૂર્ણ કરવાની સાથે પાર્ટી દ્વારા સૂચવવામાં આવેલ આગામી કાર્યક્રમ અંતર્ગત જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપેલ.





આજરોજ વંથલી તાલુકાના નરેડી ખાતે યુવા મોરચાના કારોબારી સભ્ય જયદીપ બરવાડીયાના નિવાસ સ્થાને માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનો ૧૦૦ મી ‘મન કી બાત’ કાર્યક્રમ અંતર્ગત યોજાયો,જેમાં પ્રધામંત્રીશ્રી દ્વારા દેશવાસીઓને ‘મન કી બાત’ ના માધ્યમથી ઐતિહાસિક સંબોધન કરેલ જે સાંભળવાનો અવસર મળેલ.




