આજરોજ માંગરોળ બંદર ખાતે સહકાર મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાહેબે ખારવા સમાજના અગ્રણીઓ માછીમારો સાથે સોમનાથ ભવન ખાતે બેઠક યોજી સંભવિત બિપોરજોય વાવાઝોડાને ધ્યાને લઈ આગોતરાં આયોજન અંગે જરુરી માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું જેમાં હાજર રહેલ.





બિપોરજોય વાવાઝોડાને કારણે આજરોજ માંગરોળ બંદર ખાતે સહકાર મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાહેબે માંગરોળ દરીયા કિનારે જેટીની જીલ્લા વહીવટી તંત્ર સ્થાનીક આગેવાનો માછીમારો સાથે મુલાકાત લીધી સંભવિત બિપોરજોય વાવાઝોડાને ધ્યાને લઈ પરિસ્થિતિ અંગેના આગોતરાં આયોજન અંગે જરુરી માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું જેમાં હાજર રહેલ.





આજરોજ જુનાગઢ શામળા દાસ ગાંધી ટાઉનહોલ, ખાતે કેશવ સ્મારક પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત પ્રભુ નાગરિક ગોષ્ઠી ના આયોજિત કાર્યક્રમમાં નિમંત્રણને માન આપી “સમાજ પરિવર્તન,સમાજ દ્વારા” ના વિષય પર વક્તા શ્રી મા.શ્રી આરીફ મોહમ્મદ ખાન (રાજ્યપાલ શ્રી કેરલ) અને રા. સ્વ સંઘ-અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ) સાથે હાજરી આપી. પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી કાર્યક્રમમાં હાજરી આપી માર્ગદર્શન મેળવ્યું.





વૈશ્વિક નેતા અને દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કુશળ નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને આયોજીત”વિશેષ સંપર્ક અભિયાન” સહિત વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ 13.જુનાગઢ લકોસભા શ્રેત્રમાં (બ્રહ્માનંદધામ – ચાપરડા) સ્થીત અખીલ ભારતીય સાધુ સમાજ નાં અધ્યક્ષ,પરમ પુજ્ય પરમ વંદનીય શ્રી મુક્તાનંદ બાપુ સાથે સુરવેધામ ખાતે મુલાકાત કરી સરકારશ્રીની લોક ઉપયોગી સિદ્ધિઓની માહીતી સભર પુસ્તીકા અર્પણ કરી આશીર્વાદ મેળવી સરકારશ્રી ની “9” વર્ષની સફળતાના સ્મરણો વાગોળ્યા હતા.





આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીની સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે “સંપર્કથી સમર્થન અભિયાન” અંતર્ગત ૮૭ વિસાવદર વિધાનસભા વિસ્તારના માંડાવડ માર્કેટીંગ યાર્ડ ખાતે લાભાર્થી સંમેલન યોજાયું જેમાં ઉપસ્થિત રહી લાભાર્થીઓ ને સંબોધિત કર્યા, સાથે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના પ્રમાણપત્રો સાથે માં અમૃતમકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.





આજરોજ રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રી ડી. કે. પરવાડીયા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ આટકોટ ખાતે નવ નિર્મિત હૃદય રોગ વિભાગ (કેથલેબ) તેમજ બે નવા મોડ્યુલર ઓપરેશન થિયેટરના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં હાજરી આપી લોકસેવા અર્થે યોજાયેલ કાર્યક્રમનો શાક્ષી બન્યો.




