Posted in Junagadh

જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે બિપરજોય ચક્રવાતનાં લેન્ડફોલની સ્થિતી દરમિયાન થનાર મુશ્કેલીઓ ને નિવારવા ચાંપતી નજર રાખી

આજરોજ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે બિપરજોય ચક્રવાતનાં લેન્ડફોલની સ્થિતી દરમિયાન થનાર મુશ્કેલીઓ ને નિવારવા ચાંપતી નજર રાખી કોઈ જાનહાની ન થાય એ અંગે તંત્ર દરેક પ્રકારના પડકારનો સામનો કરવા સજ્જ જે અંગે બેઠકમાં રાજ્ય મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહેલ.

Posted in Mangarol

માંગરોળ બંદર ખાતે ઓલ ઇન્ડિયા ખારવા સમાજના પ્રમુખ આગેવાનો સાથે બેઠક કરી.

બિપરજોય વાવાઝોડાના પગલે આજરોજ રાજ્ય સરકારના મંત્રી શ્રી જગદીશ પાંચાલ ( વિશ્ર્વકર્મા) સાથે હાજર રહી માંગરોળ બંદર ખાતે ઓલ ઇન્ડિયા ખારવા સમાજના પ્રમુખ અને પાર્ટીના આગેવાન વેલજીભાઈ મસાણી અને માછીમાર એસોસિએશનના આગેવાનો સાથે બેઠક કરી સંભવીત ચક્રવાતથી થનાર નુકસાનીને નિવારવા સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ.

+2

Posted in Mangarol

માંગરોળ દરીયા કિનારે “જેટી” ની જીલ્લા વહીવટી તંત્ર, સ્થાનીક આગેવાનો સ્થળે

સંભવીત બિપરજોય વાવાઝોડાને ઘ્યાને લઈ આજરોજ માંગરોળ બંદર ખાતે રાજ્ય મંત્રી શ્રી જગદીશ પાંચાલ (વિશ્ર્વકર્મા) ની ઉપસ્થિતિમાં માંગરોળ દરીયા કિનારે “જેટી” ની જીલ્લા વહીવટી તંત્ર, સ્થાનીક આગેવાનો, ઓલ ઇન્ડિયા માછીમાર સમાજના પ્રમુખશ્રી વેલજીભાઈ મસાણી, ધારાસભ્યો તેમજ માછીમારો સાથે મુલાકાત લીધી સંભવિત બિપરજોય વાવાઝોડાથી પરિસ્થિતિ ખરાબ ન બને અંગેના આગોતરાં આયોજન કરીને સલામતી અંગેના ભાગરૂપે તમામ બોટોને સલામત સ્થળે ખસેડી જરૂરિયાતવાળા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતરિત કરી જરુરી માર્ગદર્શન આપ્યું.

+10

Posted in Chorvad

જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે હાજર રહી, ચોરવાડ વિસ્તારમાંથી સ્થળાંતરિત કરેલા રહેવાસીઓ સાથે પૂછપરછ કરી

બિપરજોય ચક્રવાત પહોંચીવળવા મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અન્વયે જુનાગઢ જિલ્લા મા પ્રભાવિત સ્થળોની મુલાકાત દરમિયાન રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે હાજર રહી, ચોરવાડ સ્થિત બંદર પ્રાથમિક શાળા ખાતે પ્રભાવિત વિસ્તારમાંથી સ્થળાંતરિત કરેલા રહેવાસીઓ સાથે પૂછપરછ કરી તકેદારીના ભાગરૂપે માર્ગદર્શન આપી, દધેશ્વર મહાદેવનું પૂજન અર્ચન અને દર્શન કરીને ગુજરાત પર વાવાઝોડા રૂપી આવેલું સંકટ દૂર થાય તેવી પ્રાર્થના કરી.

+11

Posted in Maliya

માળીયા હાટીના તાલુકાનાં સુખપુર પ્રાથમિક શાળા ખાતે રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે હાજર

જૂનાગઢ જીલ્લા માં સંભવીત “બિપરજોય” ચક્રવાત પહોંચી વળવા પ્રભાવિત સ્થળોની મુલાકાત દરમિયાન માળીયા હાટીના તાલુકાનાં સુખપુર પ્રાથમિક શાળા ખાતે રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે હાજર રહી સ્થાનીક આગેવાનો, પાર્ટીનાં કાર્યકરો, સરપંચો,અને આગેવાનો સાથે જરૂરી પૂછપરછ કરી આવનારી પરીસ્થીતી ને પ્હોંચી વળવા માર્ગદર્શન આપેલ.

+3

Posted in Mangarol

“બિપરજોય” વાવાઝોડાથી થનાર નુકસાનને નિવારવા આગોતરા આયોજન સ્થળાંતરિત કરેલા

બિપરજોય વાવાઝોડાને પગલે માંગરોળ તાલુકાનાં આત્રોલી આપત્તિ વ્યવસ્થાપન (સેલ્ટર હોમ) ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહી જિલ્લા વહીવટી તંત્ર, સ્થાનીક આરોગ્ય કર્મીઓ સાથે મુલાકાત કરી સંભવિત “બિપરજોય” વાવાઝોડાથી થનાર નુકસાનને નિવારવા આગોતરા આયોજન સ્થળાંતરિત કરેલા આશ્રિતો સાથે મુલાકાત કરી આપત્તિ વ્યવસ્થાપન અંગે કર્મચારીઓને જરૂરી સૂચના આપી.

+2

Posted in Mangarol

“આપત્તિ વ્યવસ્થાપન સેન્ટર” ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે

બિપરજોય વાવાઝોડાને પગલે માંગરોળ તાલુકાનાં રહીજ ખાતે “આપત્તિ વ્યવસ્થાપન સેન્ટર” ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહી જિલ્લા વહીવટી તંત્ર, સહકારી આગેવાનો, સ્થાનીક આગેવાન કાર્યકર્તાઓ, આરોગ્ય કર્મીઓ સાથે મુલાકાત કરી સંભવિત “બિપરજોય” વાવાઝોડાથી થનાર નુકસાનને નિવારવા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જરૂરી સૂચનાઓ આપી, સાથે સેલ્ટર હોમમાં રહેલા આશ્રિતોને ફુડ પેકેટનું વિતરણ કર્યું,

+3

Posted in Junagadh

શ્રી અમીતભાઈ શાહ સાહેબે સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે સુચનો કર્યા

અરબ સાગરમાં સર્જાયેલા “બિપરજોય” ચક્રવાતને પહોંચીવળવા. કેન્દ્રીય ગૃહ પ્રધાન તેમજ સહકારિતા મંત્રી શ્રી અમીતભાઈ શાહ સાહેબે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે સુચનો કર્યા જેમાં રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે જીલ્લા વહીવટી તંત્ર,ધારાસભ્યો, જીલ્લા પંચાયતના પ્રમુખ,સદસ્યો સાથે હાજર રહી કેશોદ તાલુકા સેવા સદન ખાતે માર્ગદર્શન મેળવ્યું.

+5

Posted in Keshod

બાલાગામ ખાતે ઘેડ પંથકમાં આવતા પાણીના વહેણ નું સ્થળ નિરીક્ષણ કરી

સંભવીત બિપરજોય વાવાઝોડાને પગલે કેશોદ તાલુકાના બાલાગામ ખાતે ઘેડ પંથકમાં આવતા પાણીના વહેણ નું સ્થળ નિરીક્ષણ કરી બાલગામ ગ્રામ પંચાયત ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહી જિલ્લા વહીવટી તંત્ર, ધારાસભ્યો, સ્થાનીક આગેવાન કાર્યકર્તાઓ, સાથે મુલાકાત કરી સંભવિત “બિપરજોય” વાવાઝોડાથી થનાર નુકસાનને નિવારવા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જરૂરી સૂચનાઓ આપી પરિસ્થિતી નો તાગ મેળવ્યો

+2

Posted in Junagadh

વૈકલ્પીક વ્યવસ્થા અંગે રીવ્યુ બેઠેક કરી જરૂરી સુચનો કર્યા હતા.

મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અન્વયે રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે જુનાગઢ જીલ્લા કલેકટર કચેરી ખાતે સરકારશ્રીના વિવિઘ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પાર્ટીના હોદ્દેદારો,ધારાસભ્ય અને મેયર જોડે વાવાઝોડા સંભવિત સ્થળની પરિસ્થિતી અંગે વાકેફ કરી વૈકલ્પીક વ્યવસ્થા અંગે રીવ્યુ બેઠેક કરી જરૂરી સુચનો કર્યા હતા.

+2