






આજરોજ ભારતીય જનતા પાર્ટી કચ્છ જીલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ આહીર અને સાથી આગેવાન કાર્યકર્તાઓ સાથે મારી ઓફિસ ખાતે પધારતા નૂતવર્ષ ની શુભકામનાઓ પાઠવી.







આજરોજ ભારતીય જનતા પાર્ટી કચ્છ જીલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ આહીર અને સાથી આગેવાન કાર્યકર્તાઓ સાથે મારી ઓફિસ ખાતે પધારતા નૂતવર્ષ ની શુભકામનાઓ પાઠવી.
આજરોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા અને તાલુકાના અપેક્ષિત કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે બેઠક મળી, જેમાં હાજરી આપી બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત બાકી રહેલ સરલ એપ્લિકેશનમાં “OTP” વેરીફીકેશનની કામગીરી તત્વરિત પૂરું કરવાની સાથે આગામી નૂતનવર્ષના સ્નેહમિલન કાર્યક્રમોના આયોજન અંગે જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપેલ.








આજરોજ વિસાવદર તાલુકાના બરડીયા પટેલ સમાજ વાડી ખાતે અવધ હોસ્પિટલ & આઈ.સી.યુ તેમજ વિવિધ સેવાકીય સંસ્થાઓ અને બરડીયા ગામના સરપંચ શ્રી દ્વારા આરોગ્ય લક્ષી નિશુલ્ક નિદાન તેમજ સારવાર કેમ્પ તેમજનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ રોગોના 15 થી વધુ નિષ્ણાંત ડો. કેમ્પમાં જોડાયા હતા જે કેમ્પમાં હાજરી આપી કેમ્પને ખુલ્લો મુક્યો હતો, આ કેમ્પમાં લાભ લેનારા જરૂરિયાતમંદ દર્દીઓને તપાસની સાથે સાથે જરૂરી દવાઓ પણ નિશુલ્ક આપવામાં આવી હતી.










આજરોજ ભવનાથ સ્થિત પારસ ધામ ખાતે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવશ્રી નમ્રમુની મહારાજ સાહેબના સાનિધ્યમાં ગુજરાત સરકાર ના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ ભાઈ સંઘવી સાહેબ સાથે હાજર રહી આશિર્વાદ મેળવ્યા.





આજ તા.૪- નવેમ્બરના રોજ શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ-ચાપરડા ખાતે રૂ-૪૦ કરોડના ખર્ચે વિવિધ લોકાર્પણ અને ખાત મુહૂર્ત ગુજરાત સરકાર ના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના હસ્તે કરવામાં આવેલ જે પ્રસંગે ઉપસ્થિત રહેલ.








આજ તા. ૪-નવેમ્બરના રોજ શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ-ચાપરડા ખાતે વિવિધ લોકાર્પણ, ખાત મુહૂર્ત અને જુનાગઢ પોલીસ દ્વારા આયોજીત “રનફોર જૂનાગઢ” કાર્યક્રમ પ્રસંગે પધારતા ગુજરાત સરકાર ના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને કેશોદ હવાઈ મથક ખાતે પુષ્પગુચ્છ આપી આવકાર્યા.




આજરોજ ગીર સોમનાથ ખાતે કાર્યક્રમ અંતર્ગત પધારતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને પ્રદેશ પ્રમુખશ્રી સી આર પાટીલ સાહેબ નું કેશોદ એરપોર્ટ ખાતે પુષ્પગુચ્છ આપી ઉષ્માભેર સ્વાગત કર્યું.












પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના કાર્યક્રમ ને ભવ્ય રીતે સફળ બનાવવા બદલ સૌકોઇ સંત/મહંતશ્રીઓ, કાર્યકરો, આગેવાનો, જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર, વ્યવસ્થા મા જોડાયેલ તમામ લોકો અને જનતા જનાર્દન નો ફરી ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છું.








વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી-ઓજસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું દત્ત દાતાર અને નરસૈયાની નગરી જૂનાગઢમા હેલીપેડ ખાતે ભાવભર્યું સ્વાગત કર્યું હતું.














