Posted in Visavadar

સરસઈ જીલ્લા પંચાયત સીટના ચાપરડા ગામ ખાતે “સંવાદ સંવાદ” કાર્યક્રમ યોજાયેલ.

આજરોજ સરસઈ જીલ્લા પંચાયત સીટના ચાપરડા ગામ ખાતે જૂનાગઢ જીલ્લાના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા કાર્યકર્તાઓ સાથે સીધો “સંવાદ સંવાદ” કાર્યક્રમ યોજાયેલ જેમાં હાજર રહેલ. પ્રવાસ દરમ્યાન અહીં શ્રી મેલડી માતાજીના મંદિરના સાનિધ્યે દર્શન કરી આશીર્વાદ મેળવેલ. આ સીધા “સંવાદ કાર્યક્રમ” માં સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા પોતાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના માંગનાથ પીપળી ગામના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રામાં જોડાયા.

આજરોજ વિસાવદર તાલુકાના માંગનાથ પીપળી ગામના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના કાર્યકરો અને નવ નિયુક્ત કોંગી અને આમ આદમી પાર્ટીના સરપંચો અને કાર્યકરોએ તેમની પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રામાં જોડાઈ દેશના પનોતા પુત્ર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી દ્વારા થતી વિકાસ યાત્રામાં જોડાયા, આ કાર્યક્રમ માં હાજરી આપી તમામને કેસરિયો ખેસ પહેરાવી આવકાર્યા.

Posted in Visavadar

વિસાવદર કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી, પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરેલી.

આજરોજ વિસાવદર કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી, પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરેલી. આતકે લોકો ના પ્રશ્નો અને રજુઆતો સાંભળી તેઓના પ્રશ્નોના ઉકેલ માટે જરૂરી સુચનાઓ આપી તમામ પ્રશ્નો ઉકેલવા પ્રયત્નો કરેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના વેકરીયા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવ નિયુક્ત ગ્રામપંચાયત ના સરપંચશ્રી. ઉપસરપંચશ્રી અને પંચાયતની ટીમ નું સન્માન કર્યું.

આજરોજ વિસાવદર તાલુકાના વેકરીયા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવ નિયુક્ત ગ્રામપંચાયત ના સરપંચશ્રી. ઉપસરપંચશ્રી અને પંચાયતની ટીમ નું સન્માન કાર્યક્રમના આયોજન માં હાજરી આપી ગ્રામ પંચાયતની નવનિયુકત બોડી અને ગામના આગેવાનો નું સન્માન કર્યું.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના વેકરીયાગામ ખાતે પ્રવાસ દરમ્યાન વેકરીયા ગામના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી.

આજ તા.૨૦ જાન્યુઆરી ના રોજ વિસાવદર તાલુકાના વેકરીયાગામ ખાતે પ્રવાસ દરમ્યાન વેકરીયા ગામના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી,ગામના વિકાસ અર્થે પ્રશ્નોના ઉકેલ લાવવા ચર્ચા કરવામાં આવી.

Posted in Visavadar

જૂનાગઢ જિલ્લા ના વિસાવદર તાલુકાના કુબા ગામે નૂતન રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ધર્મ મહોત્સવ પ્રસંગે હાજરી.

આજરોજ જૂનાગઢ જિલ્લા ના વિસાવદર તાલુકાના કુબા ગામે નૂતન રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ધર્મ મહોત્સવ પ્રસંગે હાજરી આપી પૂજન અર્ચન નો લાભ મેળવ્યો

Posted in Visavadar

વિસાવદર ખાતે શહેર અને તાલુકા ભાજપ ની કારોબારી મળી હતી જેમાં હાજરી આપી.

આજરોજ વિસાવદર ખાતે વિસાવદર શહેર અને તાલુકા ભાજપ ની કારોબારી મળી હતી જેમાં હાજરી આપી.આગામી કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

Posted in Visavadar

વિસાવદર ખાતે આવેલ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ની પેટા શાખાની મુલાકાત કરી.

આજરોજ વિસાવદર ખાતે આવેલ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ની પેટા શાખાની મુલાકાત કરી, બેંક ના સ્ટાફ સાથે વાતચીત કરી બેંકની કામગીરી અંગે માહિતી મેળવી બેંક દ્વારા અપાતી સેવાઓ અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના ભાલગામ ખાતે કાર્યરત ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની શાખા ખાતે વિઝિટ કરી બેંકના કર્મચારીઓ સાથે મુલાકાત.

વિસાવદર તાલુકાના ભાલગામ ખાતે કાર્યરત ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની શાખા ખાતે આજરોજ વિઝિટ કરી બેંકના કર્મચારીઓ સાથે મુલાકાત કરી બેંક વધુમાં લોક ઉપયોગી રહે એ અંગે માર્ગદર્શન આપેલ.

Posted in Visavadar

વિસાવદર શહેર અને તાલુકા ભાજપ ના આગેવાનો અને કાર્યકરો દ્વારા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે નિમણૂક મળવાને લઈ શુભેચ્છાઓ પાઠવી.

આજરોજ વિસાવદર શહેર અને તાલુકા ભાજપ ના આગેવાનો અને કાર્યકરો દ્વારા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે નિમણૂક મળવાને લઈ ઉમકળાભેર સ્વાગત કર્યુ અને શુભેચ્છાઓ પાઠવી તે બદલ ખુબ ખુબ આભાર.