Posted in Visavadar

વિસાવદર ખાતે યુવા મોરચા દ્વારા બાઇક રેલી નું આયોજન થયેલ

આજ રોજ વિસાવદર ખાતે યુવા મોરચા દ્વારા બાઇક રેલી નું આયોજન થયેલ જેમાં યુવાનોને પ્રોત્સાહન આપવા રેલી માં જોડાયેલ.

Posted in Visavadar

પ્રેમપરા સ્થિત પટેલ સમાજવાડી ખાતે જાહેર સભા યોજાઈ જેમાં હાજરી આપી.

૮૭-વિસાવદર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદભાઈ રીબડીયાના સમર્થનમાં આજરોજ વિસાવદર તાલુકાના પ્રેમપરા સ્થિત પટેલ સમાજવાડી ખાતે જાહેર સભા યોજાઈ જેમાં હાજરી આપી, સભામાં પ્રેમપરાના સર્વે ગ્રામજનો, પાર્ટીના કાર્યકરો અને સમર્થકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી, પોતાનું સમર્થન દર્શાવ્યું હતું.

Posted in Visavadar

૧ નવેમ્બરના રોજ યોજાનાર પેજ સમિતી સ્નેહ સંમેલનના સુચારુ આયોજન

આજરોજ માંડવડ માર્કેટિંગ યાર્ડ વિસાવદર ખાતે આગામી ૧ નવેમ્બરના રોજ યોજાનાર પેજ સમિતી સ્નેહ સંમેલનના સુચારુ આયોજન અર્થે વિસાવદર શહેર/ તાલુકા શક્તિ કેન્દ્રના પ્રમુખો, સંયોજકો, કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની બેઠક મળી,જેમાં હાજરી આપી,કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના મોટી મોણપરી ખાતે શ્રી પટેલ સમાજ ભવન નિર્માણ શિલાન્યાસ કાર્યક્રમમાં હાજર રહ્યો.

આજરોજ વિસાવદર તાલુકાના મોટી મોણપરી ખાતે શ્રી પટેલ સમાજ ભવન નિર્માણ શિલાન્યાસ તેમજ સમાજ રત્નોનું સન્માન “સંગઠન ઉત્સવ” કાર્યક્રમનાં આયોજનમાં નિમંત્રણ ને માન આપી હાજર રહ્યો,એ વેળાએ સમાજ ભવન નિર્માણ કાજે યથાયોગ્ય અનુદાન આપેલ.

Posted in Visavadar

વિસાવદર ખાતે તાલુકા કક્ષાનો બ્લોક હેલ્થ મેળાનું આયોજન થયું.

આજરોજ વિસાવદર ખાતે તાલુકા કક્ષાનો બ્લોક હેલ્થ મેળાનું આયોજન થયું જેમાં આરોગ્ય લક્ષી તમામ રોગોના નિદાન અને સારવાર કરવામાં આવી જેમાં જરૂરીયાત મંદ દર્દીઓએ લાભ લીધો હતો આ તકે ઉપસ્થીત રહી સરકારશ્રીની આરોગ્ય લક્ષી તમામ સેવાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તેનું માર્ગદર્શન સાથે પોષણ લક્ષી કિટનું વિતરણ કરેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના પીયાવા ગીર ખાતે યોજાયેલ સંત શ્રી વેલનાથ બાપુના નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી.

આજરોજ વિસાવદર તાલુકાના પીયાવા ગીર ખાતે યોજાયેલ સંત શ્રી વેલનાથ બાપુના નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત યોજાયેલ સત્કુંડી યજ્ઞ ધર્મ મહોત્સવના પાવન અવસરે હાજરી આપી ધર્મોત્સવનો લાભ લીધો.

Posted in Visavadar

વિસાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ઉપસ્થીત રહી કાર્યકર્તાઓ સાથે બેઠક કરી.

આજરોજ વિસાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ઉપસ્થીત રહી કાર્યકર્તાઓ સાથે બેઠક કરી એમના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત સાંભળી સત્વરે ઉકેલ લાવવા સંલગ્ન અધિકારીઓને સુચન કરેલ સાથે આગમી ૨૪.૨૫ એપ્રિલના રોજ ઝોન મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા નાં વિસાવદર વિધાનસભા વિસ્તારના પ્રવાસ અંતર્ગત આયોજન અર્થે જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના લેરિયા ગામ ખાતે કથાનું રસપાન કરવાનો અવસર પ્રાપ્ત થયો.

આજરોજ વિસાવદર વિધાનસભા મત વિસ્તાર વિસાવદર તાલુકાના લેરિયા ગામ ખાતે ભગવનબાપા બાપા ડોબરીયાના પરિવારના પિતૃ મોક્ષાર્થે આયોજિત “શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ” કથામાં પાંચમા દિવસે ડોબરીયા પરિવારના આમંત્રણને માન આપી કથામાં હાજરી આપી કથાનું રસપાન કરવાનો અવસર પ્રાપ્ત થયો.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના બરડીયા ગામ ખાતે નવનિર્મિત થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આંગણવાડીના સ્થળ પર મુલાકાત.

વિસાવદર તાલુકાના બરડીયા ગામ ખાતે વિસાવદર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારના લોકોની સુખાકારી માટે નવનિર્મિત થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બિલ્ડીંગ તેમજ નૂતન આંગણવાડીના બિલ્ડીંગ નું કામ શરૂ કરાતા સ્થળ પર સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાથે સ્થળ મુલાકાત કરી જરૂરી સૂચનો કર્યા.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના મોટી મોણપરી જીલ્લા પંચાયત સીટના બરડીયા ખાતે “સંવાદ કાર્યક્રમ” યોજાયો .

આજ તા.૨૫.ફેબ્રુઆરીના રોજ વિસાવદર તાલુકાના મોટી મોણપરી જીલ્લા પંચાયત સીટના બરડીયા ખાતે જૂનાગઢ જિલ્લાના લોક લાડીલા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા કાર્યકર્તાઓ સાથે સીધો “સંવાદ કાર્યક્રમ” યોજાયો જેમાં કાર્યકર્તાઓ દ્વારા પોતાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા જેના સત્વરે ઉકેલ માટે ખાત્રી આપી હતી જે કાર્યક્રમ માં હાજરી આપી.