Posted in Other City

ગાંધીનગર ખાતે ઈકો સેન્સેટીવ ઝોન બાબતે બેઠકમાં ઉપસ્થિત રહેલ…

આજરોજ ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્યકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ની અધ્યક્ષતામાં ઈકો સેન્સેટીવ ઝોન બાબતે ની મળેલ અગત્યની બેઠકમાં ઉપસ્થિત રહેલ…

આ સાથે ઈકો સેન્સેટીવ ઝોન ને અસક કરતા ગામો નાં ખેડૂતોને નુકસાન ન થાય તે માટે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ…

Posted in Other City

૧૧-પોરબંદર લોકસભા ના જનસંપર્ક કાર્યાલય “ગોરસ” ના ઉદઘાટન સમારોહ પ્રસંગે આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.

૧૧-પોરબંદર લોકસભા ના સાંસદ અને ભારત સરકાર ના શ્રમ અને રોજગાર મંત્રાલય ના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ ના લોકો માટે ના જનસંપર્ક કાર્યાલય “ગોરસ” ના ઉદઘાટન સમારોહ પ્રસંગે આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Other City

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, સહિત પ્રદેશ હોદ્દેદારો, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે ઉપસ્થિત રહેલ. પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જીની વિશેષ ઉપસ્થિતિમાં નવરાત્રિ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, સહિત પ્રદેશ હોદ્દેદારો, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Other City, Talala

શ્રી સરદાર પટેલ – ભવનના ખાતમુહૂર્ત

આજરોજ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના ફાટસર ગામે યોજાયેલ ગીરગઢડા, ઉના,અને કોડીનાર શ્રી સરદાર પટેલ – ભવનના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહી, પટેલ સમાજ ભવન નિર્માણ કાર્યમાં સહભાગી થયેલ.

Posted in Other City

શ્રી ડી. કે. પરવાડીયા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ આટકોટ ખાતે

આજરોજ રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રી ડી. કે. પરવાડીયા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ આટકોટ ખાતે નવ નિર્મિત હૃદય રોગ વિભાગ (કેથલેબ) તેમજ બે નવા મોડ્યુલર ઓપરેશન થિયેટરના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં હાજરી આપી લોકસેવા અર્થે યોજાયેલ કાર્યક્રમનો શાક્ષી બન્યો.

+8

Posted in Other City, Photo Story

આજરોજ વિશેષ જન સંપર્ક અભિયાન અંતર્ગત રાજકોટ શહેર ભાજપ કાર્યાલય “કમલમ” ખાતે યોજાયેલ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી જેમાં હાજરી આપી આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન મેળવ્યું.

Posted in Other City

“લાગણીના વાવેતર” સાતમા શાહી સમુહ લગ્નોત્સવ આયોજનમાં હાજરી આપી.

આજરોજ શ્રી જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય આયોજિત ખેડૂત નેતા પૂ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પૂણ્ય સ્મૃતિમાં યોજાયેલ ભવ્યતિ ભવ્ય જાજરમાન “લાગણીના વાવેતર” સાતમા શાહી સમુહ લગ્નોત્સવ અંતર્ગત શ્રી જયેશભાઈ રાદડીયા દ્વારા કરાયેલા આયોજનમાં હાજરી આપી.

Posted in Other City

સોમનાથ જિલ્લાના પ્રશ્નાવડા ખાતે વિદ્યાર્થીઓનું બહુમાન કરવાનો અવસર પ્રાપ્ત થયો.

આજરોજ ગીર સોમનાથ જિલ્લાના પ્રશ્નાવડા ખાતે આવેલ. સ્વ.શ્રી એમ જે ઝાલા સા. મંડળ સંચાલિત માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળા ખાતે શાળામાં અભ્યાસ કરી યશસ્વી સ્થાન પર કાર્યરત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ શાળાના વર્તમાન તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો, જેમાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનું બહુમાન કરવાનો અવસર પ્રાપ્ત થયો.

+11

Posted in Other City

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીનાં સ્થાપના દિવસ નિમિતે આયોજિત આરોગ્યનો સેવાયજ્ઞ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો લાહ્વો મળ્યો.

આજરોજ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીનાં સ્થાપના દિવસ નિમિતે ગીર સોમનાથ જીલ્લા શાખા વેરાવળ, ગુજરાત રાજ્ય શાખા નાં સંયુક્ત ઉપક્રમે ફિશરીઝ કોલેજ ખાતે આયોજિત આરોગ્યનો સેવાયજ્ઞ કાર્યક્રમમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાતના નવ નિયુક્ત ચેરમેનશ્રી અજયભાઈ પટેલ સાથે ઉપસ્થિત રહેવાનો લાહ્વો મળ્યો.

Posted in Other City

મારા જન્મદિવસ નિમિત્તે G.S.C.બેન્કના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ દ્વારા પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી એ બદલ એમનો આભારી રહીશ.

આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે G.S.C.બેન્કના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ અને એમના પરીવાર દ્વારા પુષ્પગુચ્છ આપી મને શુભેચ્છાઓ પાઠવી એ બદલ એમનો આભારી રહીશ.