Posted in Keshod

કેશોદ એરપોર્ટ ખાતે પુષ્પગુચ્છ આપી ઉષ્માભેર સ્વાગત

આજરોજ ગીર સોમનાથ ખાતે કાર્યક્રમ અંતર્ગત પધારતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને પ્રદેશ પ્રમુખશ્રી સી આર પાટીલ સાહેબ નું કેશોદ એરપોર્ટ ખાતે પુષ્પગુચ્છ આપી ઉષ્માભેર સ્વાગત કર્યું.

Posted in Keshod

“મતદાતા ચેતના અભિયાન” અંતર્ગત કેશોદ શહેર અને તાલુકા ભાજપ

આજ રોજ “મતદાતા ચેતના અભિયાન” અંતર્ગત કેશોદ શહેર અને તાલુકાનો વર્કશોપ યોજાયો, જેમાં જૂનાગઢ જીલ્લા પ્રભારી દિલીપભાઈ પટેલ સાથે હાજરી આપી જેમાં હોદેદારો, આગેવાનો તેમજ તમામ અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં મતદાતા ચેતના અભિયાન કાર્યક્રમ અંતર્ગત કરવાની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપેલ.

+9

B

Posted in Keshod

યુવા ભાજપ મિત્ર મંડળ કેશોદ દ્વારા મા.પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલ સાહેબના સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂર્ણ થતા કેશોદ સોની સમાજ ખાતે મહારક્તદાન કેમ્પ તેમજ સર્વ રોગ નિદાનનું આયોજન કરવામાં જેમાં ૨૫૮-જેટલા રક્તદાતાઓ એ રકતદાન કેમ્પમાં જોડાયા હતા.એ વેળાએ મા.પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલ સાહેબની રક્તતુલા કરવામાં આવી હતી જેમાં હાજરી આપી આયોજકોને બિરદાવ્યા બાદ દર્દીનારાયણની સેવા અર્થે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું.

Posted in Keshod

14 ઓગસ્ટ “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” પ્રસંગે કેશોદ ખાતે મશાલ અને તિરંગા સાથે મૌન રેલી

આજે 14 ઓગસ્ટ “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” પ્રસંગે વિભાજનમાં હિંસાનો ભોગ બનનાર અને વિસ્થાપનનું દર્દ ભોગવનાર લોકોને શ્રધ્ધા સુમન અર્પણ કરવા કેશોદ ખાતે મશાલ અને તિરંગા સાથે મૌન રેલીનું કેશોદ નગર પાલિકા અને સંગઠન ધ્વારા આયોજન કરવામાં આવ્યું . જેમા કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ,જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા સાથે કાઉન્સિલર અને પાર્ટીના હોદ્દેદારો અને સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Posted in Keshod

બાલાગામ ખાતે ઘેડ પંથકમાં આવતા પાણીના વહેણ નું સ્થળ નિરીક્ષણ કરી

સંભવીત બિપરજોય વાવાઝોડાને પગલે કેશોદ તાલુકાના બાલાગામ ખાતે ઘેડ પંથકમાં આવતા પાણીના વહેણ નું સ્થળ નિરીક્ષણ કરી બાલગામ ગ્રામ પંચાયત ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહી જિલ્લા વહીવટી તંત્ર, ધારાસભ્યો, સ્થાનીક આગેવાન કાર્યકર્તાઓ, સાથે મુલાકાત કરી સંભવિત “બિપરજોય” વાવાઝોડાથી થનાર નુકસાનને નિવારવા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જરૂરી સૂચનાઓ આપી પરિસ્થિતી નો તાગ મેળવ્યો

+2

Posted in Keshod

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને કેશોદ એરપોર્ટ ખાતે પુષ્પગુચ્છ આપી આવકાર્યા.

આજરોજ કેશોદ ખાતે પાર્ટીની વિવિધ બેઠકો માટે પધારેલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને કેશોદ એરપોર્ટ ખાતે પુષ્પગુચ્છ આપી આવકાર્યા.

+2

Posted in Keshod

જીલ્લાના ચૂંટાયેલા સભ્યો ની બીજી બેઠક મળેલ.

આજરોજ કેશોદ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં જીલ્લાના ચૂંટાયેલા સભ્યો ની બીજી બેઠક મળેલ.

+13

Posted in Keshod

જીલ્લા સંગઠન ની પ્રથમ બેઠક મળેલ.

આજરોજ કેશોદ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં જીલ્લા સંગઠન ની પ્રથમ બેઠક મળેલ.

+11

Posted in Keshod

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં યોજાનારી બેઠકોના સુચારું આયોજન

આવતી કાલ તા.૧૫-એપ્રિલના રોજ કેશોદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં યોજાનારી બેઠકોના સુચારું આયોજન અંગે કાર્યક્રમની પુર્વ સંધ્યાએ સોની સમાજ વાડી ખાતે મુલાકાત કરી જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન આપ્યું.

+8

Posted in Keshod

ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું કેશોદ એરપોર્ટ ખાતે સ્વાગત કર્યું.

આજરોજ જૂનાગઢ ના ભવનાથ ખાતે ચાલતા મહાશિવરાત્રી મેળા દરમિયાન મહાશિવરાત્રીના દિવસે પધારેલ રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું કેશોદ એરપોર્ટ ખાતે સ્વાગત કર્યું.

+2