Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભા.જ.પ.કાર્યાલય ” દીનદયાળ ભવન “ખાતે વિસાવદર તાલુકાના ખાંભા ગામના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભા. જ.પ.કાર્યાલય *” દીનદયાળ ભવન “* ખાતે વિસાવદર તાલુકાના ખાંભા ગામના સરપંચ શ્રી. હરસુખભાઇ ડોબરીયા તથા પ્રમુખ નીતીન ભાઈ કપુરીયાઅને હરજીભાઈ બજાણીયા સહિતના અન્ય આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Posted in Junagadh

વિસાવદર તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ સહિત નાં કાર્યકરો જોડાયા ભારતીય જનતા પાર્ટીમાં જૂનાગઢ જીલ્લા અધ્યક્ષ કિરીટ પટેલે ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા.

વિસાવદર તાલુકા કોંગ્રેસમાં ભડકો ..તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ સહિત નાં કાર્યકરો જોડાયા ભારતીય જનતા પાર્ટીમાંજૂનાગઢ જીલ્લા અધ્યક્ષ કિરીટ પટેલે ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા. જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે વિસાવદર તાલુકાના યુથ કોંગ્રેસના પ્રમુખ સહિતના કાર્યકરોએ કોંગ્રેસને છેડો ફાડીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા સાથે જોડાઇને લોકકલ્યાણ અર્થે લોકોની સેવામાં કાર્ય કરવા માટે વિસાવદર તાલુકાના યુથ કોંગ્રેસના કાર્યકરો એ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટી જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલનાં હસ્તે ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા.અને આગામી દિવસોમાં આવનારી ચૂંટણી દરમિયાન એક જૂઠ થઈને જનતા પાર્ટીને વિજય બનાવવા સંકલ્પ લીધો હતો.

Posted in Junagadh

ડો.શ્યામાપ્રસાદ મુખરજી દ્વારા કાશ્મીર સત્યાગ્રહ ની લડતમાં બલિદાન આપ્યું હતું તે દિવસની સ્મૃતિ અને પ્રેરણા હેતુ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા “બલિદાન દિવસ” તરીકે ઉજવવાયો.

ડો. શ્યામાપ્રસાદ મુખરજી દ્વારા કાશ્મીર સત્યાગ્રહ ની લડતમાં બલિદાન આપ્યું હતું તે દિવસની સ્મૃતિ અને પ્રેરણા હેતુ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા “બલિદાન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી, જૂનાગઢ જિલ્લા દ્વારા બલિદાન દિન ની ઉજવણી લોકલાડીલા સાંસદ રાજેશભાઈ ચુડાસમા નાં અધ્યક્ષસ્થાને યોજાયી જેમાં જીલ્લા અધ્યક્ષ સહિત તાલુકા ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Posted in Junagadh, Uncategorized

જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે યુવા મોરચાની બેઠક યોજાઇ.

જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે યુવા મોરચાની બેઠક યોજાઇપ્રદેશયુવા મોરચાના ઉપપ્રમુખ હર્દિકસિંહ ડોડીયા અને જીલ્લા અધ્યક્ષ કિરીટભાઈ પટેલ જીલ્લા યુવા મોરચા નાં પ્રમુખ અશોક રાઠોડ જીલ્લા મહા મંત્રીઓ ઊપસ્થિત રહ્યા.બેઠક માં આગામી દિવસોમાં યોજાવાના કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી

Posted in Junagadh

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ તમામને શુભેચ્છાઓ.

યોગ એ માત્ર વ્યાયામ જ નથી પરંતુ તે ભાવનાત્મક, આધ્યાત્મિક અને શારીરિક સુસજ્જતા મેળવવાનો એક માર્ગ પણ છે.આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ચાલો આપણે યોગને આપણા રોજીંદા જીવનનો એક મહત્ત્વનો હિસ્સો બનાવીએ!આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ તમામને શુભેચ્છાઓ.

Posted in Junagadh

આગામી કાર્યક્રમો ના અનુસંધાને જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકાના નવનિયુક્ત હોદ્દેદારોની બેઠક યોજાઇ હતી.

આજરોજ આગામી કાર્યક્રમો ના અનુસંધાને જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકાના નવનિયુક્ત હોદ્દેદારોની બેઠક યોજાઇ હતી. બેઠકમાં તાલુકાના પ્રભારી શ્રી નરેન્દ્રભાઈ કોટીલા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Posted in Junagadh

જીલ્લા ભારતીય જનતા પાર્ટીના જીલ્લા યુવા મોરચાની પ્રથમ બેઠક યોજાઈ હતી.

આજરોજ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના જીલ્લા યુવા મોરચાની પ્રથમ બેઠક યોજાઈ હતી. જીલ્લાના નવ નિયુક્ત તમામ હોદેદારોને શુભેચ્છા પાઠવી હતી. આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી હતી.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે મીડિયા વિભાગની બેઠક યોજવામાં આવી હતી.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે મીડિયા વિભાગ ની બેઠક યોજવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ અને મીડિયા સહ ઇન્ચાર્જ સુરેશભાઈ મંગુકિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Posted in Junagadh

ચાપરડા ખાતે આવેલ જય અંબે હોસ્પિટલ ની કૃષિ રાજ્યમંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા સાથે જઈ મુલાકાત લીધી હતી.

આજરોજ ચાપરડા ખાતે આવેલ પૂજ્ય મુકતાનંદ બાપુ દ્વારા સંચાલિત જય અંબે હોસ્પિટલ ની કૃષિ રાજ્યમંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા સાથે જઈ મુલાકાત લીધી હતી.

Posted in Junagadh

બીલખા સ્થીત રહેતા જૂના પીઢ જનસંઘી અને પૂર્વ ધારાસભ્ય શ્રી રત્નાબાપા ઠૂંમ્મર ના નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી અને એમના ખબર અંતર પૂછ્યા હતા.

બીલખા સ્થીત રહેતા જૂના પીઢ જનસંઘી અને પૂર્વ ધારાસભ્ય શ્રી રત્નાબાપા ઠૂંમ્મર ના નિવાસ સ્થાને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાજી, સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સાથે જઈ મુલાકાત લીધી હતી અને એમના ખબર અંતર પૂછ્યા હતા.