આજ રોજ જુનાગઢ ખાતે ૭૫ મો રાજ્ય મહોત્સવ અંતર્ગત *એટ હોમ* કાર્યક્રમ યોજાયો જે કાર્યક્રમ મા ગુજરાતના માન.રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યના મુખ્યમંત્રી શ્રી. વિજયભાઈ રૂપાણીજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.જે કાર્યક્ર્મ માં ઉપસ્થિત રહી કાર્યક્ર્મ ને માણવાનો મોકો મળ્યો.
Category: Junagadh
ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય *દિનદયાલભવન* ખાતે એક બેઠક યોજાઇ હતી. ભારતભરમાં *જન આશીર્વાદ યાત્રા* નું આયોજન અંગે બેઠક યોજાઇ હતી.
જૂનાગઢ ખાતે આવનાર *જન આશીર્વાદ યાત્રા* -૨૦૨૧ અંગે બેઠક મળી આજરોજ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય *દિનદયાલભવન* ખાતે એક બેઠક યોજાઇ હતી જેમાં માન. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જગત પ્રકાશ નડ્ડાજીના નિર્દેશાનુસાર માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી નવા વિસ્તરણ કરાયેલ કેબિનેટ મંડલ માં સમાવિષ્ટ ૪૩.નવા મંત્રીશ્રીઓ દ્વારા સ્વતંત્ર દિવસ, ૧૫ ઓગસ્ટથી ૨૧ ઓગષ્ટ ત્રણ દિવસ ભારતભરમાં *જન આશીર્વાદ યાત્રા* નું આયોજન કરવામાં આવેલ હોય જેને લઇને જૂનાગઢ ખાતે આગામી ૧૯/૨૦. ઓગસ્ટના રોજ *જન આશીર્વાદ યાત્રા જૂનાગઢ* પહોંચવાની હોય જેને લઇને આ યાત્રાના સ્વાગત સહિતના વિવિધ કાર્યક્રમ અંગે જિલ્લા કાર્યાલય *દિનદયાલ ભવન* ખાતે મળેલ બેઠકમાં હાજરી આપી.યાત્રાના સ્વાગતથી લઇ તમામ કાર્યક્રમ અંગે સુચારુ આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જીલ્લા,તાલુકાના હોદ્દેદારો, તેમજ યુવા મોરચા અને મહિલા મોરચાના જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ” *દિન દયાલ ભવન* ” ખાતે કિસાન મોરચાની પ્રથમ કારોબારી મળી હતી.સાથે આગામી કાર્યક્રમો અંગે જરૂરી સુચના સાથે માર્ગદર્શન આપ્યું હતું.
આજરોજ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ” *દિન દયાલ ભવન* ” ખાતે કિસાન મોરચાની પ્રથમ કારોબારી મળી હતી. *જિલ્લા કિસાન મોરચાની રચના બાદ પ્રથમ કિસાન મોરચાની કારોબારી મળી હતી.* આ કારોબારીમાં પ્રદેશ ગુજરાત કિસાન મોરચાના મહામંત્રી, સૌરાષ્ટ્રઝોન પ્રભારી કિસાન મોરચાના પ્રમુખ,સહિત કિસાન મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં હાજરી આપી. કિસાન મોરચાના ની કામગીરી અંગે વાકેફ કર્યા હતા. સાથે આગામી કાર્યક્રમો અંગે જરૂરી સુચના સાથે માર્ગદર્શન આપ્યું હતું.
ચોરવાડી ખાતે મનરેગા યોજના અંતર્ગત કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો,સરકારશ્રીના ગ્રીન જુનાગઢ ક્લીન જુનાગઢ અભિગમને આગળ ધપાવ્યો.
આજરોજ ચોરવાડી ખાતે મનરેગા યોજના અંતર્ગત કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો, જેમાં હાજરી આપી, સરકારશ્રીના ગ્રીન જુનાગઢ ક્લીન જુનાગઢ અભિગમને આગળ ધપાવ્યો, આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ ખટારિયા, ડીડીઓ સહિત જિલ્લા વિકાસ અધિકારી હાજર રહ્યા હતા.આજના વૃક્ષારોપણ કાર્યક્રમમાં વૃક્ષોના વાવેતરની સાથે વૃક્ષોના જતનનો પણ સંકલ્પ લીધો હતો.
બીલખા ખાતે આવેલ પટેલ સમાજ વાડી ખાતે જુનાગઢ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ બીલખા ખાતે આવેલ પટેલ સમાજ વાડી ખાતે જુનાગઢ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત ગૌ.વા. વિઠ્ઠલભાઇ રાદડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજરી આપી. તાલુકા ભાજપ યુવા મોરચાના કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. સાથે બ્લડ ડોનેશન કરનારને સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યા હતા.
જૂનાગઢ જીલ્લા ભા. જ. પ. કાર્યાલય ” *દીનદયાલ ભવન* ” ખાતે જિલ્લાના વિવિધ સેલ ની રચના કરવામાં આવી.સેલ માં નિમણૂક કરાયેલ તમામ હોદ્દેદારો ને શુભેચ્છા પાઠવી હતી.
આજરોજ જૂનાગઢ જીલ્લા ભા. જ. પ. કાર્યાલય ” *દીનદયાલ ભવન* ” ખાતે. જિલ્લાના વિવિધ સેલ ની રચના કરવામાં આવી. જેમાં વિવિધ સેલના સંયોજક અને સહ સંયોજક ની નિમણૂક કરાઈ હતી. જેમાં હાજરી આપી.સેલ માં નિમણૂક કરાયેલ તમામ હોદ્દેદારો ને શુભેચ્છા પાઠવી હતી ..સાથે આગામી દિવસોમાં વિવિધ સેલના હોદ્દેદારો ની નિમણૂક બાદ બાકી ની કામગીરી અંગે સરકારશ્રી દ્વારા સૂચવેલા કાર્યક્રમોના આયોજન અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
જૂનાગઢ જીલ્લા ભા. જ. પ. કાર્યાલય “દીનદયાલ ભવન” ખાતે જૂનાગઢ મળેલી બેઠક માં જીલ્લાના તમામ હોદ્દેદારો ને સોપાયેલ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી.
જૂનાગઢ જીલ્લા ભા. જ. પ. કાર્યાલય “દીનદયાલ ભવન” ખાતે જૂનાગઢ મળેલી બેઠક માં હાજરી આપી.જેમાં જીલ્લાના તમામ હોદ્દેદારો ને સોપાયેલ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી સાથે આગામી કાર્યક્રમોના આયોજન અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
ગોલ્ડમેડલ અને ડિગ્રી એનાયત ના કાર્યક્રમ માં પધારેલ મુખ્યમંત્રી શ્રી. વિજયભાઈ રૂપાણી ના સ્વાગત તેમજ દીક્ષાંત સમારોહ માં હાજરી આપી.
આજરોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કૃષિ યુનિવર્સિટી ના ઓડીટોરિયમ ખાતે યોજાયેલા પ્રથમ દીક્ષાંત પદવીદાન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી,તેમજ શીક્ષણ મંત્રીશ્રી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,.રાજ્યકક્ષાના મંત્રીશ્રી.વિભાવરીબેન દવે, કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા,પૂ.ભાઈજી રમેશભાઈ ઓઝા ના હસ્તે ગોલ્ડમેડલ અને ડિગ્રી એનાયત ના કાર્યક્રમ માં પધારેલ મુખ્યમંત્રી શ્રી. વિજયભાઈ રૂપાણી ના સ્વાગત તેમજ દીક્ષાંત સમારોહ માં હાજરી આપી.























































