87 વિસાવદર વિધાનસભા ના સક્રિય સદસ્ય નું સંમેલન ખડીયા ખાતે આવેલ અમૃત ઇન્સ્ટિટ્યૂટ ખાતે મળેલ જેમા આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.





87 વિસાવદર વિધાનસભા ના સક્રિય સદસ્ય નું સંમેલન ખડીયા ખાતે આવેલ અમૃત ઇન્સ્ટિટ્યૂટ ખાતે મળેલ જેમા આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.





ડો. બાબાસાહેબ આંબેડકરજી ના જન્મોત્સવ નિમિત્તે જૂનાગઢ તાલુકા ના ડુંગરપુર અને પાતાપુર ગામે આંબેડકરજી ની પ્રતિમાને વંદન કરી ફુલહાર કરેલ અને આ પ્રસંગે યોજાયેલ રેલીમાં હાજરી આપેલ.





આજરોજ “રામનવમી” ના પાવન અવસરે જૂનાગઢ તાલુકાના ખડિયા ગામ ખાતે આયોજિત શોભાયાત્રા માં જોડાવાનો અવસર પ્રાપ્ત થયેલ.






આજરોજ જૂનાગઢ તાલુકાના સાંખડાવદર ગામે ગ્રામજનો દ્વારા આયોજીત “શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ” ના ધાર્મિક કાર્યકમ મા ઉપસ્થિત રહી કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થયેલ.




આજરોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી. ના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ ની બેઠક સાવજ ડેરી ખાતે મળેલ. જેમાં ઉપસ્થિત રહી જરૂરી ખેડૂતલક્ષી નિર્ણયો કરેલ. આવનારા દિવસોમાં ખાતેદાર ખેડૂત ભાઈઓને સરળતાથી ધિરાણ મળી રહે તે માટે ચર્ચા કરેલ.





આજરોજ ગુજરાત સરકાર ના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી જૂનાગઢ ના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને આગેવાનોએ મારા નિવાસ સ્થાન પર શુભેચ્છા મુલાકાત કરેલ.






આજરોજ મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે ગુજરાત સરકારના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સાથે જૂનાગઢ સ્થિત ભવનાથ મહાદેવ મંદિર મા જળાભિષેક કરી, સંતશ્રીઓ આશિર્વાદ પ્રાપ્ત કરેલ.








આગામી 16 તારીખ ના રોજ યોજાનારી જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી અંતગર્ત લેઉવા પટેલ સમાજ ના આગેવાનો સાથે યોજાયેલ બેઠક માં ઉપસ્થિત રહી ભાજપ ને ભવ્ય લીડ થી વિજય બનાવવા અપીલ કરેલી.




આજ રોજ જૂનાગઢ ખાતે સનાતન વૈદિક ધર્મોત્સવ “અનુષ્ઠાન મહોત્સવ” માં ઉપસ્થિત રહી આ ધાર્મિક કાર્ય માં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયેલ. આતકે મહંત શ્રી મહેશગીરી બાપુ ના આશીર્વાદ પ્રાપ્ત થયેલ.







આજરોજ જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ ની ટીમ અને મંડલ ના આગેવાનો ની એક બેઠક મળેલ. જેમાં જિલ્લા ના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ એ વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ. આ બેઠકમાં જિલ્લા ધારાસભ્ય શ્રીઓ અને આગેવાનો સાથે ઉપસ્થિત રહી આગામી કાર્યક્રમો અંગે જરૂરી માર્ગદર્શન આપેલ.






