Posted in Bhesan, JDCC Bank

ભેસાણ ખાતે આયોજીત “સહકાર થી સમૃદ્ધિ સેમિનાર”

સહકારી ક્ષેત્રે ને મહત્વ આપવા માટે વર્ષ 2025 ને આંતરરાષ્ટ્રીય સહાકારીતા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહેલ છે. ત્યારે આ અવસરે શ્રી રાઘવજીભાઇ પટેલ ની ઉપસ્થિતિ મા ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી. દ્વારા ભેસાણ ખાતે આયોજીત “સહકાર થી સમૃદ્ધિ સેમિનાર ” માં સહકારી આગેવાનો સાથે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ.

Posted in JDCC Bank, Junagadh

ધી.જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કની ૬૪ મી સાધારણ સભા

આજ તા:૧૯/૦૮/૨૦૨૩ ને શનિવાર ના રોજ ધી.જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કની ૬૪ મી અને શ્રી સાવજ જુનાગઢ જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી.ની ૧૪ મી વાર્ષિક સાધારણ સભા ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રમુખ શ્રી C.R.Paatil સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં જુનાગઢ, ગીર સોમનાથ જીલ્લાના પશુપાલક ભાઇઓ -બહેનો ને હાજર રહ્યાં હતાં,સાધારણ સભા માં પશુપાલક ભાઈઓ બહેનોને વધુમાં વધુ કેમ મદદરૂપ થવા અંગેના નિર્ણયો કરવામાં આવ્યા.

Posted in JDCC Bank, Talala

ધી.જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી. ની તાલાલા ગીર શાખાની સરપ્રાઇઝ વિઝીટ

આજ રોજ ધી.જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી. ની તાલાલા ગીર શાખાની સરપ્રાઇઝ વિઝીટ કરી ખેડૂતોને વધુ સવલતો મળે એ અંગે જરૂરી માહિતી અને સૂચનો આપ્યા હતા.

+2

Posted in JDCC Bank

રેલ્વે દુર્ઘટનામા ૨૮૦ લોકો મૃત્યુ પામ્યા ૨ મિનિટનું મૌન પાળી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

ઓડિશામાં થયેલ રેલ્વે દુર્ઘટનામા ૨૮૦ લોકો મૃત્યુ પામ્યા છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના નવનિર્મિત બિલ્ડીંગ ના લોકાર્પણ કાર્યકમ પૂર્વ મૃતકોના દિવંગત આત્માની શાંતિ અર્થે ૨ મિનિટનું મૌન પાળી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

Posted in JDCC Bank

ધી.જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી.ની ૪૫ મી સુત્રાપાડા શાખાના નવા બેંક બિલ્ડીંગનું લોકાર્પણ

આજરોજ ગીર સોમનાથ જીલ્લા ના સુત્રાપાડા ખાતે ધી.જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી.ની ૪૫ મી શાખાના નવા બેંક બિલ્ડીંગનું લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત હાજર રહી નવ નિર્મિત બિલ્ડીંગ ખુલ્લું મૂક્યું જે વેળાનો સાક્ષી બનવાનો અવસર પ્રાપ્ત થયો, જેમાં સેઈફ ડિપોઝિટ વોલ્ટ સ્ટ્રોંગ રૂમ અને એ.ટી.એમ સાથેની અદ્યતન સુવિધાઓ સાથે વિવિધ સેવાઓ ઉપલબ્ધ થશે.

+9

Posted in JDCC Bank, Manavadar

ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની માણાવદર શાખા ખાતે બેંક વિઝિટ કરી,

આજ તા.૧૩- માર્ચના રોજ જૂનાગઢ જિલ્લાનાં માણાવદર ખાતે ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની માણાવદર શાખા ખાતે બેંક વિઝિટ કરી, બેંકની કામગીરી વિશે કર્મચારીઓ સાથે બેંક ની કાર્ય પદ્ધતિ વિશે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા.

+9

Posted in JDCC Bank, Junagadh

જૂનાગઢ જીલ્લા સહકારી બેંક ખાતે બેઠકનું આયોજન

આજરોજ જૂનાગઢ જીલ્લા સહકારી બેંક ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો બેંક મારફત મધ્યમ મુદતે ધિરાણ મેળવે એ હેતુસર પ્રયત્ન કરવાની સાથે સોના/ચાંદી તેમજ હાઉસિંગ ધિરાણ શરૂ કરવાની સાથે બેંક આગામી દિવસોમાં વધુમાં વધુ વિકાસ લક્ષી કર્યો કરે એ અર્થે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું, સાથે બેંકના કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

+4

Posted in JDCC Bank, Junagadh

આજરોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના કર્મયોગી ભાઈઓ અને બહેનો સાથે શુભેચ્છા મુલાકાત કરી

આજરોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના કર્મયોગી ભાઈઓ અને બહેનો સાથે શુભેચ્છા મુલાકાત કરી બેન્ક હિતના કાર્યો કરવા અપીલ કરેલ.

No photo description available.
No photo description available.
No photo description available.
No photo description available.
No photo description available.

Posted in JDCC Bank, Junagadh

ગુજરાત સ્ટેટ કો. ઓપરેટીવ બેન્ક ના ડીરેક્ટર તરીકે પસંગી થયેલ.

May 19, 2015 ઃ ગુજરાત સ્ટેટ કો. ઓપરેટીવ બેન્ક ના ડીરેક્ટર તરીકે પસંગી થયેલ.

Posted in JDCC Bank, Junagadh

જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ની ચુંટણી મા ડિરેક્ટર તરીકે વિજેતા થયેલ

April 23, 2015 ઃ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ની ચુંટણી મા ડિરેક્ટર તરીકે વિજેતા થયેલ