આજરોજ ચોરવાડ શહેર ખાતે નગરપાલિકા ચૂંટણી અંતર્ગત સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને સૌ આગેવાનો સાથે પ્રચારમાં જોડાયેલ આ તકે વિશાળ સંખ્યા માં ઉપસ્થિત નાગરિકો અને સૌ કાર્યકરો એ ભાજપ ને ભવ્ય લીડ સાથે વિજય અપાવવા નો નિર્ધાર વ્યક્ત કરેલ.





આજરોજ ચોરવાડ શહેર ખાતે નગરપાલિકા ચૂંટણી અંતર્ગત સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને સૌ આગેવાનો સાથે પ્રચારમાં જોડાયેલ આ તકે વિશાળ સંખ્યા માં ઉપસ્થિત નાગરિકો અને સૌ કાર્યકરો એ ભાજપ ને ભવ્ય લીડ સાથે વિજય અપાવવા નો નિર્ધાર વ્યક્ત કરેલ.





આજ રોજ ચોરવાડ ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ અંતર્ગત મહાઆરતી માં ઉપસ્થિત રહેલ.






બિપરજોય ચક્રવાત પહોંચીવળવા મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અન્વયે જુનાગઢ જિલ્લા મા પ્રભાવિત સ્થળોની મુલાકાત દરમિયાન રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે હાજર રહી, ચોરવાડ સ્થિત બંદર પ્રાથમિક શાળા ખાતે પ્રભાવિત વિસ્તારમાંથી સ્થળાંતરિત કરેલા રહેવાસીઓ સાથે પૂછપરછ કરી તકેદારીના ભાગરૂપે માર્ગદર્શન આપી, દધેશ્વર મહાદેવનું પૂજન અર્ચન અને દર્શન કરીને ગુજરાત પર વાવાઝોડા રૂપી આવેલું સંકટ દૂર થાય તેવી પ્રાર્થના કરી.





સંભવિત “બિપરજોય” વાવાઝોડાને પગલે ચોરવાડ બંદર હોલીડે કેમ્પ ખાતે મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહી જીલ્લા વહીવટી તંત્ર, સહકારી આગેવાનો પાર્ટીનાં હોદ્દેદારો સ્થાનીક આગેવાનોને સાથે રાખી બેઠક કરી પ્રભાવીત બંદર સ્થળ મુલાકાત કરી, સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી માર્ગદર્શન આપેલ.





બિપોરજોય સાયકલોનની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લેતા જૂનાગઢ જિલ્લાના સંભવીત દરિયાકાંઠાના વિસ્તારમાં મુલાકાતે જતા રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે માંગરોળ શીલ રોડપરથી પગ પાળા સ્થળાંતર કરી રહેલ માલધારી સાથે માંગરોળ ખાતે રસ્તા પર મુલાકાત કરી રહેવા જમવા અંગેની વ્યવસ્થા કરવા સંલગ્ન અધિકારીઓને સૂચના આપી.





આજરોજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અઘ્યક્ષની સૂચના અનુસાર જુનાગઢ જીલ્લા સંગઠન ના આગેવાનો અને જવાબદાર કાર્યકર્તાઓ સાથે સંગઠનને મજબૂત બનાવવા જીલ્લાના તમામ તાલુકા અને મંડલ કાર્યકર્તા જોડે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું. મંડલ કક્ષાએ પોતાના કાર્ય ક્ષેત્રમાં પાર્ટીની સૂચના મુજબ બાકી રહેલી કામગીરી અંગે સંવાદ કાર્યક્રમ ચોરવાડ mp ઓફિસ ખાતે યોજાયો,જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા હાજર રહ્યા હતા, એ બેઠકમાં હાજરી આપી સંગઠન ને મજબૂત બનાવવા ની સાથે મંડલ કક્ષાએ અધૂરા કામો સત્વરે પુરા કરવા જરૂરી સૂચન કર્યું હતું. એસાથે આગામી ૧૭. સપ્ટેમ્બર ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિન નિમિતે વિશિષ્ટ ઉજવણી કરવા અંગે વિચાર વિમર્શ કરાયુ હતું..








ચોરવાડ સિવિલ હોસ્પિટલ ખાતે ગામ નાં વડીલો ને કોરોના વેકસીન લેવા માટે ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ શ્રી મંથનભાઈ ડાભી દ્વારા બધા વડીલો ને જોડે લઈ જઈ બધા વડીલો ને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. નગરપાલિકા સભ્યશ્રીઓ, યુવાપ્રમુખશ્રી તેમજ સેવાકીય કામ મા લાગેલ સર્વેને ખુબ ખુબ અભિનદન.







ચોરવાડ ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી જીની ઉપસ્થિતિમાં સર્વરોગ નિદાન કેમ્પ અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને સાધન સહાય અને ચેક અપર્ણ સમારોહ યોજાયો હતો.





આજરોજ જુનાગઢ જીલ્લા ભાજ૫ કાર્યાલય ખાતે સંગઠન પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફીયા ના અધ્યક્ષ સ્થાને ચોરવાડ શહેર / માળીયા (હાટીના) તાલુકાની બેઠક મળેલ.





આજ રોજ આગામી નગરપાલીકાઓ ની ચુંટણીના સંદર્ભમાં કેન્દ્રીય મંત્રીશ્રી અને ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા સાથે ચોરવાડ શહેર મા ” પેજ પ્રમુખ સંમેલન ” મા હાજર રહી શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે ચુંટણી લક્ષી ચર્ચા કરી હતી. આતકે ઉપસ્થીત કાર્યકરોએ આ ચુંટણી મા ભવ્ય વિજય નો વિશ્વાસ વ્યક્ત કરેલ હતો.