Posted in Bhesan

ભેસાણ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે હાજરી આપી.

આજરોજ ભેસાણ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે હાજરી આપી કાર્યકર્તા સાથે બેઠક કરી સ્થાનિક પ્રશ્નો નું નિરાકરણ સાથે આવનારા દિવસોમાં યોજાનાર કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપેલ.

Posted in Bhesan

ભેસાણ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે હાજરી આપી કાર્યકર્તા સાથે બેઠક કરી સ્થાનિક પ્રશ્નો નું નિરાકરણ.

આજરોજ ભેસાણ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે હાજરી આપી કાર્યકર્તા સાથે બેઠક કરી સ્થાનિક પ્રશ્નો નું નિરાકરણ સાથે આવનારા દિવસોમાં યોજાનાર કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપેલ.

Posted in Bhesan

ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ગુજરાત સરકાર ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી જૂનાગઢ જિલ્લામા ઉમળકા ભેર સ્વાગત કર્યું હતું.

આજરોજ ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ગુજરાત સરકાર ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી જૂનાગઢ પધારી,જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે ભારતીય જનતા પાર્ટી મધ્યસ્થ કાર્યાલય નું એમના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું.જેમાં સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સાથે ઉપસ્થિત રહેલ. આ અવસરે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો દ્વારા બાઇક રેલી યોજી માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી નું ઉમળકા ભેર સ્વાગત કર્યું હતું.

Posted in Bhesan

ભેસાણ તાલુકાના છોડવડી ગામ ખાતે ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજીનાં કાર્યક્રમ માં હાજરી આપી સરકારી યોજના નો લાભ છેવાડાના દરેક વ્યક્તિ સુધી પહોંચે એ અર્થે માર્ગદર્શન આપ્યું હતું.

આજરોજ તા.૧૪.૦૯.૨૦૨૧ નાં રોજ ભેસાણ તાલુકાના છોડવડી ગામ ખાતે ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજીનાં હસ્તે “નલ સે જલ” કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જીલ્લાના ભેસાણ તાલુકાની “વાસ્મો ” પુરસ્કૃત પાંચ ગામોની રૂ.૫૦૨.૭૮ લાખના ખર્ચે સાકાર થતી યોજના નું ખાતમુહૂર્ત. કાર્યક્રમ માં હાજરી આપી સરકારી યોજના નો લાભ છેવાડાના દરેક વ્યક્તિ સુધી પહોંચે એ અર્થે માર્ગદર્શન આપ્યું હતું

Posted in Bhesan

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જુનાગઢ રાજકોટ અને અમરેલી જિલ્લાને જોડતા રસ્તાના ખાત મુહુર્ત પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી.અમિત શાહજીના હસ્તે કરાયું ઈ.લોકાર્પણ.

*જૂનાગઢથી ભેંસાણ અને પરબધામ સુધીના રસ્તા ને ૪૨ કરોડના ખર્ચે પહોળો કરાશે.* ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભેસાણ ખાતે ૪૧ કરોડ થી વધુ ના ખર્ચે જુનાગઢ રાજકોટ અને અમરેલી જિલ્લાને જોડતા રસ્તાના ખાત મુહુર્ત પ્રસંગે હાજરી આપી, *કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી.અમિત શાહજીના હસ્તે કરાયું ઈ.લોકાર્પણ.* ૪૧ કરોડથી વધુ રકમના ખર્ચે રોડને પહોળો કરાશે. જેમાં જુનાગઢ થી પરબ સુધીમાં ૧૪.જેટલા ગામો ના. ૪૧૫૩૭.લોકોને લાભ મળશે.

Posted in Bhesan

ભેસાણ તાલુકાના ખંભાળીયા ખાતે રાજ્ય સરકાર દ્વારા “પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ સૌના વિકાસના” *સાત પગલાં ખેડૂતના* કાર્યક્રમ અંતર્ગત ” *કિસાન સન્માન દિવસ* ” કાર્યક્રમ યોજવામા આવેલ.

આજરોજ જૂનાગઢ જીલ્લાના ભેસાણ તાલુકાના ખંભાળીયા ખાતે રાજ્ય સરકાર દ્વારા “પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ સૌના વિકાસના” *સાત પગલાં ખેડૂતના* કાર્યક્રમ અંતર્ગત ” *કિસાન સન્માન દિવસ* ” કાર્યક્રમ યોજવામા આવેલ..જે કાર્યક્રમ માં હાજરી આપી.સરકારશ્રીની સાત પગલાં ખેડૂતના અંતરગત સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ના લાભાર્થી ખેડૂતોને પ્રોત્સાહિત કરવા નો લાભ લીધો.અને કિસાન સૂર્યોદય યોજના અંતરગત ભેસાણ તાલુકાના ખંભાળીયા માંડવા બામણગઢ,ના ખેડૂતોને આજથી દિવસે વીજળી આપવાની શરૂઆત અંગેના કાર્યક્રમ માં હાજર રહેવાનો મોકો મળ્યો.

Posted in Bhesan

ભેસાણ તાલુકાના રાણપુર ગામે આવેલ હાઇસ્કુલ બિલ્ડિંગ ખાતે ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડિયા ની દ્રિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ મેગા સર્વરોગ નિદાન કેમ્પ માં હાજરી આપી.

આજરોજ ૨૯.૦૭.૨૦૨૧ ના રોજ ભેસાણ તાલુકાના રાણપુર ગામે આવેલ હાઇસ્કુલ બિલ્ડિંગ ખાતે ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડિયા ની દ્રિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ મેગા સર્વરોગ નિદાન કેમ્પ માં હાજરી આપી. આ કેમ્પ માં જય અંબે હોસ્પિટલ ચાપરડા અને રાણપુર ના વતની ડો.આકાશ કોરાટ સહિત ૧૮.જેટલા વિવિધ રોગના નિષ્ણાંત ડોકટરો ઊપસ્થિત રહી દર્દી નારાયણ ની સેવા રૂપી સારવાર કરી હતી. કેમ્પ માં સારવાર સાથે જરૂરી દવાઓ પણ નિશુલ્ક આપવામાં આવી હતી.

Posted in Bhesan

ભેંસાણ તાલુકાના ચુડા ગામમાં જીલ્લા ભાજપ યુવા મોરચા તેમજ તાલુકા યુવા મોરચા દ્વારા મહા વેક્સિનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું.

આજ રોજ ૨૩.૭.૨૦૨૧.ના રોજ ભેંસાણ તાલુકાના ચુડા ગામમાં જીલ્લા ભાજપ યુવા મોરચા તેમજ તાલુકા યુવા મોરચા દ્વારા મહા વેક્સિનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં ૪૦૦ વધુ લોકોએ વેક્સિનેશન કરાવી સરકારશ્રીના શિક્ષણ કાર્યક્રમને વેગ અપાવ્યો હતો. એ વેળાએ કેમ્પમાં હાજરી આપી યુવા કાર્યકરો નો ઉત્સાહ વધાર્યો હતો.

Posted in Bhesan

ભેસાણ તાલુકા ભારતીય જનતા પાર્ટી ની કારોબારી મળી જેમાં ભેસાણ તાલુકા ના વિવિધ મોરચાનાં સંગઠન મોરચાની બાકીની કામગીરી અંગે ચર્ચા કરાઇ સાથે માળખાને મજબૂત અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આજરોજ તા.10.07.2021 નાં રોજ ભેસાણ તાલુકા ભારતીય જનતા પાર્ટી ની કારોબારી મળી જેમાં હાજરી આપી હતી.જેમાં ભેસાણ તાલુકા ના વિવિધ મોરચાનાં સંગઠન મોરચાની બાકીની કામગીરી અંગે ચર્ચા વિચારણા કરાઇ સાથે સંગઠન નાં માળખાને મજબૂત બનાવવાની સાથે આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું ,આ બેઠક માં જીલ્લા પંચાયત નાં પ્રમુખ દિનેશભાઈ ખટારીયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં

Posted in Bhesan

“સેવા હી સંગઠન” જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ભેસાણ તાલુકો મંડળ માં આજે વેક્સિનેશન કેમ્પ સાથે કરોના રેપીડ ટેસ્ટિંગ અને મુખ્ય અપેક્ષિત મંડળના કાર્યકર્તાઓ સાથે જિલ્લા સંગઠન પ્રાભરી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં બેઠક યોજાઇ.

ગુજરાતનું ગૌરવ અને દેશના પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી ને 30 મે 2021 ના રોજ સફળતાના સાત વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે એના અનુસંધાને “સેવા હી સંગઠન” જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ભેસાણ તાલુકો મંડળ માં આજે વેક્સિનેશન કેમ્પ સાથે કરોના રેપીડ ટેસ્ટિંગ અને મુખ્ય અપેક્ષિત મંડળના કાર્યકર્તાઓ સાથે જિલ્લા સંગઠન પ્રાભરી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં બેઠક યોજાઇ.