Author: Kirit Patel
Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD
Ex. President of B.J.P. Junagadh Dist.
૩૦ શક્તિકેન્દ્ર માં સંગઠન બેઠક યોજાયેલ
જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના કડાયા ગામે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માળખાને મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આજરોજ તા.૧૬.૭.૨૦૨૧નાં રોજ જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના કડાયા ગામે શક્તિ કેન્દ્રની બેઠક મળી હતી,જેમાં માળીયા તાલુકાના આગેવાનો તેમજ શક્તિ કેન્દ્રો નાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જે બેઠકમાં હાજરી આપી ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માળખાને મજબૂત બનાવવા તેમજ પેઇજ કમિટી,તેમજ માળીયા તાલુકાના લોકહિતનાં અધૂરા કાર્યો પૂરા કરવા સાથે સરકારશ્રી દ્વારા સૂચવેલ આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું..
ભેસાણ તાલુકા ભારતીય જનતા પાર્ટી ની કારોબારી મળી જેમાં ભેસાણ તાલુકા ના વિવિધ મોરચાનાં સંગઠન મોરચાની બાકીની કામગીરી અંગે ચર્ચા કરાઇ સાથે માળખાને મજબૂત અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આજરોજ તા.10.07.2021 નાં રોજ ભેસાણ તાલુકા ભારતીય જનતા પાર્ટી ની કારોબારી મળી જેમાં હાજરી આપી હતી.જેમાં ભેસાણ તાલુકા ના વિવિધ મોરચાનાં સંગઠન મોરચાની બાકીની કામગીરી અંગે ચર્ચા વિચારણા કરાઇ સાથે સંગઠન નાં માળખાને મજબૂત બનાવવાની સાથે આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું ,આ બેઠક માં જીલ્લા પંચાયત નાં પ્રમુખ દિનેશભાઈ ખટારીયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં
જીલ્લા ભા. જ. પ. કાર્યાલય *પંડિત દિનદયાલ ભવન* ખાતે જૂનાગઢ તાલુકાના ખડીયા ગામના નવયુવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.
આજરોજ તા 8.7.2021 નાં રોજ જીલ્લા ભા. જ. પ. કાર્યાલય *પંડિત દિનદયાલ ભવન* ખાતે જૂનાગઢ તાલુકાના ખડીયા ગામના ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ પીઠીયા સહિત 50 થી વધુ નવયુવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.. એ વેળાએ ભારતીય જનતા પાર્ટી દ્વારા થતી વિકાસ યાત્રામાં ખડીયા ગામ ના 50 થી વધુ નવ યુવાનો જોડાયા હતા.
જૂનાગઢ જીલ્લા ભા. જ. પ. કાર્યાલય “દીનદયાળ ભવન” ખાતે જિલ્લાના તમામ મોરચાઓની બેઠક મળી.
આજરોજ તા.04.07.2021 નાં રોજ જૂનાગઢ જીલ્લા ભા. જ. પ. કાર્યાલય *”દીનદયાળ ભવન”* ખાતે જૂનાગઢ જિલ્લાના તમામ મોરચાઓની બેઠક મળી..ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લાના વિવિધ મોરચાના આગેવાનો સહિત ટીમ મેમ્બર્સ ની બેઠક મળી હતી..જેમાં તમામ મોરચાના અધ્યક્ષ દ્વારા સોંપાયેલી કામગીરી અંગે પ્રતિભાવો જણાવવા માં આવ્યા હતા..જે બેઠકમાં હાજરી આપી હતી. અને પાર્ટીના કાર્યક્રમો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પદાધિકારીશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અનુસૂચિત જનજાતિ મોરચાના જિલ્લા પદાધિકારીશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
જિલ્લા પંચાયત ભવન જૂનાગઢ ખાતે પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર સાહેબ ની અઘ્યક્ષતા મીટીંગ યોજાઈ હતી.
આજરોજ તા.03.07.2021 ને શનિવારે સવારે 10:00. કલાકે.. જિલ્લા પંચાયત ભવન જૂનાગઢ ખાતે પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર સાહેબ ની અઘ્યક્ષતા મીટીંગ યોજાઈ હતી,જેમાં સાંસદ શ્રી રાજેશ ચુડાસમા જીલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ,ઉપપ્રમુખ સહિત જવાબદાર પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં તાલુકા પંચાયત ને લગતા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરાઇ હતી….
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય થી પ્રદેશ ભાજપ ની વર્ચ્યુઅલ કારોબારી બેઠક યોજાઈ હતી.
આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય થી પ્રદેશ ભાજપ ની વર્ચ્યુઅલ કારોબારી બેઠક માં ઉપસ્થિત રહેલ. આ બેઠક પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટિલ જીની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી શ્રી ભુપેન્દ્રસિંહ યાદવ જી, પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં પ્રદેશ કારોબારીની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી.
જૂનાગઢ જિલ્લા ભા.જ.પ.કાર્યાલય ” દીનદયાળ ભવન “ખાતે વિસાવદર તાલુકાના ખાંભા ગામના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભા. જ.પ.કાર્યાલય *” દીનદયાળ ભવન “* ખાતે વિસાવદર તાલુકાના ખાંભા ગામના સરપંચ શ્રી. હરસુખભાઇ ડોબરીયા તથા પ્રમુખ નીતીન ભાઈ કપુરીયાઅને હરજીભાઈ બજાણીયા સહિતના અન્ય આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
























































