Posted in Visavadar

વિસાવદર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા ના આગામી “જન આશીર્વાદ યાત્રા” ના આયોજન માટે બેઠક કરી.

આજ રોજ વિસાવદર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા ના આગામી “જન આશીર્વાદ યાત્રા” ના આયોજન માટે વિસાવદર તાલુકા અને શહેર ભાજપ સાથે બેઠક કરી આ યાત્રા ને સફળ બનાવવા માટે જરૂરી સુચન કરેલ.

Posted in Junagadh

ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય *દિનદયાલભવન* ખાતે એક બેઠક યોજાઇ હતી. ભારતભરમાં *જન આશીર્વાદ યાત્રા* નું આયોજન અંગે બેઠક યોજાઇ હતી.

જૂનાગઢ ખાતે આવનાર *જન આશીર્વાદ યાત્રા* -૨૦૨૧ અંગે બેઠક મળી આજરોજ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય *દિનદયાલભવન* ખાતે એક બેઠક યોજાઇ હતી જેમાં માન. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જગત પ્રકાશ નડ્ડાજીના નિર્દેશાનુસાર માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી નવા વિસ્તરણ કરાયેલ કેબિનેટ મંડલ માં સમાવિષ્ટ ૪૩.નવા મંત્રીશ્રીઓ દ્વારા સ્વતંત્ર દિવસ, ૧૫ ઓગસ્ટથી ૨૧ ઓગષ્ટ ત્રણ દિવસ ભારતભરમાં *જન આશીર્વાદ યાત્રા* નું આયોજન કરવામાં આવેલ હોય જેને લઇને જૂનાગઢ ખાતે આગામી ૧૯/૨૦. ઓગસ્ટના રોજ *જન આશીર્વાદ યાત્રા જૂનાગઢ* પહોંચવાની હોય જેને લઇને આ યાત્રાના સ્વાગત સહિતના વિવિધ કાર્યક્રમ અંગે જિલ્લા કાર્યાલય *દિનદયાલ ભવન* ખાતે મળેલ બેઠકમાં હાજરી આપી.યાત્રાના સ્વાગતથી લઇ તમામ કાર્યક્રમ અંગે સુચારુ આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જીલ્લા,તાલુકાના હોદ્દેદારો, તેમજ યુવા મોરચા અને મહિલા મોરચાના જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Posted in Gandhinagar

‘વૃક્ષારોપણ કાર્યક્રમ’ મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.

Posted in Other City

વનમહોત્સવ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે યોજાતા વૃક્ષારોપણ કાર્યક્રમમા લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુસર બાગાયતી વૃક્ષોનો ‘વૃક્ષારોપણ કાર્યક્રમ’.

આજરોજ રાજભવન, માન. મુખ્યમંત્રીશ્રી, માન. નાયબ મુખ્યમંત્રીશ્રી તેમજ માન. મંત્રીશ્રીઓના નિવાસસ્થાને ફળઝાડ અને બાગાયતી વૃક્ષોના વાવેતર પ્રત્યે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુસર બાગાયતી વૃક્ષોનો *’વૃક્ષારોપણ કાર્યક્રમ’ મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં* યોજાયો. આ કાર્યક્રમ અંતર્ગત કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા ના ગાંધીનગર નિવાસસ્થાને મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે કિરીટભાઈ પટેલે એ પણ બાગાયતી વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું……..વનમહોત્સવ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે યોજાતા વૃક્ષારોપણ કાર્યક્રમને કારણે રાજ્યમાં વૃક્ષ આચ્છાદિત ભૂમિમાં ઘણો વધારો થયેલ છે.

Posted in Bhesan

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જુનાગઢ રાજકોટ અને અમરેલી જિલ્લાને જોડતા રસ્તાના ખાત મુહુર્ત પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી.અમિત શાહજીના હસ્તે કરાયું ઈ.લોકાર્પણ.

*જૂનાગઢથી ભેંસાણ અને પરબધામ સુધીના રસ્તા ને ૪૨ કરોડના ખર્ચે પહોળો કરાશે.* ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભેસાણ ખાતે ૪૧ કરોડ થી વધુ ના ખર્ચે જુનાગઢ રાજકોટ અને અમરેલી જિલ્લાને જોડતા રસ્તાના ખાત મુહુર્ત પ્રસંગે હાજરી આપી, *કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી.અમિત શાહજીના હસ્તે કરાયું ઈ.લોકાર્પણ.* ૪૧ કરોડથી વધુ રકમના ખર્ચે રોડને પહોળો કરાશે. જેમાં જુનાગઢ થી પરબ સુધીમાં ૧૪.જેટલા ગામો ના. ૪૧૫૩૭.લોકોને લાભ મળશે.

Posted in Junagadh

જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ” *દિન દયાલ ભવન* ” ખાતે કિસાન મોરચાની પ્રથમ કારોબારી મળી હતી.સાથે આગામી કાર્યક્રમો અંગે જરૂરી સુચના સાથે માર્ગદર્શન આપ્યું હતું.

આજરોજ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ” *દિન દયાલ ભવન* ” ખાતે કિસાન મોરચાની પ્રથમ કારોબારી મળી હતી. *જિલ્લા કિસાન મોરચાની રચના બાદ પ્રથમ કિસાન મોરચાની કારોબારી મળી હતી.* આ કારોબારીમાં પ્રદેશ ગુજરાત કિસાન મોરચાના મહામંત્રી, સૌરાષ્ટ્રઝોન પ્રભારી કિસાન મોરચાના પ્રમુખ,સહિત કિસાન મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં હાજરી આપી. કિસાન મોરચાના ની કામગીરી અંગે વાકેફ કર્યા હતા. સાથે આગામી કાર્યક્રમો અંગે જરૂરી સુચના સાથે માર્ગદર્શન આપ્યું હતું.